ફરાળી સાબુદાણા વડા ચાટ – હવે ઉપવાસમાં સાંજે શું ખાવું એ કન્ફ્યુઝન હોય તો બનાવો આ નવીન વડા ચાટ…

વ્રતના ઉપવાસ માટેની અનેક વેરાયટીઓ ગૃહિણીઓ મોટાભાગે ઘરના જ રસોડે બનાવતા થયા છે. તેનાથી ક્વોલિટી અને ક્લીનનેસ જળવાઇ રહે છે. સાથે વાનગી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ બને છે. રાજગરો, સામો, સાબુદાણા તેમજ ફરાળી લોટ માંથી ફરાળી ફરસણ કે ફરાળી સ્વીટ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે.

આજે હું અહીં સાબુદાણા વડા ચાટની રેસિપિ આપી રહી છું તો શિવરાત્રીના ઉપવાસ માટે જરુરથી બનાવજો.

ફરાળી સાબુદાણા વડા બનાવવા માટેની સામગ્રી:

 • ¾ કપ સાબુદાણા
 • 1 કપ બાફીને સ્મેશ કરેલા બટેટા
 • ½ કપ શેકેલા શિંગદાણા
 • 1 ટી સ્પુન આખુ જીરું
 • 2 લીલા મરચા બારીક સમારેલા
 • 1 ટી સ્પુન ખમણેલું આદુ
 • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
 • 1 ટી સ્પુન મરી પાવડર
 • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
 • સ્વાદ મુજબ સિંધાલુણ મીઠું
 • ઓઇલ – સાબુદાણા વડા ફ્રાય કરવા માટે

ચાટ ગાર્નિશ કરવા માટેની સામગ્રી :

 • લીલા મરચા – કોથમરીની લીલી ચટણી – જરુર મુજબ
 • આંબલીની મીઠી ચટણી – જરુર મુજબ
 • ¾ કપ વ્હીસ્ક કરેલું દહીં
 • 1 ટેબલ સ્પુન બારીક કાપેલું મરચું
 • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
 • ½ કપ શિંગ નો અધકચરો ભુકો
 • ¼ કપ શેકી ને ફોતરાં કાઢેલા શિંગ દાણા
 • 1 ટમેટાના નાના પીસ
 • 1 કપ ફરાળી ચેવડો
 • 1 ટેબલ સ્પુન આમચૂર પાવડર
 • 3 ટેબલ સ્પુન લાલ દાડમના દાણા
 • જરુર મુજબ લીલી દ્રાક્ષ અથવા કિસમિસ

સાબુદાણા વડા બનાવવાની રીત :

સૌ પ્રથમ 2 થી 3 કલાક અગાઉ સાબુદાણા 2-3 વાર સાબુદાણા ધોઈ લ્યો.

ત્યારબાદ તેમાં પાણી ઉમેરી 2-3 કલાક પાણીમાં પલાળી ઢાંકી રાખો. અથવાતો સરસ આખા પોચા થઇ જાય ત્યાં સુધી પલાળી રાખો.

સાબુદાણા ઝડપથી પલળી જાય એ માટે હુંફાળા ગરમ પાણીમાં 1 ક્લાક પલાળી રાખો.

સાબુદાણા બરાબર પલળી જાય એટલે તેને ચાળણીમાં મૂકી બધુ પાણી નિતરી જાય ત્યાં સુધી નિતારો.

ત્યારબાદ બટેટાને ધોઇને 3 વ્હિસલ કરી પ્રેશર કૂક કરો.

ત્યારબાદ શેકેલી શિંગના ફોતરા કાઢી તેને અધકચરા ગ્રાઇંડ કરી લ્યો.

ઠરે એટલે બટેટાની છાલ ઉતારી સ્મેશરથી સ્મેશ કરી લ્યો.

એક મિક્ષિંગ બાઉલ લઇ તેમાં 1 કપ મેશ કરેલા બટાટા લ્યો. સાથે બરાબર પાણી નિતારેલા સાબુદાણા ઉમેરો. અને ½ કપ શેકેલા શિંગદાણાનો અધકચરો કરેલો ભૂકો ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં 1 ટી સ્પુન ખમણેલું આદુ, 1 ટી સ્પુન આખુ જીરું, 2 લીલા મરચા બારીક સમારેલા, 1 ટી સ્પુન મરી પાવડર, 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી અને સ્વાદ મુજબ સિંધાલુણ મીઠું સિંધાલુણ ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં લેમન જ્યુસ ઉમેરી મિશ્રણને જરા મસળીને મિક્ષ કરી લ્યો. કણેક જેવું બનશે.

હવે હાથને ઓઇલ થી થોડો ગ્રીસ કરીને મિશ્રણમાંથી લુવો લઇ હાથથી થોડું પ્રેસ કરીને તેની મોટી થેપલી બનાવી લ્યો.

આ રીતે બાકીના મિશ્રણમાંથી બધી થેપલીઓ બનાવી લ્યો.

પેનમાં ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો

ફ્રાય કરવા જેવું ગરમ થાય એટલે તેમાં સાબુદાણાની થેપલીઓ ડીપ ફ્રાય કરી લ્યો.

બન્ને બાજુ ગોલ્ડન કલરના થઇ ક્રંચી થઇ જાય ત્યાં સુધી થેપલીઓ – વડા ફ્રાય કરી લ્યો.

પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

આ રીતે બધા સાબુદાણા વડા ડીપ ફ્રાય કરીને તૈયાર કરી લ્યો.

હવે ફરાલી સાબુદાણા વડા ચાટ બનાવવા માટે રેડી છે.

સાબુદાણા વડા ચાટ: ગાર્નિશિંગ

ત્યારબાદ સર્વીંગ પ્લેટમાં 4 સાબુદાણા વડા મૂકો.

સૌ પ્રથમ તે બધા પર તમારા સ્વાદ મુજબ લીલા મરચા – કોથમરીની લીલી ચટણી મૂકો.

ત્યારબાદ તેના પર આંબલીની મીઠી ચટણી – જરુર મુજબ મૂકો. ઉપરથી વ્હીસ્ક કરેલું દહીં મૂકો.

તેના પર ફરાળી ચેવડો સ્પિંકલ કરો.

ચેવડા પર શિંગ દાણાનો અધકચરો કરેલો થોડો ભૂકો મૂકો.

તેના પર બારીક સમારેલા ટમેટા અને બારીક સમારેલા મરચાથી ગાર્નિશ કરો.

તેનાં પર થોડો આમચૂર પાવડર સ્પ્રિંકલ કરો.

હવે તેના ઉપર લીલી દ્રાક્ષ કે કિસમિસ મૂકો.

લાલ દાડમનાં દાણા અને કોથમરીથી ગાર્નિશ કરો.

વધારે ટેસ્ટ માટે સાબુદાણા ઉપર ફરીથી તીખી અને મીઠી ચટણી મૂકી ગાર્નીશ કરી સર્વ કરી શકો છો.

તો તૈયાર છે વ્રતના ઉપવાસ માટે ફરાળી સાબુદાણા વડા ચાટ …. નાના- મોટા સૌને ભાવશે. ચોક્કસ થી બનાવજો. મારી આ રેસિપિ કેવી લાગી તે લાઇક અને શેર કરીને જરુરથી જણાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *