શક્કરિયા ની ફરાળી ચાટ – કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી ટેસ્ટી ચાટ…

આજે આપણે એકદમ સરળતા થી બની જાય તેવી ફરાળી રેસીપી જોઇશુ. આમ તો તમે ઘણી અલગ અલગ પ્રકાર ની ચાટ ખાધી જ હશે , તો આજે આપણે ફરાળી ચાટ ની રેસીપી જોવાના છીએ, જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો છો. અને હમણાં શિવરાત્રી પણ આવે છે અને માર્કેટ માં શક્કરિયા પણ ખુબ સરસ આવે છે તો ચોક્કસ થી આ રેસીપી જોઈ ને બનાવજો.

સામગ્રી

  • ૩ શક્કરિયા
  • ૩-૪ ચમચી તેલ
  • સ્વાદ મૂજબ મીઠું ( ફરાળી મીઠું)
  • ૧ કપ – ફરાળી ચેવડો
  • ૧ કપ દાડમ ના દાણા
  • ૧ કપ દ્રાક્ષ
  • અડધી ચમચી શેકેલું જીરું પાઉડર
  • અડધી ચમચી સંચળ
  • ૧ લીંબુ નો રસ

સૌથી પેલા એક તમે જેમાં ઢોકળા બનાવતા હો તે સ્ટીમર માં કે પછી વિડિઓ માં બતાવ્યું છે તે પ્રમાણે શક્કરિયા ને બાફવા મુકવાના છે. લગભગ ૧૫ મિનિટ જેટલો સમય લાગશે શક્કરિયા બાફવામાં , આપણે એકદમ નથી બાફી લેવાના ૧૦ % જેટલા બાકી હોય ત્યાં સુધી બાફ્વાના છે .

શક્કરિયા બફાઈ જાય એટલે તેને નીકળી લો , ઠંડા થાય એટલે છાલ નીકળી અને મીડીયમ નાના ટુકડા માં કાપી લેવાના છે. ત્યાર પછી એક પેન માં ૩-૪ ચમચી જેટલું તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં બાફી , છાલ ઉતારી અને ટુકડા કરેલા શક્કરિયા નાખી દો, થોડું મીઠું નાખી દો , તમે ફરાળ માટે બનાવો છો તો ફરાળી મીઠું વાપરવું.

શક્કરિયા બ્રાઉન કલર ના થવાના ચાલુ થાય ત્યાં સુધી સાંતળવાના છે મીડીયમ ગેસ પર પછી તેને નિતારી અને પેપર નેપકીન પર લઇ લેવાના છે.

ત્યાર પછી એક મિક્સિંગ બાઉલ માં , સાંતળેલા શક્કરિયા લઇ લો , તેમાં ફરાળી ચેવડો નાખી દો , દાડમ ના દાણા નાખી દો , દ્રાક્ષ ને ૨ ભાગ માં કટ કરી અને નાખી દો , સ્વાદ મુજબ મીઠું , શેકેલું જીરું પાઉડર , સંચળ પાઉડર , ૧ લીંબુ નો રસ નાખી અને મિક્સ કરી લો.

તમે સાથે તળેલા કે શેકેલા શીંગ દાણા પણ નાખી શકો ,મેં ફરાળી ચેવડા માં શીંગદાણા છે તો અલગ થી નથી નાખી. ખુબ જ ટેસ્ટી એવી આ ચાટ વ્રત કે ઉપવાસ માં ચોક્કસ થી ટ્રાય કરો અને તમારો અભિપ્રાય પણ જરૂર થી જણાવો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *