તરબૂજ ના ઢોસા વેસ્ટ માંથી બેસ્ટ – હવે તરબૂચ ખાઈને તેની છાલ ફેંકશો નહિ આવીરીતે કરો ઉપયોગ…

તરબૂજ ના ઢોસા વેસ્ટ માંથી બેસ્ટ ( ટેસ્ટી અને હેલ્થી)

અત્યારે લોકડાઉન ચાલી રહું છે….બહાર જવાનું ખાવા પીવાનું બધું બંદ થઈ ગઉ છે…ઈડલી ઢોસા ખાવા છે.. પણ એનું ખીરું નથી મળી રયુ..પણ ફ્રેંડસ ચિંતા ના કરો હું આજે તમને એકદમ ટેસ્ટી અને હેલ્થી ડોસા બનાંવાની રેસીપી બતાવી રહી છું..આપણે બનાવીસુ …..

…તરબૂજ ના છીલકા માંથી ટેસ્ટી ઢોસા…

સામગ્રી :-

  • ૧ બાઉલ – તરબૂજ ના છીલકા ના ટુકડા ( ગ્રીન પાર્ટ સાથે)
  • ૧/૨ કપ – રવો
  • ૧/૨ કપ – ચોખાનો લોટ
  • ૧ ચમચો – બેસન
  • પાણી – જરૂર પ્રમાંણે
  • મીઠું – જરૂર મુજબ

રીત :-

સૌ પ્રથમ તરબૂજ ના છીલકા ના ટુકડા ગ્રીન પાર્ટ સાથે કરી એક મિક્સર જાર માં લેવા. પછી તેમાં રવો, ચોખાનો લોટ, બેસન , પાણી નાખી ગ્રાઈન્ડ કરી લેવું.

હવે તેમાં જોઈતા પ્રમાણ માં પાણી અને મીઠું નાખી મિક્સ કરી લેવું. ઢોસા જેવું બેટર તૈયાર કરી લેવુ. એને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપવો..

હવે ઢોસા ની તવી ગરમ મુકવી તેને મીઠાવારા પાણીથી લુશી લેવી.પછી ઢોસા નું બેટર પાથરી ક્રિસ્પી ઢોસા ઉતારવા..

ગરમાંગરમ ઢોસા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *