મહાશિવરાત્રી & હોળી સ્પેશ્યલ ઠંડાઈ પાવડર – લાંબો સમય સુધી સ્ટોર કરો અને મન થાય ત્યારે ઠંડાઈ બનાવો

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “ગરમીની સીઝનમાં ઠંડક આપતી એવી ઠંડી ઠંડી ઠંડાઈનું મહત્વ મહાશિવરાત્રી,હોળી એવા વિવિધ તહેવાર પર છે.”આ પીણું તૈયાર કરવું બોઉં જ સેહલું છે.અને તમે ક્યારેય પણ બનાવીને પી શકો છો.જો તમારી પાસે એનો રેડી પાવડર હશે.જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? ઝટપટ પીવાનું પણ મન થઈ જઈ એવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠું મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ પીધી હોય આવી ઠંડાઈ એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ પીધા જ રાખશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???


સામગ્રી :

  • ૧/૨ કપ બદામ
  • ૧/૨ કપ કાજુ
  • ૧/૪ કપ પિસ્તા
  • ૩ ટેબલ સ્પૂન મગજતરી ના બી
  • ૨ ટેબલ સ્પૂન ખસખસ
  • ૨ ટેબલ સ્પૂન વરિયાળી
  • ૧/૨ ટેબલ સ્પૂન કાળા મરી
  • ૧.૫ ટેબલ સ્પૂન સૂકી ગુલાબ ની પાંદડી
  • ૮ ઈલાયચી
  • ૧ પત્તી જાવિત્રી
  • ૧/૨ જાયફળ
  • ૧/૪ કપ ખાદી સાકર
  • ૨૦ તાંતણા કેસર

રીત :


૧. એક પેન માં બદામ, કાજુ અને પિસ્તા ને ૨ મિનિટ સુગંધ આવે ત્યાં સુધી હલાવતા હલાવતા શેકવા.

૨. હવે ગેસ ને ધીમો કરી ને ખસખસ ઉમેરી ને ૧/૨ મિનિટ શેકવું.

૩. આમ વરિયાળી ઉમેરી ને ભેજ ઉડે ત્યાં સુધી એટલે કે અડધી મિનિટ શેકવી.

૪. હવે ગેસ બંધ કરી ને આ શેકેલું મિશ્રણ એક વાસણ માં કાઢી ને ઠંડુ થવા દેવું.

૫. આમાં બાકી ની સામગ્રી ઉમેરી ને મિક્સર માં ૫-૫ સેકન્ડ કે પછી પલ્સ પર પીસી લેવું.

૬. ગાંઠા ના પડે એટલા માટે વચ્ચે વચ્ચે હલાવતા રેહવું.

૭. ઠંડાઈ બનાવવા માટે ૨ ગ્લાસ દૂધ માં ૫ ટેબલ સ્પૂન ઠંડાઈ પાવડર, ૨ ટેબલ સ્પૂન ખાંડ નાખી ને જો ટાઈમ હોય તો ૩૦ મિનિટ ઢાંકી ને મૂકી રાખવું અને પછી મિક્સી માં ફેરવી લેવું અથવા તો પછી તરત જ બ્લેન્ડ કરી લેવું.

૮. તમારી ઠંડી ઠંડી ઠંડાઈ તૈયાર છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *