સાબુદાણાની ખીચડી જો ચીકણી બનતી હોય તો આ સરળ રીતથી બનાવો સાબુદાણાની છુટ્ટી ખીચડી

ઉપવાસ શરૂ થાય એટલે સૌથી પહેલા ઉપવાસીઓને સુકીભાજી અને સાબુદાણાની ખીચડી યાદ આવતા હોય છે. પણ ઘણા લોકોની સમસ્યા એ હોય છે કે તેઓ સાબુદાણાની ખીચડી છુટ્ટી નથી બનાવી શકતાં. તેમને હંમેશા ખીચડી ચીકણી હોવાની ફરિયાદ રહ્યા કરે છે. જો તમે પણ તેમાંના એક હોવ તો ચેતના બેન તમને શીખવશે કે છુટ્ટી સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી. તો ચાલો નોંધી લો સાબુદાણાની છુટ્ટી ખીચડીની રેસીપી.

Advertisement

સાબુદાણાની છુટ્ટી ખીચડી બનાવવા માટેની સામગ્રી

1 કપ સાબુદાણા

Advertisement

¼ કપ સીંગદાણાના નાના ટુકડા

2 મિડિયમ સાઇઝના બાફેલા બટાટાનાના નાના ટુકડા

Advertisement

2 ચમચી તેલ

સીંધવ મીઠુ સ્વાદ પ્રમાણે

Advertisement

1 ચમચી આદુમરચાની પેસ્ટ

Advertisement

1 ચમચી ખાંડ

1 લીંબુનો રસ

Advertisement

¼ ચમચી મરી પાઉડર

વઘાર માટે જીરુ અને લીંમડાના પાન

Advertisement

2 ચમચી જીણી સમારેલી કોથમીર

સાબુદાણાની છુટ્ટી ખીચડી બનાવવા માટેની રીત

Advertisement

સૌ પ્રથમ એક કપ સાબુદાણા લેવા તેને ચારણીમાં લઈને બે-ત્રણ પાણીએ બરાબર ધોઈ લેવા. જેથી કરીને તેમાંથી વધારોનો સ્ટાર્ચ નીકળી જાય અને ખીચડી બનાવતી વખતે તેના દાણા ચીકણા ન લાગે.

Advertisement

હવે સાબુદાણા વ્યવસ્થિત ધોઈ લીધા બાદ તેને એક બોલમાં અરધો કપ પાણી નાખી પલાળી લેવા. એટલે કે સાબુદાણા ડુબે તેટલું જ પાણી તેમાં ઉમેરવું. અને તેને 2-3 કલાક માટે પલળવા મુકી દેવા.

Advertisement

2-3 કલાક બાદ સાબુદાણા સરસ રીતે પલળી ગયા હશે. હવે તેમાંથી વધારાનું પાણી કાઢી લેવું અને તેને બાજુ પર મુકી દેવા. તમે જોઈ શકશો કે સાબુદાણા સરસ છુટ્ટા છુટ્ટા પલળ્યા હશે.

Advertisement

હવે સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લેવું તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી જીરુ અને 6-7 મીઠા લીમડાના પાન હાથેથી બે કટકા કરીને ઉમેરવા તેને અરધી મિનિટ માટે સોટે કરી લેવું.

Advertisement

ત્યાર બાદ તેમાં બે મિડિયિમ સાઇઝના બાફેલા બટાટાના નાના ટુકડા કરીને ઉમેરી દેવા. હવે તેને એક-બે મિનિટ માટે તેલમાં સાંતળિ લેવાં.

Advertisement

હવે તેમાં સ્વાદ પ્રમાણે સીંધવ મીઠુ, એક ચમચી આદુ-મરચાની પેસ્ટ, અરધી નાની ચમચી મરી પાઉડર અને એક ચમચી ખાંડ ઉમેરીને તેને બટાટા સાથે બરાબર મિક્સ કરી લેવું. અને બધા જ મસાલાને બટાટામાં બરાબર મિક્સ થવા દેવા માટે બે મિનિટ તેને તેમાં સાંતળી લેવું.

Advertisement

હવે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરવા અને તેને મસાલેદાર બટાટા સાથે બરાબર મિક્સ કરી લેવું. જેથી કરીને બટાટાનો સ્વાદ પણ સાબુદાણામાં સરસ રીતે ભળી જાય.

Advertisement

હવે તેમાં એક લીંબુનો રસ, પા કપ શેકેલા સીંગદાણાનો જીણા ટુકડા, અને બે ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી.

Advertisement

હવે આ બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી. હવે તેને એક મિનિટ માટે ઢાંકીને થોડું ચડવા દેવું. માત્ર એક ડોઢ મીનીટ માટે જ જેથી કરીને બધો જ મસાલો એકબીજામાં સરસ રીતે ભળી જાય.

Advertisement

તો તૈયાર છે સાબુદાણાની છુટ્ટી ખીચડી. જો તમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી જરા પણ ચીકણી નહીં થાય.

Advertisement

રસોઈની રાણીઃ ચેતના પટેલ

સાબુદાણાની છુટ્ટી ખીચડી બનાવવા માટે વિગતવાર વિડિયો

Advertisement

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *