સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ – દિવાળી સ્પેશ્યલ આ વાનગી આ વખતે દશેરામાં અચૂક ટ્રાય કરજો.

નવરાત્રી ,દશેરા અને દિવાળી માટે ઘરે બનવો ઓછી ખાંડ ની કે ખાંડ વગર ની રોયલ સ્વીટ સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ

સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ

મિત્રો નવરાત્રી ,દશેરા અને દિવાળી જેવા તહેવારો આપણા દેશ ના સૌથી મોટા તહેવારો છે જે અપને મીઠાઈઓ અને નવી નવી વાનગીઓ બનવી ખાઈ ને ઉજવીએ એ છીએ બજાર માં મળતી મીઠાયેઓ ઘણી વખત શુદ્ધ નથી હોતી અને ખાંડ નું પ્રમાણ પણ વધારે હોઈ છે જે ડાયાબિટીસ ના દર્દીઓ માટે નુકસાન કારક હોઈ છે,તો ચાલો આજે આપણે બનાવીશું આવી મીઠાઈ “સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ” કે જે વગર ખાંડ કે ઓછી ખાંડ થી ઘરે સહેલાય થી બનવી શકાય,તો ચાલો બનાવીયે અંજીર રોલ ,આ વાનગી મારી Zaika Jigna’s Kitchen Youtube Channel માં પણ આપેલી છે ,તે જોશો તો સરળતા થી બનાવી શકશો

સામગ્રી

(૧) ૧૫૦ ગ્રામ કાજુ

(૨) ૫૦ ગ્રામ પિસ્તા

(૩) ૪ થી ૫ ચમચી ગુલકંદ

(૪) ૧ થી ૨ ચમચી ઘી

(૫) ૪ થી ૫ ચમચી દૂધ

(૬) ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક

(૭) ૧૦૦ ગ્રામ મિલ્ક પાવડર

(૮) કાજુ ,બદામ અને પિસ્તા ની કતરણ

(૯) રોઝ એસેન્સ

સૌથી પહેલા એક કડાઈ માં ૧ કૂપ શેકેલા કાજુ નો ભૂકો લો એમાં હવે તેમાં ૫ થી ૬ ચમચી મિલ્ક પાવડર,૧૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક તેને ધીમી આંચ ઉપર મિક્સ કરી ગરમ કરો તેમાં થોડું દૂધ ઉમેરો હવે તેમાં અડધી ચમચી રોઝ એસેન્સ ઉમેરો ,થોડું ગરમ થાઈ પછી તેમાં અડધી ચમચી ઘી ઉમેરો પાછું ગરમ કરી મિક્સ કરીને સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ લિંક માં આપ્યું છે તેમ બેટર બનાવો ,હવે તેને ઠંડુ થવા દો

આજ રીતે પિસ્તા નું અને ગુલકંદ નું સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ લિંક માં આપ્યું છે એ રીતે અલગ અલગ બેટર બનાવો

હવે ત્રણે બેટર ને અલગ અલગ મસળી એક બીબા જેવા વાસણ માં ત્રણ સ્તર માં પાથરો

ત્યાર પછી તેને ફ્રીઝ માં ઠંડુ થવા દો,ઠંડુ થયા પછી બીબા માંથી કાઢી ને તેની ઉપર ચાંદી નો વરખ લગાવો ,યોગ્ય આકાર ના ચોસલા કરવા માટે કાપો ,આ આખી પધ્ધતિ મારી સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ લિંક માં આપેલી છે.

બસ આજ રીતે સરળતા થી ખાંડ ની ચાસણી વગર ઘરે બનવો સંગમ કાતરી કે કાજુ સેન્ડવિચ અને સગા સંબંધીઓ સાથી મળી તહેવારો નો આનંદ ઉઠાવો.

આવી અવનવી સરળતા થી બનતી રેસીપી જોવા અને શીખવા માટે મારી Youtube Channel ને Subscribe કરો અને share કરો

વાનગી બનાવવાની સંપૂર્ણ રેસિપી :

આવી જ અવનવી સ્વાદિષ્ટ રેસિપી શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Published
Categorized as Sweets

Leave a comment

Your email address will not be published. Required fields are marked *