શાહી બ્રેડ ટુકડા – રાજસ્થાનની આ મીઠાઈ તમારા પરિવારમાં બધાને પસંદ આવશે.

આજે હું બતાવા જઈ રહી છુ રાજસ્થાની ડેઝર્ટ તે બનાવવા માં તો એકદમ ઇઝી છે. પણ ખાવામાં બઉ રિચ છે. આજે આપણે બનાવવા ના છે “શાહીબ્રેડ ટુકડા”

આમાં તમે ઘઉં ની પણ બ્રેડ લયી શકો છો.હવે ઘરે મહેમાંન આવે તો ચોક્કસ થી આ ડેઝર્ટ તો બનાવજો…ખરેખર બધાયને ખૂબ જ ભાવશે .બઉ જ ટેસ્ટી બનેછે. તો રાહ સેની જોવો છો જાણી લો ફટાફટ તેની સામગ્રી –

આ સ્વીટ ખુબજ ઇસી અને ક્વિક છે…

  • 4 નંગ બ્રેડ સ્લાય્સ
  • 1 વાટકી ખાંડ
  • ઇલાયચી
  • કાજુ-બદામ-પિસ્તા
  • રોઝ વોટર( ઓપ્સનલ )
  • ઘી

રીત:

એક કડાઇમાં 1 વાટકી ખાંડ અને ખાંડ ડૂબે તેટલુ પાણીલો .તેની 1 તારની ચાસણી કરો. તેમાં રોઝ વોટર અને ઇલાયચીના દાણા ઉમેરો.હવે બ્રેડને ત્રિકોણ કાપીલો.

તેને ઘીમાં શેલો ફ્રાય( થોડું ઘી મૂકીને) કરો. પછી તેને ઘી માં ફ્રાય કરવું.બ્રેડને ડાર્ક ગોલ્ડન બ્રાઉન થવા દેવી. પછી આ બ્રેડને તૈયાર ચાસણીમાં 2 મિનીટ રાખીને કાઢીલો . હવે પ્લેટ માં એક બ્રેડની ત્રિકોણ સ્લાઈસ લયી તેની ઉપર રબડી નાખી બીજું ત્રિકોણ રાખી ફરી રબડી નાખી તેના પર ડ્રાય ફ્રુટના ટુકડા મૂકી સર્વ કરો. તૈયાર છે શાહી ટુકડા !

આ ટુકડાને વેનીલા આઇસક્રીમ સાથે પણ સર્વ કરાય .

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *