શીંગ ભુજીયા – આ રીત થી ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એ પણ બહુ ઓછા સમયમાં…

શીંગ ભુજીયા

આજે હું લઇ ને આવી છું. શીંગ ભુજીયા ની રેસીપી. શીંગ ભુજીયા આ રીત થી ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. આ શીંગ ભુજીયા ને બનતા માત્ર ૫ થી ૧૦ મિનીટ જેટલોજ સમય લાગે છે. અને આ રીત થી શીંગ ભુજીયા બનાવવાથી બજાર માં મળતા પેકેટ જેવા જ શીંગ ભુજીયા બને છે.

સામગ્રી

૧/૨ કપ શીંગ દાણા,

પાણી જરૂર મુજબ,

૧/૨ કપ ચોખા નો લોટ,

૧/૨ કપ ચણા નો લોટ,

મસાલાઓ….

નમક,

લાલ મરચું પાઉડર,

ધાણાજીરું,

મરી પાઉડર,

હળદળ,

ગરમ મસાલો,

સંચર.

રીત

શીંગ ભુજીયા બનાવવા માટે પેહલા બધી જ તેની સામગ્રીઓ તૈયાર કરી લઈએ.

સૌપ્રથમ આપણે એક બાઉલ માં શીંગ કાઢી લઈશું. શીંગ ભુજીયા બનાવવા માટે હમેશા મોટા દાણા વાડી જ શીંગ નો ઉપયોગ કરવાનો જેનાથી શીંગ ભુજીયા ખુબ જ સરસ અને મોટા મોટા બનશે. ત્યાર બાદ હવે તેમાં એડ કરીશું ચણા નો લોટ અને ચોખા નો લોટ બને મેં ૩ ૩ ચમચી જેટલો એડ કર્યો છે. ત્યાર બાદ હવે તેને શીંગ માં મિક્ષ કરી દઈશું. ત્યાર બાદ તેમાં મસાલાઓ કરી લઈશું. ૧/૨ ચમચી નમક, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૪ ચમચી હળદળ, ૧/૨ ચમચી ધાણાજીરું ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/ ચમચી મરી પાઉડર હવે બધા જ મસાલાઓ ને ખુબ જ સરસ રીતે મિક્ષ કરી દઈશું.

હવે શીંગ ભુજીયા નું બેટર બનાવવા માટે તેમાં પાણી એડ કરીશું. પાણી આપણે ચમચી વડે થોડું થોડું કરી ને એડ કરતા જઈશું. અને તેને મિક્ષ કરતા જઈશું.

તો તમે જોઈ શકો છો હવે શીંગ ભુજીયા બનાવવા માટેનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઇ ગયું છે.

તો તેને ૧૦ થી ૧૫ મિનીટ સુધી રેસ્ટ આપીશું.

ત્યાર બાદ તેમાં થોડો ચોખા નો લોટ એડ કરીશું. લગભગ ૧ મોટી ચમચી જેટલો ચોખા નો લોટ એડ કરવો.

હવે ચોખા નો લોટ એડ કરી અને બધા જ શીંગ ભુજીયા ને હાથ વડે છુટા પાડી દેવાના. જેથી તે ખુબ જ સરસ રીતે અને એકદમ છુટા તળાઈ જશે.

હવે એક પેન માં તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હાથ થી જ એક એક કરીને તેલ માં શીંગ ભુજીયા પાળી દેવાના. આવી રીતે શીંગ ભુજીયા તેલ માં પાળવાથી તે એકદમ છુટા જ રેહશે. અને તેલ માં પણ એકા બીજા માં ચોટશે નહિ.

તો હવે આપણા શીંગ ભુજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો તેને એક પ્લેટ માં કાઢી લઈશું.

અને તેમાં મસાલાઓ મિક્ષ કરી દઈશું. શીંગ ભુજીયા ગરમ હોય ત્યારે જ તેમાં મસાલા એડ કરવાના જેથી કરી ને તે શીંગ ભુજીયા માં ખુબ જ સરસ રીતે ચોંટી જશે. મસાલા માં એડ કરીશું. નમક, લાલ મરચું પાઉડર, મરી પાઉડર અને સંચર.

તો હવે શીંગ ભુજીયા ને થોડો સમય માટે ઠંડા થવા દઈશું. જેથી કરી ને તે ખુબ જ સરસ ક્રિસ્પી થઇ જશે. તો તેને અકે પ્લેટ માં કાઢી સર્વ કરો.. તો તૈયાર છે પેકેટ માં મળે તેવા જ સ્વાદિષ્ટ શીંગ ભુજીયા.

નોંધ:

શીંગ ભુજીયા ને તળવા ની બીજી રીત છે. કે જો તમારે શીંગ ભુજીયા હાથ થી પાળવા ના હોય તો તમે ચમચી નો પણ ઉપયોગ કરી શકો છો.

રસોઈની રાણી : મેઘના સચદેવ

શીંગ ભુજીયા ની વિડીઓ રેસીપી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *