શિયાળુ સ્પેશિયલ હેલ્થી પાલક નું સૂપ – શિયાળામાં પીવો આ સૂપ અને થાવ તાજામાજા…

આજે આપણે શિયાળુ સ્પેશિયલ હેન્ધી પાલક નું સૂપ. પાલક બધા માટે ન્યુટ્રી એસ છે. બાળકોને ખાસ કરીને આપવી જોઈએ. બાળકોને ડેવલોપમેન્ટ માટે ખૂબ જરૂરી છે. કારણ કે તેમાં આયન અને પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. અને બાળકો શાકભાજી દૂર ભાગતા હોય છે. જો તમે આવું ટેસ્ટી સૂપ બનાવીને પીવડાવશો તો જરૂરથી તેમને ભાવશે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી-

  • પાલક
  • લસણ
  • ડુંગળી
  • સંચર
  • મરી પાવડર
  • શેકેલું જીરું પાવડર
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • ફ્રેશ ક્રીમ
  • ચીઝ

રીત-

1- સૌથી પહેલા આપણે પાલકનો સૂપ બનાવવા માટે 10 થી 15 પત્તા લઈશું. હવે તેમાં એક કે બે લસણની કડી એડ કરીશું.

2- હવે તેમાં 1 મોટી ડુંગળી લઈશું. તેના કટકા કરીને તેમાં એડ કરીશું. હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું. હવે બે સીટી મારીશું.

3- હવે બે સીટી થઈ ગઈ છે.હવે પાલક કુક થઈ ગઈ છે.હવે તેને ક્રશ કરી લઈશું.થોડું પાણી નાખી ને ક્રશ કરી લઈશું. હવે તેમાં અડધો કપ પાણી નાખીશું. હવે આપણે તેમાં બધા મસાલા નાખીશું.

4- હવે તેમાં અડધી ચમચી સંચર નાખીશું. હવે અડધી ચમચી મરી પાવડર નાખી શું.હવે એક મોટી ચમચી શેકેલું જીરું પાવડર નાખીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

5- હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે ગેસ પર મૂકી દઈશું.હવે તેને બોઈલ કરવા માટે મુકીશું.

6- હવે આપણે 1 ચમચી કોર્ન ફ્લોર લઈશું. જો વધારે હોય તો 2 ચમચી લઈ શકો છો. થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું.

7-હવે આપણે તેને સૂપ માં નાખીશું. આ જ્યાં સુધી બોઈલ થાય ત્યાં સુધી કુક કરી લઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો પાલક નો સૂપ તૈયાર થઈ ગયો છે. અને પાલક નો સૂપ ઘટ્ટ થઈ ગયો છે.

9- હવે આપણે ગેસ બંધ કરી દઈશું.અને આપણે સર્વે કરીશું. હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.

10- હવે તેને ગાર્નીશિંગ કરીશું. ફ્રેશ ક્રીમ થી. ઘરે આપણી ફ્રેશ મલાઈ હોય તે પણ યુઝ કરી શકો છો.

11- હવે તેની ઉપર ચીઝ છીણી ને નાખીશું.જે છોકરા ઓ ને પાલક ના ભાવતી હોય તો આવું ટેસ્ટી બનાવી શકો છો.તો તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *