વેજ. સેવૈયા ઉપમા – હવે ઉપમા બનાવો ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો, ખુબ પસંદ આવશે…

વેજ. સેવૈયા ઉપમા :

ચોખા, ઘઉં જેવા અનાજ ના લોત માંથી અનેક પ્રકારની સેવ બનાવવામાં આવતી હોય છે. જાડી, મિડિયમ, જીણી સેવ કે નૂડલ્સ માર્કેટમાં મળતી હોય છે. અનાજ માંથી જ બનતા પટ્ટી જેવા કે બીજા અલગ અલગ પ્રકારના શેઇપના પાસ્તા પણ બનતા હોય છે. જે બાળકો અને યંગ્સના ખૂબ ફેવરીટ હોયછે.

દરેક પ્રકારની સેવૈયામાંથી સ્વીટ અને સ્પાયસી એમ બન્ને પ્રકારની વાનગીઓ બનતી હોય છે. જેનો નાસ્તામાં કે સ્વીટ તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે.
મે અહીં ઘઉંની એક્દમ જીણી આવતી સાદી અને રોસ્ટ કર્યા વગરની સેવનો ઉપમા બનાવવા માટે ઉપયોગ કર્યો છે. જે પિક્ચર માં બતાવેલ છે.

આજે હું અહીં વેજ. સેવૈયા ઉપમાની રેસિપી આપી રહી છું . આમ તો સાઉથમાં અને મહારષ્ટ્રમાં વધારે બનતી હોય છે. હું અહીં સેવૈયા ઉપમાને થોડો ગુજરાતી ટચ આપી ને બનાવવાની રેસિપિ આપી રહી છું.

નાસ્તા માટે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. બાળકો માટે નાસ્તા બોક્ષમાં પણ આપી શકશો.

વેજ. સેવૈયા ઉપમા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ સેવ – ઘઉંની રોસ્ટ કર્યા વગરની જીણી સેવ
  • 2 ટી સ્પુન ઓઇલ –સેવ રોસ્ટ કરવા માટે
  • 2 ટેબલ સ્પુન ગાજર
  • 2 ટેબલ સ્પુન લીલા વટાણા
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
  • 1 ટી સ્પુન ખમણેલું આદુ
  • 2 ટી સ્પુન બારીક કાપેલા મરચા
  • 3 ટી સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન અડદ દાળ –ફોતરા વગરની
  • 1 ટી સ્પુન ચણા દાળ
  • 5-7 કાજુ મોટા કાપેલા
  • 10-12 કિસમિસ
  • 1 લાલ સૂકું મરચું
  • 4-5 મીઠા લીમડાના પાન
  • 2-3 ટેબલ સ્પુન શિંગ દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ટી સ્પુન હળદર
  • પિંચ સુગર
  • અરધા લીંબુ નો રસ

વેજ. સેવૈયા ઉપમા બનાવવાની રીત:

સૌ પ્રથમ બારીક કાપેલા ગાજર અને લીલા વટાણા પાર બોઇલ કરી લ્યો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લઇ એક્બાજુ રાખો.

એક પેનમાં 2 ટી સ્પુન ઓઇલ મૂકી, તેમાં કાજુ અને કિસમિસ લાઇટ પિંક થાય ત્યાં સુધી રોસ્ટ કરી બાઉલ માં કાઢી લ્યો.

ત્યારબાદ એજ પેનમાં રહેલા ઓઇલમાં સ્લો ફ્લૈમ રાખી તેમાં સેવ(ઘઉંની રોસ્ટ કર્યા વગરની જીણી સેવ)ના નાના ટુકડા કરીને રોસ્ટ કરી લ્યો.

રોસ્ટ થઇ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે પેનમાં વઘાર કરવા માટે 3 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થઇ જાય એટલે તેમાં 1 ટી સ્પુન રાઇ, 1 સૂકુ લાલ મરચું, ½ ટી સ્પુન અડદ દાળ 1 ટી સ્પુન અને 1 ટી સ્પુન ચણા દાળ ઉમેરો.રાઇ તતડે ત્યાં સુધી બધું રોસ્ટ થવા દ્યો

ત્યારબાદ તેમાં 2-3 ટેબલ સ્પુન શિંગ દાણા ઉમેરી રોસ્ટ કરો.

તેમાં 1 ટી સ્પુન ખમણેલું આદું અને ઉભા કાપેલા મરચાના ટુકડા અને બારીક કાપેલા કેપ્સિકમ ઉમેરી સ્લો ફ્લૈમ પર જ સંતળો.

સંતળાય જાય એટલે તેમાં 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન લાઇટ પિંક થાય ત્યાં સુધી કૂક કરો.

તેમાં પાર બોઇલ કરી નિતારેલા ગાજર અને લીલા વટાણા ઉમેરી મિક્ષ કરો. થોડા ફ્રાય કરેલા કાજુ-કિસમિસ ગાર્નિશિંગ માટે રાખી બાકીના તેમાં ઉમેરી દ્યો. અને અરધા લીંબુનો જ્યુસ પણ ઉમેરી દ્યો.

બધું મિક્ષ કરી 1 મિનિટ ઢાંકીને કૂક કરો.

હવે તેમાં હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને પિંચ સુગર ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં રોસ્ટ કરેલી એકદમ જીણી સેવ ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ 3 ટેબલ સ્પુન પાણી ઉમેરી, ઢાંકીને બધું સિઝવા દ્યો.

સેવ સરસ સ્મુધ થઇ જાય એટલે તેમાં થોડી કોથમરી ઉમેરો અને હલ્કા હાથે હલાવી ફ્લૈમ બંધ કરો.

વેજ. સેવૈયા ઉપમા સર્વ કરવા માટે તેયાર છે.

એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તેમાંનું જ સૂકૂ લાલ મરચું અને લીલું મરચું તેના પર મૂકો.

હવે કોથમરી, ફ્રાય કરેલા કાજુ – કિસમિસથી ગાર્નીશ કરો.

સવારના નાસ્તા માટે ત્થા નાસ્તા બોક્ષ માટે હોટ ફેવરીટ વેજ. સેવૈયા ઉપમા નાના મોટા બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *