સાઉથ ઇંડિયન સંભાર – ઘરે જ બનાવેલ સાંભાર મસાલાના ઉપયોગથી બનાવો આ ટેસ્ટી મસાલેદાર સંભાર…

સાઉથ ઇંડિયન સંભાર:

સાઉથ ઇંડિયન સાંભાર એટલે શાક અને મસાલાથી ભરપુર તુવેર દાળ એમ પણ કહી શકાય. આગળ મેં સાઉથ ઇંડિયન મસાલાની રેસિપિ આપેલ છે. તે રેસિપિનો ઉપયોગ કરીને મેં અહીં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી એવા સાઉથ ઇંડિયન સંભારની રેસિપિ આપી છે જે ઢોસા, ઇડલી કે મેંદુવડા અને રાઇસ સાથે પણ લઇ શકાય છે. મેં અહીં આપ સૌ માટે સાઉથ ઇંડિયન સંભારની રેસિપિ આપી છે, જે ફોલો કરીને તમે બધા ચોક્કસથી બિલ્કુલ મદ્રાસ કાફેમાં મળતા રેડી સાંભાર જેવા ટેસ્ટનો સાંભાર ઘરે બનાવી શકશો. તો એકવાર સાંભાર મસાલો બનાવીને તે સાંભારમાં ઉમેરીને, મારી આ રેસિપિ ફોલો કરીને ઘરે તમે પણ ચોક્કસથી બનાવજો.

સાઉથ ઇંડિયન સંભાર બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ તુવેરદાળ
  • 2 સ્ટ્રિંગ મીઠો લીમડો
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • 1 મોટી ઓનિયન – થોડી મોટી સમારેલી
  • 50 ગ્રામ જેટલે દુધી – છોલીને લાંબી કાપેલી
  • 2 નાના રીંગણ લાંબા કાપેલા
  • 4-5 ફ્લોરેટ્સ ફ્લાવર
  • 1 મોટું ટમેટું-મોટા પીસ કાપેલું
  • 50 ગ્રામ કોબી- મોટા પીસ કાપેલી
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પુન આમલીનો પલ્પ
  • 1 ½ થી 2 ટેબલ સ્પુન સાંભાર મસાલો-અથવા તમારા ટેસ્ટ મુજબ
  • ½ ટી સ્પ્સુન કાશ્મીરી મરચું
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન મેથીના દાણા
  • 1 ટી સ્પુન રાય
  • 1 ટી સ્પુન જીરુ
  • 2 સુકા લાલ મરચા ‌ વઘાર માટેના
  • 7-8 પાન મીઠા લીમડો
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ

સાઉથ ઇંડિયન સંભાર બનાવવાની રીત :

સૌ પ્રથમ જો ઓઇલ વાળી દાળ હોય તો તેમાં પિંચ સોડાબાય કાર્બ ઉમેરી ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ ગરમ પાણીથી જ 2-3 વાર ધોઇને ફરી ½ કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો.

ઓઇલ વગરની હોય તો દાળને 2-3 પાણીથી ધોઇને હુંફાળા પાણીમાં ½ કલાક માટે પલાળી રાખો.

ત્યારબાદ પાણી કાઢી નાખો. હવે પ્રેશર કુકર લઈ તેમાં 2 કપ પાણી મૂકી તેમાં 2 સ્ટ્રિંગ મીઠો લીમડો અને ¼ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી, પાણી ગરમ થાય એટલે બંધ કરી 3-4 વ્હીસલ કરી કૂક કરી લ્યો. કૂકર ઠરવા દ્યો.

*હવે એક પેનમાં 2 કપ પાણી ઉમેરી ગરમ થાય એટલે તેમાં 1 મોટી ઓનિયન – થોડી મોટી સમારેલી, 50 ગ્રામ જેટલે દુધી – છોલીને લાંબી કાપેલી, 2 નાના રીંગણ લાંબા કાપેલા, 4-5 ફ્લોરેટ્સ ફ્લાવર, 1 મોટું ટમેટું-મોટા પીસ કાપેલું અને 50 ગ્રામ કોબી- મોટા પીસ કાપેલી તેમાં ઉમેરી ઢાંકીને કૂક કરી લ્યો.

કુકર ખોલીને દાળને બ્લેંડર વડે કે ચમચાથી મેશ કરી લ્યો. દાળ એકદમ થીક થઈ જશે.

ત્યારબાદ તેમાં બાફેલા શાક તેના સ્ટોક ( પાણી ) સહિત ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. મિક્ષ કરો.

હવે દાળને મીડીયમ ફ્લૈમ પર ઉકળવા મૂકો. તેમાં 1 ટેબલ સ્પુન આમલીનો પલ્પ અને 1 ½ થી 2 ટેબલ સ્પુન સાંભાર મસાલો-અથવા તમારા ટેસ્ટ મુજબ ઉમેરો.

સાથે એક નાનું પેન લઈ તેમાં દાળના વઘાર માટે ઓઇલ ગરમ મૂકો.

તેમાં ½ ટી સ્પુન મેથીના દાણા, 1 ટી સ્પુન રાય અને 1 ટી સ્પુન જીરુ ઉમેરી, બધું તતડે એટલે તેમાં2 સુકા લાલ મરચા ‌વઘાર માટેના અને 7-8 પાન મીઠા લીમડો ઉમેરી સાંતળો. સંતળાઇ જાય એટલે તેમાં લાલ મરચુ પાવડર ઉમેરી, ઉકળી રહેલા સાંભાર( દાળ )માં ઉમેરી દ્યો.

બરાબર મિક્ષ કરી ફરીથી ઉકાળી લ્યો.

તો રેડી છે ખૂશ્બુદાર, ગરમા ગરમ બિલ્કુલ મદ્રાસ કાફે જેવાજ ટેસ્ટ્નો ઘરે બનાવેલો હેલ્ધી – ટેસ્ટી સાઉથ ઇંડિયન સાંભાર… તેને ઇડલી, ઢોસા, મેંદુવડા, રાઈસ કે ચૌદશમાં બનાવેલા વડા સાથે પણ ખાઈ શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *