કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો મફિન્સ – જો અહીંયા બતાવ્યા માપ પ્રમાણે બનાવશો તો બનશે પરફેક્ટ।..

પરીચય : મેંગો મફિન્સ (12 નંગ)

સામગ્રી :

1) 1 કપ મેંદો

2) 1/2 કપ દહી

3) 1/2 કપ દળેલી ખાંડ

4) 1/4 કપ તેલ

5) 1/2 કપ કેરી નો તાજો પલ્પ

6) 1/4 ચમચી ખાવા નો સોડા

7) 1/2 ચમચી બેકીંગ પાઉડર

8) વેનિલા એસેન્સ

9) ચોકલેટ ચિપ્સ

રીત :

સ્ટેપ-1


એક તપેલીમાં દહી, ખાંડ અને તેલ લો અને બરાબર મિક્સ કરો ત્યાર પછી તેમાં મેંગો પલ્પ ઉમેરો અને એકબાજુ મિક્સ કરો

સ્ટેપ-2


બીજા બાઉલમાં મેંદૉ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ને ચાળી લો.

સ્ટેપ-3


હવે આ ચાળેલ મિશ્રણ ને ધીમે ધીમે મેંગો મિશ્રણ માં ઉમેરતાં જાવ.

સ્ટેપ-4


લમ્સ ન રહે ત્યા સુધી એકબાજુ ફીણો છેલ્લે છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરો અને મિક્સ કરો ત્યાર પછી તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરો અને કટ એન્ડ ફોલ્ડ રીત થી મિક્સ કરો.

સ્ટેપ-5


હવે મફિનસ ટ્રે માં કપ ગોઠવી તેમાં એક મોટી ચમચી બેટર ભરો ત્યાર બાદને માઇક્રોવેવ માં convection mode પર 180 ડીગ્રી એ 5 થી 6 મીનીટ બેક કરો

સ્ટેપ-6


તૈયાર છે સૌ માટે yummy and delicious- મેંગો મફિનસ.

નોંધ:

અહીં જે માપ આપેલું છે તે રીતે થી જ મફિનસ બનાવવા..

સ્પર્ધક : સંગીતા હિરપરા

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *