ઇઝી – ક્વીક ચીઝ સેંડવીચ – તમારા બાળકોને ખુશ કરવા માટે બનાવી આપો આ યમ્મી સેંડવીચ…

ઇઝી – ક્વીક ચીઝ સેંડવીચ :

બ્રેડમાંથી દરેક પ્રકારની સેંડવીચ બાળકો, યંગ્સથી માંડીને બધા લોકોને ખૂબજ ભાવતી હોય છે. અનેક પ્રકારની સેંડવીચ બનાવવામાં આવતી હોય છે. સેંડવીચ સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબ ફેમસ છે. મરી-જીરુ સ્પ્રિંકલ કરીને સવારે બ્રેકફાસ્ટમાં ખવાતી સિમ્પલ સેંડ્વીચથી માંડીને ચીઝ, પનીર, કર્ડ, મેયો વગેરેના કોમ્બિનેશન વાળી સેંડવિચ ખૂબજ સ્વાદિષ્ટ લાગતી લોય છે. તેની સાથે મિક્ષ હર્બ્સ કે ઇટાલિયન સિઝનિંગ જેવા સ્પાઇસ મિક્ષ કરવાથી સેંડવીચની અરોમા ખૂબજ સરસ આવતી હોવાથી બધાને ખૂબજ ટેસ્ટી લાગતી હોય છે.

ઉપરાંત લંચબોક્ષમાં કે ટ્રાવેલિંગમાં પણ સાથે લઇ જવામાં સરળ પડે છે. અગાઉથી રેડી કરીને ટોસ્ટ કર્યા વગર જ રેફ્રીઝરેટરમાં રાખી શકાય છે. ગેસ્ટ આવે ત્યારે ટોસ્ટ કરી ગરમા ગરમ સેંડ્વીચ સર્વ કરી શકાય છે. બહાર જવાનું હોય તો ઘરે આવીને રેફ્રીઝરેટરમાંથી કાઢીને તરત ટોસ્ટ કરીને ડીનરમાં પણ લઇ શકાય છે. આમ બનાવવામાં પણ ક્વીક અને ઇઝી છે. બાળકો પણ જાતે ટોસ્ટ કરી શકી છે. કેમકે ગ્રીલરમાં કે સેંડવીચ મેકરમાં પણ બનાવી શકાય છે.

આજે હું અહીં ચીઝ સેંડવીચ રેસિપિ આપી રહી છું. જે નાસ્તા ઉપરાંત બાળકોની બર્થડે પાર્ટી માટે પણ બનાવવી ખૂબજ ક્વીક અને ઇઝી છે. તેમાં બાળકોને પ્રીય એવું ચીઝ અને બટરનો ઉપયોગ કર્યો હોવાથી બધાને ખૂબજ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી તમે પણ આ સેંડ્વીચ બનાવજો.

ચીઝ સેંડવીચ બનાવવા માટેની સામગ્રી :

  • 2 સ્લાઇઝ મોટી વ્હાઇટ બ્રેડ
  • 2 ટેબલ સ્પુન બટર – બ્રેડની સ્લાઇઝ પર લગાવવા માટે
  • 2 ટેબલ સ્પુન – સેંડવીચને ટોસ્ટ કરવા માટે
  • 2 ચીઝની સ્લાઇઝ
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન
  • ¼ ટી સ્પુન મિક્ષ હર્બ કે પિઝા મિક્ષ
  • ¼ ટી સ્પુન રેડ ચિલી ફ્લેક્ષ
  • ¼ ટી સ્પુન મરી પાવડર
  • સોલ્ટ ( બ્રેડ અને ચીઝ સોલ્ટી હોય છે તેથી જરુર હોય તો તમારા સ્વાદ મુજ્બ ઉમેરવું)

ચીઝ સેંડવીચ બનાવવાની રીત :

ચીઝ બનાવવા માટે 2 સ્લાઇઝ ફ્રેશ વ્હાઇટ બ્રેડ લ્યો. હવે તે બન્ને બ્રેડની સ્લાઇઝ પર બટર લગાવી દ્યો.

તેમાંથી એક બટર લગાવેલી બ્રેડની સ્લાઈઝ પર એક ચીઝની સ્લાઇઝ મૂકો.

હવે તેનાં પર બારીક કાપેલા 3 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ સ્પ્રિંકલ કરી દ્યો. ત્યારબાદ તેના પર 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા સ્પ્રિંકલ કરો.

હવે 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન તેના પર સરસથી સ્પ્રિંકલ કરો.

ત્યારબાદ તેના પર ¼ ટી સ્પુન મિક્ષ હર્બ કે પિઝા મિક્ષ, ¼ ટી સ્પુન રેડ ચિલી ફ્લેક્ષ અને ¼ ટી સ્પુન મરી પાવડર સ્પ્રિંકલ કરો.

ત્યારબાદ સોલ્ટ ( બ્રેડ અને ચીઝ સોલ્ટી હોય છે તેથી જરુર હોય તો) તમારા સ્વાદ મુજ્બ ઉમેરવું.

હવે એક ચીઝ સ્લાઇઝ લઈ રેડી કરેલી બ્રેડ પર સરસથી ઢંકાઈ જાય તેમ રાખી દ્યો.

ચીઝની સ્લાઈઝ પર અગાઉ બટર લગાવેલી સ્લાઈઝ છે એ મૂકી દ્યો. હવે તેને જરા પ્રેસ કરી લ્યો

તો હવે ચીઝ સેંડવીચ ટોસ્ટ કરવા માટે રેડી છે.

ટોસ્ટ કરવા માટે તવાને લો ફ્લેમ પર ગરમ કરી તેમાં 1 ટેબલ સ્પુન બટર લગાવો.

તેના પર સેંડવીચ રાખીને થોડીવાર તેમાં જ ફેરવો. જેથી નીચે આખી બ્રેડમાં બટર લાગી જાય.

ઉપરથી જરા પ્રેસ કરી 1 થી 1 ½ મિનિટ ટોસ્ટ કરો. સેંડ્વીચને કેર ફુલી ફ્લિપ કરો.

બીજી બાજુ પણ ઉપર બટર લગાવી અથવા તો તવામાં બટર મુકી બીજી બાજુ પણ એજ રીતે લો ફ્લૈમ પર ટોસ્ટ કરી લ્યો.

આ સેંડવીચ નોર્મલ સેંડવીચથી થોડી વધારે ક્રંચી ટોસ્ટ કરવાની હોવાથી ફરીથી બન્ને બાજુ થોડું થોડું બટર લગાવી ટોસ્ટ કરો.

હવે તેને પ્લેટમાં ટ્રાંસફર કરી શાર્પ નાઇફ કે પિઝા કટરથી વચ્ચેથી ક્રોસમાં કટ કરીને સર્વીગ પ્લેટમાં સર્વ કરો.

આ ચીઝ સેંડવીચને સેઝ્વાન સોસ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો. તેના પર ખમણેલું ચીઝ, ઓનિયન, ટમેટા અને કેપ્સિકમના નાના નાના પીસ થી ગાર્નીશ કરો. બટર અને ચીઝ સાથે હર્બ્સ અને સ્પાઇસની માઉથ વોટરીંગ અરોમા સાથે આ સેંડ્વીચ ખૂબજ ટેસ્ટી લાગશે.

બધાને ટેસ્ટમાં બેસ્ટ લાગે તેવી આ ચીઝ સેંડવીચ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવશો. કેમકે ટેસ્ટી હોવાની સાથે સાથે બનાવવી ક્વીક અને ઇઝી પણ છે.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *