સાબુદાણા ની ખીચડી – એક્દમ છૂટી છૂટી બનાવવા ની પરફેક્ટ રેસિપી અને ટિપ્સ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે એકદમ છુટી છુટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જઈ એવી સાબુદાણાની ખીચડી માત્ર ઉપવાસમાં જ નહિ એમનેમ ખાવાની મજા પણ બોઉં આવે છે. અને આ સાબુદાણાની ખીચડીને તમે એમનેમ પણ સર્વ કરી શકો છો અને તેની ઉપર સરસ મજાનો ફરાળી ચેવડો ઉમેરીને ખાઈ શકો છો એ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર નાસ્તો બની રહે છે અને લાઈટ ડિનરમાં પણ ખાઈ શકો છો. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૨ કપ સાબુદાણા
  • ૧ કપ શેકેલા શીંગદાણા નો પાવડર
  • ૩ નાના બટેટા
  • ૬ થી ૭ લીલા મરચા
  • ૧ ઇંચ ટુકડો આદુ નો
  • ૧ લીંબુ નો રસ
  • ૧.૫ ટી સ્પૂન જીરું
  • ૭ થી ૮ લીમડા ના પાન
  • ૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧.૫ ટી સ્પૂન મરી નો પાવડર
  • ૨.૫ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. સાબુદાણા ને ૭ થી ૮ કલાક પલાળી લેવા વિડિઓ માં બતાવ્યા પ્રમાણે.

૨. હવે બીજી સામગ્રી તૈયાર કરતા પેહલા પલાળેલા સાબુદાણા પૂર થોડું પાણી છાંટી લેવું.

૩. એક લોયા માં તેલ ગરમ કરી એમ જીરું ઉમેરવું.

૪. જીરું તતડે એટલે લીમડા ના પાન ઉમેરવા અને બટેટા ને ઝીણા સમારી ને ઉમેરવા.

૫. આદુ મરચા ને મિક્સી માં વાટી લેવા.

૬. હવે બટેટા માં જરૂર મુજબ મીઠું ઉમેરી ને ઢાકી ને ચઢવા દેવા.

૭. પલાળેલા સાબુદાણા માં શીંગદાણા નો ભૂકો ઉમેરી ને જરૂર મુજબ મીઠું ઉમેરી દેવું. આમ ખાંડ પણ ઉમેરી દેવી.

૮. બટેટા અડધા ચઢે એટલે એમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી દેવી અને પાછા બટેટા ચઢે ત્યાં સુધી ઢાકી ને ચઢવા દેવા .

૯. હવે બટેટા ને ચેક કરી લેવા અને ચઢી જાય એટલે એમાં સાબુદાણા ઉમેરી દેવા.

૧૦. ઉપર થી લીંબુ નો રસ ઉમેરી ને હળવા હાથે હલાવી લેવું.

૧૧. સાબુદાણા ની ખીચડી ને હવે ઢાકી ને ધીમા તાપે થવા દેવા ની છે. ૩ મિનિટ પછી પાછું એક વાર હલાવી દેવું.

૧૨. ૮ મિનિટ જેવું થાય એટલે એમાં મરી પાવડર ઉમેરી ને પાછું હલાવી ને ૨ મિનિટ ઢાકી ને ચઢવા દેવું.

૧૩. સાબુદાણા ની ખીચડી હવે તૈયાર છે. એને કોથમીર ઉમેરી ને અને ઉપર થી ફરાળી ચેવડો ઉમેરી ને ગરમાગરમ સર્વ કરવી.

વિડિઓ રેસિપી

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *