શું તમે જાણો છો કે તમારી મનપસંદ આઈસક્રીમની ફ્લેવર પણ જણાવે છે તમારો સ્વભાવ, જાણો તમને કઈ ફ્લેવર પસંદ છે

ગરમીની સીઝન આવી ગઇ છે અને સાથે રજાઓ પણ આવવાની છે. આ સમયે તમે તમારા પાર્ટનરની સાથે બહાર ફરવા જવાના પ્લાન બનાવો છો. ગરમીની સીઝનમાં જ્યારે તમે આઇસ્ક્રીમ પર તમારી પસંદ ઉતારો છો ત્યારે તમારા માટે એ પણ જાણી લેવું આવશ્યક છે કે આઇસ્ક્રીમની કઇ ફ્લેવર કયા પ્રકારની પર્સનાલિટીને રજૂ કરે છે. શું તમે તમારા પાર્ટનરની આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

વેનિલા ફ્લેવર પસંદ કરનારા બોરિંગ હોય છે

વેનિલાને સાધારણ આઇસ્ક્રીમ ફ્લેવર ગણવામાં આવે છે. તેને પસંદ કરનારા લોકો કલરફૂલ અને આઇડિયાલિસ્ટિક પ્રકારના હોય છે. તેઓ રિસ્ક લેવામાં ખચકાતા નથી, આ પ્રકારના લોકો મૂડ પર કામ કરે છે અને ઇમોશન્સમાં વધારે એક્સપ્રેશન ધરાવે છે. સાચી અને લાંબી રિલેશનશિપમાં વિશ્વાસ ધરાવતા હોય છે. સંબંધોને અંતિમ સુધી લઈ જવાનું તે પસંદ કરે છે

સ્ટ્રોબેરી પ્રેમી લોકો અંતર્મુખી હોય છે

image source

સ્ટ્રોબેરી ફ્લેવર પસંદ કરનારા લોકો ખાસ કરીને ધૈર્યવાન, સમર્પિત અને અંતર્મુખી હોય છે. આ લોકો લોજિકલ અને વિચારીને કામ કરનારા હોય છે. એ જે કોઈને ચાહે એમને સંપૂર્ણ આધીન થઈને રહેતા હોય છે. જ્યારે એ કહેવાનું શરૂ કરે ત્યારે રોકાતા નથી. તેમની વાતો માત્ર હવામાં નથી હોતી, વિચારશીલ રીતે તે વાત કહે છે અને જમીનને આંખ સામે રાખીને હવામાં ઊડે છે. પ્રેમ કરવો એમને ગમે છે પણ સરળ કોલેજિયન શબ્દોમાં કહીએ તો સ્ટ્રોબેરી લવર્સને પટાવવાનું કામ ઇઝી નથી.

ચોકલેટ ફ્લેવર પસંદ કરનારા ફ્લર્ટ કરે છે

image source

જે લોકો ચોકલેટ ફ્લેવરને પસંદ કરે છે તેવા પુરુષો ખાસ કરીને ફ્લર્ટ કરવામાં માને છે અને સિડક્ટિવ હોય છે. આ લોકો ચાર્મિંગ, ડ્રેમેટિક અને આનંદી હોય છે. તેઓ પોતે ખુશ રહીને અન્યને પણ ખુશ રાખે છે. જો એ જ ફ્લેવરનો આઇસક્રીમ છોકરી પસંદ કરતી હોય તો એ વારંવાર પોતાના બોયફ્રેન્ડની સરખામણી બીજા સાથે કરવાનો સ્વભાવ ધરાવતી હોય છે. ચોકલેટ ફ્લેવરના આઇસક્રીમના શોખીન સેક્સની ફેન્ટસીમાં રાચવામાં માનતા હોય છે. માણસમાં રહેલો આ સ્વભાવને પારખવાનું કામ કરે છે.

કોફી ફ્લેવરને પસંદ કરનારા ડ્રામેટિક હોય છે

image source

જો તમે આ ફ્લેવર પેકને પસંદ કરો છો તો તમે વધારે અગ્રેસિવ અને ઇમેજિંગ નેચર ધરાવો છો. સાથે તમે એક સારા શ્રોતા પણ હોઇ શકો છો. તમે હંમેશા તમારા લક્ષ્યને માટે સજાગ રહો છો અને સાથે તમારો અગ્રેસિવ સ્વભાવ તમારી આસપાસના લોકોને તકલીફ પણ પહોંચાડી શકે છે. એ લોકો ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં જીવવામાં માનતા હોય છે.

કહેવાનો અર્થ એવો નથી કે એ લોકો વાસ્તવિકતામાં માને છે, પણ કહેવાનો અર્થ એ છે કે કોફી ફ્લેવરના આઇસક્રીમ લવર્સ ભવિષ્યની ચિંતા કરતા નથી અને આજને આજે જ માણી લે છે, પ્રેમથી અને કોઈ જાતના ડર વિના. જો તમે ખૂબ જ આનંદી, ડ્રામેટિક અને હિંમતવાળા છો તો તમે કોફી આઇસ્ક્રીમ લવર છો. આ પ્રકારના લોકો ભવિષ્યને લઇને ક્યારેય ચિંતિત હોતા નથી. રોમાંટિક રિલેશનશીપમાં એક્ટિવ રહેવુ આ લોકોને પસંદ હોય છે.

બટરસ્કોચ સવર્સ નવું જોખમ લેવામાં માને છે

image source

બટરસ્કોચ લવર્સની સૌથી મૌટી ખાસિયત એ છે કે એમને એકધારી સ્મૂધ લાઇફ નથી ગમતી. જીવનમાં ઉતારચડાવ હોવા જોઈએ એવું એ દૃઢપણે માને છે અને માન્યા પછી એને જીવનમાં ઉતારવાની કોશિશ પણ કરે છે. બધું સરખું અને ક્ષેમકુશળ ચાલતું હોય તો બટરસ્કોચ લવર્સ વગર કારણે પોતાની લાઇફમાં નવું જોખમ ખેડે છે, જે ખેડયા પછી એ જો ફસાઈ જાય તો પસ્તાવો પણ નથી થતો તેમને.

સાચું શું અને ખોટું શું એ જાણવા માટે તેમના તરફથી ક્યારેય બહુ પ્રયાસ પણ કરવામાં નથી આવતો. જે આંખ સામે છે એ હકીકત છે એવું ધારી લેવામાં જ તેમને આનંદ મળે છે અને આવું ધાર્યા પછી ખોટા પડે તો તેમને હરખશોક પણ નથી હોતો. એ લોકો ખોટા પડયાની વાતનો આનંદ પણ પ્રેમથી ઊજવી લેતા હોય છે.

image source

ચોકલેટ ચિપ્સ લવર્સ નરમદિલના હોય છે

જો તમે ક્લાસિક ચોકલેટ ચિપ્સને પસંદ કરો છો તો તમે ખૂબ જ નરમદિલ, પ્રતિસ્પર્ધી અને ગો ગેટર પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો. તમે દરેક ચીજને શાંતિથી હેન્ડલ કઇ રીતે કરવી તે પણ જાણો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *