કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો પુડીંગ – બાળકોને અને વડીલોને પણ ખૂબ પસંદ આવશે આ સ્વીટ વાનગી…

મેંગો પુડીંગ

સામગ્રી:

• ૧૫૦ ગ્રામ વેનીલા અથવા ફ્રુટ કેક

• ૧ બાઉલ ફ્રેશ ક્રિમ(મલાઇ)

• ૧ મોટી પાકેલી હાફૂસ કેરી

• ગ્રેટેડ વ્હાઈટ અને ડાર્ક ચોકલેટ

• ૬ ચમચી ખાંડ

• થોડું પાણી

રીત:


૧. ૬ ચમચી ખાંડ એક પેનમાં લઇને ખાંડ ડુબે તેટલું પાણી નાખવું અને ગેસ ઉપર મુકીને ખાંડ ઓગળે અને એક ઊભરો આવે એટલું ગરમ કરવુ આમ સુગર સીરપ બનાવવુ.

૨. ફ્રેશ ક્રિમને બીટર અથવા ચમચા વડે સ્મુઘ કરી લેવું.

૩. કેકનો હાથ વડે ભુક્કો કરી લેવો.

૪. તૈયાર કરેલા સુગર સીરપમાંથી ત્રણ ચમચી સુગર સીરપ એક નાના બાઉલમાં લઇ અંદર અડઘી કેરી સુધારીને મેરીનેટ કરવી.

૫. વધેલા સુગર સીરપનાં બે ભાગ કરીને એક ભાગ સાથે બીજી અડધી કેરી પીસી લેવી.

૬. કેકના ભુક્કામાં બે ચમચા ફ્રેશ ક્રિમ નાખીને મિક્ષ કરી લેવું.

૭. વધેલા ફ્રેશ ક્રિમના બે ભાગ કરવા એક ભાગને તૈયાર કરેલા મેંગો ક્રશમાં મિક્ષ કરી લેવું.

૮. બીજા ભાગના ફ્રેશ ક્રિમમાં બીજા ભાગનું સુગર સીરપ મિક્ષ કરી લેવું.

૯. એક કાચની ટ્રે અથવા બાઉલમાં સૌથી નીચે મેંગો ક્રિમ વાળુ લેયર કરવું.

૧૦. બીજુ લેયર કેક ક્રિમ વાળુ કરવું.

૧૧. ત્રીજું લેયર ફ્રેશ ક્રિમ વાળુ કરવું.

૧૨. ગ્રેટેડ ચોકલેટ અને મેરીનેટ કરેલી મેંગો થી ટોપીંગ કરવું.

રેડી છે આપણુ લેયર્ડ પુડીંગ તેને ફ્રિઝરમાં બે કલાક સેટ કરીને ફૂલ ચિલ્ડ સર્વ કરો.

સ્પર્ધક : Yogita Vadoliya

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *