સેવખમણી – ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો એટલે સેવ ખમણી હવે બનશે પરફેક્ટ આ સરળ રીત…

આજે આપણે ગુજરાતી ફેમસ ફરસાણ સેવ ખમણી બનાવવાની રીત જોઈશું.જ્યારે આપણે સેવખમણી બનાવી એ ત્યારે ડ્રાય થઇ જતી હોય છે.તેલ વધારે પડી જાય.તેલ બહુ વધારે પીવે છે.આ બે વસ્તુ નો પ્રોબ્લેમ આવતો હોય છે.

સામગ્રી

  • ચણા નો લોટ
  • સોજી
  • હિંગ
  • મીઠું
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • રાય
  • લીંબુ નો રસ
  • દાડમ ના દાણા
  • નાયલોન સેવ
  • કોથમીર
  • લીલા મરચાં
  • ખાંડ
  • ફ્રૂટ સોલ્ટ

રીત

1- સૌથી પહેલા આપણે બાઉલ ને ગ્રીસ કરી લઈશું.હવે આ બાઉલ ને પ્રીહીટ કરવા મૂકી દઈશું.હવે આપણે ખીરું બનાવીશું.હવે એક બાઉલ ચણા નો લોટ લઈશું.તેની સાથે બે ચમચી સોજી લઈશું.

2- હવે બે ચમચી લીંબુ નો રસ એડ કરીશું.હવે એક ચમચી મીઠુ નાખીશું.ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ એક ચમચી લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું.હવે અડધો બાઉલ પાણી ઉમેરી શું.

3- હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે પાચ મિનિટ રહેવા દઇશું.જેથી સોજી ફૂલી જાય.હવે ખીરા તૈયાર થઈ ગયું છે.હવે થોડા પ્રમાણ માં ફ્રૂટ સોલ્ટ ઉમેરિશૂ.હવે એક ચમચી પાણી એડ કરીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે ખીરું આપણે બાઉલ માં ઉમેરી દઈશું.

4- હવે ખીરા ને બાફવા મૂકી દઈશું.દસ થી પંદર મિનિટ માટે.હવે તેને ઠંડુ કરી લેવાનું છે. ઢોકળુ સરસ ફૂલી ગયું છે.તો હવે ઠંડુ થઈ ગયું છે.હવે તેને કટ કરીશું.હવે ઢોકળું સરસ છીણી લઈશું.હવે જે ગઠ્ઠા લાગે તો તેને ચારી લઈશું.એટલે બહાર મળે છે તેવી થઈ જશે.હવે તેનો વઘાર કરીશું.

5- હવે એક પેન માં બે ચમચી તેલ લઈશું.હવે એક ચમચી રાય નાખીશું.અને પા ચમચી હિંગ નાખીશું.અને એક ચમચી હળદર નાખીશું.હવે મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી શું.

6- હવે તેમાં એક લીલુ મરચુ નાખીશું.અને એક ચમચી ખાંડ ઉમેરી શું.અને વઘાર માં ચપટી મીઠું એડ કરીશું.અને પા ચમચી જેટલો લીંબુ નો રસ એડ કરીશું.હવે તેને ઉકાળી લઈશું. હવે વઘાર ઉકળી ગયો છે.હવે થોડું થોડું કરી ને વઘાર રેડી દઈશું.

7- હવે સાથે સાથે હલાવતા રહીશું.ધ્યાન રાખવાનું છે કે બધું એકસાથે નથી ઉમેરવાનું. આમ કરવાથી જે ખમણી છે તેમાં પાણી ભાગ વધારે આવી જશે તો ખમણી નો ટેસ્ટ બગડી જશે.હવે આપણે નાયલોન સેવ નાખીશું.હવે દાડમ ના દાણા નાખીશું. હવે થોડી કોથમીર નાખીશું. હવે તેને સૌ કરી લઈશું.તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *