સમોસા – તમે પણ સમોસા આવીરીતે જ બનાવો છો કે નહિ? ચેક કરો સમોસા બનાવવાની પરફેક્ટ રેસિપી..

સમોસા

સામગ્રી

  • 5 નંગ બટાકા બાફેલા
  • ૨ નંગ ડુંગળી ઝીણી કટ કરેલી
  • 10 નંગસુકુ લસણ ઝીણું કરેલું
  • ૨ નંગ લીલા મરચા કટ કરેલા
  • મીઠો લીમડો જરૂર મુજબ
  • કોથમીર જરૂર મુજબ
  • એક ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું
  • 1 ચમચી જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર મુજબ
  • લીબું નો રસ એક ચમચી
  • ખાંડ અર્ધી ચમચી
  • 1 ચમચી ધાણાજીરું
  • ગરમ મસાલો જરૂર મુજબ
  • ઘઉંનો લોટ જરૂર મુજબ
  • પાણી લોટ બાંધવા માટે જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર

સમોસા

સ્ટેપ :બટાકા ને પાણી થી ધોઈ ને કૂકર માં 3 થી4 સિટી મારી બાફી દેવા.

સ્ટેપ1 :પછી ડુંગળી ને ધોઇને એક દમ ઝીણી સમારી લેવી.

સ્ટેપ 2:લસણ ને પણ એક દસમ ઝીણું ક્ર્સ કરી લેવું.

સ્ટેપ 3:લીલા મરચા ને પણ ક્ર્સ કરી લેવા.

સ્ટેપ 4:કોથમીર પણ ધોઈને ક્ર્સ કરી લેવી

સ્ટેપ 5:પછી એક પેન માં તેલ લેવું ગેસ ચાલુ કરી ગરમ કરી દેવું.

સ્ટેપ 6:તેમાં જીરૂ નાંખવું એક ચમચી, પછી મીઠો લીમડો, નાંખવો, લસણ, ડુંગળી, લીલાં મરચા , બધું નાખીને એક દમ મિકસ કરી દેવું.

સ્ટેપ 7:ઉપર બાફેલા બટેકા નાખવા. પછી ઉપર મસાલા કરવા હળદર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, ધાણાજીરું, નાખીને કોથમીર નાખી ને ચમચા થી મિક્ષ કરી દેવું, લિબું નો રસ નાંખવો હોય તો થોડો નાખી શકાય છે.પછી ગેસ બંદ કરી દેવો. પૂરણ ઠંડું કરવું.

સ્ટેપ 8:પછી એક તાસ માં ઘઉં નો લોટ ને થોડો મેંદો હાફ હાફ કપ લઈને બન્ને મિક્સ કરવો.

થોડું મીઠું, તેલ નાખીને પાણી થી પૂરી જેવો લોટ બાંધવો.

સ્ટેપ 9:પછી પૂરી વણી ને ચુપ્પુ થી આડો કટ કરી સાઇડ માં થી કિનારી એક દમ દબાવીને વચ્ચે બટાકા નું પૂરણ ભરવું , એક દમ પ્રેસ કરી કાંટા ચમચા થી ડિજાઇન પાડીને બંદ કરી ગેસ ચાલુ કરીને સમોસા તેલ માં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી દેવા. તમને કોઈ પણ શેપ ગમતો હોય આપી શકો છો. પછી સમોસા ને પ્લેટ માં કાડીને ટોમેટો કેચપ સાથ સર્વ કરવા.

આ સમોસા તમે કોઈ પણ ચટણી સાથ ખાઈ શકો છો,કોઈ પણ શેપ આપી શકો છો, આશા રાખીશ મારા આ સમોસા તમને પસંદ આવે.

રેસિપી ગમે તો like share comment કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *