શક્કરિયાનો શીરો અને શાક તો ખાતા હશો હવે બનાવો આ ચટપટી ચાટ….

કેમ છો? શિવરાત્રીની બધી તૈયારીઓ થઇ જ ગઈ હશે, શક્કરિયાની ખરીદી પણ કરી જ લીધી હશે. દરેક શિવરાત્રી પર બાફેલા, શેકેલા વગેરે રીતે શક્કરિયા ખાતા જ હશો પણ આજે હું તમારા માટે શક્કરિયાની એક નવીન અને ચટાકેદાર વાનગી લાવી છું જે ઘરમાં બધાને પસંદ આવશે સાથે કાંઈક નવીન પણ લાગશે. ખાસ વાત જેમણે ઉપવાસ નહિ પણ કર્યો હોય તેઓ પણ હોંશે હોંશે ખાઈ લેશે. આજે આપણે શક્કરિયાની ચટપટી ચાટ બે અલગ રીતે થી બનાવવાની એકદમ પરફેક્ટ રીત જોઈશું.

સામગ્રી

  • શક્કરિયા
  • લીંબુનો રસ
  • સંચળ
  • કાળો ચાટ મસાલો
  • ખાટી મીઠી ચટણી

રીત-

1-સૌથી પહેલા એક કૂકર માં માટી મૂકવાની છે. હાંડવો મુકવા જે રેતી મૂકે છે તે મૂકવાની છે. આપણે એક ઇંચ જેટલું થર કરીશું. હવે આ માટીને આપણે ભીની કરવાની છે થોડું પાણી છાંટી શું. બધી માટી ભીની કરવાની છે.

2- આ રીતે બાફવાથી તેનો સ્વાદ બહુ સરસ આવશે. આપણે એક નેપકીન ને ભીનો કરી લઈશું. હલકો નીચોવી લેવાનો છે. આપણે ત્રણ શક્કરિયા લઈશું.હવે તેને બે ટુકડા કરી લઈશું.હવે એક નાનું શક્કરિયું છે તેને ટુકડા કરવાની જરૂર નથી.

3- હવે જે ભીનો નેપકીન લીધો હતો તેની પર શક્કરિયા મૂકી દઈશું.હવે તેને વારી લઈશું.હવે માટી વારા કૂકુર માં મૂકી દઈશું.હવે કૂકર નું ઢાકણ લેવાની છે પણ તેની રીંગ અને સિટી નથી લેવાની.હવે તેને બંધ કરી લઈશું.હવે તેની પર વાડકી મૂકી દઈશું.

4- હવે ધીમા તાપે કુક કરી લઈશું.હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે. પછી તેને સીઝવા દેવાનું છે. અને ઠંડું પડે પછી ઢાંકણ ખોલી દેવાનું છે.હવે આપણે નેપકીન ને બહાર કાઢી લઈશું.હવે તેને એક પ્લેટ માં લઇ લઈશું.

5- હવે તેને ચેક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ બદલાઈ ગયો છે.હવે તેને ચપ્પુ મારી ને જોઈ લેવાનું.ચપ્પુ ઈઝીલી જાય છે. એટલે ચડી ગયું છે.હવે તેની છાલ કાઢી લઈશું. હવે તેને સમાવી લીધા છે. હવે બંનેમાં અલગ રીત નો મસાલો કરવાનો છે. એકમાં અડધી ચમચી સંચળ નાખીશું. અડધી ચમચી કાળો ચાટ મસાલો એડ કરીશું.

6- ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે બીજા માં એક મોટી ચમચી ખજૂર આમલીની ચટણી નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું. તેની સાથે સેવ પણ સારી લાગે છે. હવે આપણી ચાટ તૈયાર છે. હવે સર્વ કરીશું. બે નાના નાના બાઉલ છે તેમાં ચાટ મુકીશું. તો તમે આ ચાટ ચોક્કસ બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *