સોલ્ટી જીરા બ્રેડ કેક – કડાઇમાં બની શકે છે એટલે એકવાર તો જરૂર બનાવજો…

સોલ્ટી જીરા બ્રેડ કેક : ( કડાઇમાં બની શકે છે ).

નવી નવી વાનગીઓ બનાવવામાં વારંવાર બ્રેડનો ઉપયોગ થતો હોય છે. બ્રેડનો સ્વાદ જરા સ્વીટ જરા સોલ્ટી હોય છે. બ્રેડ વધારે પડતી મેંદાના લોટમાંથી બનતી હોય છે. પરન્તુ લોકો હવે હેલ્થ કોંશિયસ થતા જાય છે તેમ મેંદાનો ઉપયોગ ઓછો કરે છે. બ્રેડ માર્કેટમાં મેંદા ઉપરાંત ઘઉંનો લોટ, મલ્ટી ગ્રેઇન તેમજ મેંદા અને ઘઉં કે તેની જેવા જુદા જુદા પ્રકારના લોટના કોમ્બીનેશનમાંથી પણ બનેલી મળતી હોય છે.

બ્રેડ બનાવવામાં મોસ્ટલી યીસ્ટ વપરાતી હોય છે. કેમેકે તેનાથી મેક્સિમમ ગ્લુટિન ક્રીએટ થતું હોય છે અને બ્રેડમાં જાળી પાડવા માટે ખૂબ જરુરી છે. કેક પણ મેંદા અને ઘઊં વિ. લોટમાંથી બનાવવામાં આવતી હોય છે. પણ તેને સ્પોંજી બનાવવા માટે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો વધારે ઉપયોગ થતો હોય છે.

અહિં હું સોલ્ટી જીરા બ્રેડ કેક, યીસ્ટના ઉપયોગ વગર બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરીને અને બ્રેડ બનાવવાની રીતના બદલે તેને કેક બનાવવાની રીતથી બનાવી રહી છું. આ કેક, બ્રેડ જેટલી જ સોલ્ટી પણ સ્વીટ કેકના બદલે સ્લાઇટ જ સ્વીટ, તેમજ જીરાના સરસ ટેસ્ટવાળી બનાવી છે.

આમ બ્રેડ અને કેકના કોમ્બિનેશનવાળી સોલ્ટી જીરા બ્રેડ કેક ખૂબજ સરસ ટેસ્ટ વાળી છે.

આ હોમ મેડ બ્રેડ કેક બનાવવામાં ખુબજ સરળ છે અને જલદીથી બની જાય છે. બીજી બ્રેડ બનાવવામાં જે વચ્ચે 1 કલાકનો રેસ્ટ રાઇઝીંગ માટેનો આપવો પડે છે, એ સમય આ બ્રેડ કેક બનાવવા આપવો પડતો નથી.

તો ચોક્કસથી આ સોલ્ટી જીરા બ્રેડ કેક તમારા રસોડે બનાવજો. સરસ બનશે, અને વારંવાર બનશે જ.

સોલ્ટી જીરા બ્રેડ કેક બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ મેંદો
  • 2 ટેબલ સ્પુન સુગર પાવડર
  • ½ ટી સ્પુન મીઠું
  • 1 થી 1 ½ ટી સ્પુન જીરું
  • ½ ટી સ્પુન બેકિંગ પાવડર
  • ¼ ટી સ્પુન બેકિંગ સોડા
  • 2 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ અથવા 2 પેકેટ ઇનો ફ્રુટ સોલ્ટ
  • 1 કપ – 250 એમ.એલ. વોર્મ મિલ્ક
  • ½ ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 1 ટેબલ સ્પુન સ્મેલ લેસ ઓઇલ ‌+ 1 ટેબલ સ્પુન સ્મેલ લેસ ઓઇલ

સોલ્ટી જીરા બ્રેડ કેક બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલમાં 2 કપ મેંદાનો લોટ ઉમેરો.

તેમાં 2 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો. તેમાં ½ ટી સ્પુન મીઠું, ½ ટી સ્પુન બેકીંગ પાવડર, ¼ કપ બેકીંગ સોડા, 2 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ અથવા 2 પેકેટ બ્લ્યુ પેકેટ વાળો ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી બધું મિક્ષ કરી લ્યો.

હવે એક બીજા બાઉલમાં 1 કપ – 250 એમ.એલ. વોર્મ મિલ્ક લ્યો. તેમાં ½ ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરી જરા મિક્ષ કરી 5 મિનિટ રેસ્ટ આપો.

હવે ½ કપ દહીં લ્યો. તેને મેંદાના લોટના મિશ્રણવાળા બાઉલમાં ઉમેરો.

હવે તેમાં જ 1 ટેબલ સ્પુન સ્મેલ લેસ ઓઇલ ઉમેરો. બાકીનું 1 ટેબલ સ્પુન ઓઇલ એક બાજુ રાખો.

હવે જે વોર્મ મિલ્કમાં લેમન જ્યુસ ઉમેરેલું છે તે મિલ્ક જરા ફાટી ગયું હોય તેવું દેખાશે.

તે મિલ્કને મેંદાના મિશ્રણવાળા બાઉલમાં થોડું થોડું ઉમેરતા જઇને મિક્ષ કરો. એક સાથે ઉમેરવાનું નથી.

હલકા હાથે સ્પુન ફેરવી મિક્ષ કરો. એકદમ બીટ કરશો નહી. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે બેટર થશે.

હવે પ્લેટ્ફોર્મ એકદમ સાફ કરી તેના પર થોડો મેંદાનો લોટ સ્પ્રેડ કરો.

તેના પર બંધાયેલા ફ્લફી લોટને મૂકો.

હથેળીઓમાં થોડું ઓઇલ લગાવી લ્યો. પ્લેટ્ફોર્મ સાથે જરા પ્રેસ કરીને ફ્લફી લોટને મસળો.

વચ્ચે વચ્ચે તેમાં થોડો થોડો મેંદો સ્પ્રિંકલ કરતા જઇ મસળો. આ રીતે તેમાં વધારે ¼ કપ લોટ જશે.

2-3 મિનિટ આ રીતે લોટને મસળવાનો છે. આ લોટ કેકના બેટર કરતા થોડો ટાઇટ થશે. અને બ્રેડના ડો કરતા ઢીલો બનશે. પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે.

હવે હથેળીઓમાં અને બાઉલમાં થોડું વધેલું ઓઇલ લગાવીને તેમાં આ લોટનું બેટર – સોફ્ટ ડો. બાઉલમાં મૂકી દ્યો.

10 મિનિટ તેને ઢાંકીને રાખો. વધારે સમય રેસ્ટ આપવાનો નથી.

આ કેક કડાઇમાં અને ઓટીજી – ઓવન બન્નેમાં બને છે.

ઓવન વગર બનાવવા માટે મોટું એલ્યુમિનિયમનું તપેલું કે કડાઇ લઇને તેમાં નીચે બોટમ પર 1 મોટી વાટકી મીઠું પાથરો. તેનાથી બેકિંગ ટ્રેમાં ચારેબાજુથી સારી એવી હીટ મળશે. તેના પર એક રીંગ કે રેક રાખી દ્યો. તેને ઢાંકીને 7-8 મિનિટ માટે મિડિયમ ફ્લૈમ પર પ્રી હીટ કરો.

ઓટીજીનો ઉપયોગ કરતા હો તો 150* સે. પર 5 મિનિટ પ્રીહીટ કરો.

બન્ને મેથડથી બ્રેડકેક બનાવતા 30 થી 35 મિનિટ લાગશે.

હવે મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરી લ્યો. મોલ્ડને લીડ હોય તો તેને પણ ગ્રીસ કરી લ્યો. મેં અહીં સિલિકોન મોલ્ડ લીધું છે. બેટરના પ્રમાણમાં મારી પાસેનું મોલ્ડ સાઇઝમાં થોડું મોટું છે. એટલે બ્રેડ કેક નાની બનશે.

તમે તમારી પાસેના કોઈ પણ મોલ્ડ લઇ શકો છો.

બેટરને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી પ્લેટ ફોર્મ પર થોડો લોટ સ્પ્રીંકલ કરી તેના પર બેટર મૂકો.

તેને હાથેથી થાબડતા હોય તેમ થપ થપાવીને મોટો રોટલા જેવો કરો. વાળીને મોલ્ડ જેવડું બનાવો. હાથ પર સ્ટીક થાય તો ઓઇલ લગાવો.

મોલ્ડમાં મૂકી દ્યો. તેનાં પર જીરુ સ્પ્રિંકલ કરો. તેનો ટેસ્ટ ખૂબજ સરસ અવશે. ઉપરથી ઓઇલથી બ્રશિંગ કરો.

મોલ્ડને ઢાંકણ હોય તો ઢાંકીને પ્રીહીટ થયેલા વાસણમાં મૂકી તેને પણ ઢાંકીને 30 મિનિટ લો થી મિડિયમ ફ્લૈમ પર બેક કરો.

ઓવનમાં 15૦ સે. પર 30 થી 35 મિનિટ બેક કરો. ત્યારબાદ તેમાં ટુથ પીકથી ચેક કરી લ્યો. ટુથ પીક ક્લીન બહાર આવે એટલે સોલ્ટી જીરા બ્રેડ કેક રેડી છે.

ઓવન કે વાસણમાંથી બહાર કાઢી 5 મિનિટ ઠરવા દ્યો.

ત્યારબાદ રેક પર ફ્લિપ કરીને મૂકો.

ઠરે એટલે તેની સ્લાઈઝ કાપી લ્યો. ચા સાથે કે જામ કે સોસ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે.

બટરમાં રોસ્ટ કરીને પણ ખાઇ શકાય છે. નાના મોટા બધાને સોલ્ટી જીરા બ્રેડ કેક ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *