સીતાફળ બાસુંદી – નાના મોટા દરેકને પસંદ આવશે આ બાસુંદી તો હવે બહારથી તૈયાર નહિ ઘરે જ બનાવો..

મિત્રો, વારતહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે. તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ ખાવામાં પૌષ્ટિક અને ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે.તેથી આ વાનગી પૌષ્ટિક અને વિટામિન યુક્ત બને છે.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ બને છે.તો ચાલો બનાવીએ સીતાફળની બાસુંદી.

સામગ્રી :

  • 1 1/2 લિટર ફૂલ ફેટ વાળું દૂધ
  • 3 મોટા નંગ સીતાફળ
  • 3/4 કપ ખાંડ
  • ચપટી એલચી પાઉડર
  • ડ્રાયફ્રુટ

સીતાફળમાં બીજ ખુબજ હોય છે. તે દૂર કરવાની પ્રોસેસ ટાઈમ કન્સ્યૂમીંગ છે.પરંતુ અહિયાં આજે હું તમે બે અલગ -અલગ રીત બતાવીશ. જે મુજબ ફટાફટ અને આસનથી સીતાફળનો પલ્પ તૈયાર કરી શકાય. તો ચાલો ટ્રીક સાથે બતાવું સીતાફળ બાસુંદી બનાવવાની આસાન રીત.

રીત:

1) સીતાફળ બાસુંદી બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈમાં 1 & ½ લીટર ફૂલ ફેટવાળું દૂધ લો. દૂધને ધીમે તાપે ઉકાળવા દો અને તેને સતત હલાવતા રહેવાનું છે.

2) અહીંયા જાડા તળિયા વાળી કડાઈ લેવાની છે.જેથી દૂધ નીચે બેસી ના જાય.જ્યાં સુધી આપણું દૂધ ઘટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે.

3) દૂધ ઘટ થાય ત્યાં સુધીમાં સીતાફળનો પલ્પ કાઢી લેવાનો. અહીંયા મોટા અને પાકા 3 સીતાફળ લેવાના છે. સીતાફળને સાફ પાણીથી સરસ સાફ કરી લો.અહીંયા પલ્પ કાઢવાની બે રીત બતાવું છું. તો અહીંયા ઘઉં ચાળવાનો આંક લો.અને તેની નીચે એક નાની ડીશ રાખવાની છે. અહીં સીતાફળનો પલ્પ આંક પર રાખી તેને ચમચા વડે તેને ફટાફટ હલાવતા રહો, તો આ રીતે તમે ફટાફટ બીજ અલગ કરી શકશો.બીજી ર્રેટ માટે એક મોટા બાઉલમાં સ્ટ્રેઇનર લો. અને તેમાં સીતાફળનો બી સાથેનો પલ્પ લો.તેને ચમચી વડે હલાવતા રહો તો આ રીતે પણ પલ્પ અને સીડ્સ અલગ કરી શકાય છે.બન્ને રીત મુજબ ફટાફટ પલ્પ તૈયાર કરી શકાય ,પરંતુ ઘઉં ચાલવાનો આંક દરેક ઘરમાં હોય માટે મેં તે રીત બધાને અનુકૂળ આવશે.

4) આપણે મુકેલ દૂઘ થોડું ઘટ થતા જ તેમાં ખાંડ ઉમેરો.સીતાફળ નેચરેલી ખુબ જ સ્વીટ હોય છે.એ વાતને દયાનમાં રાખીને જ ખાંડનું પ્રમાણ લેવાનું છે.

5) ખાંડ ઉમેર્યા પછી પાંચેક મીનીટ્સ પછી સીતાફળનો પલ્પ ઉમેરો.સાથે જ બારીક કાપેલા ડ્રાયફ્રુટ ,એક ટેબલ સ્પૂન બારીક કાપેલા ડ્રાયફ્રૂટ્સ અને ચપટી એલચી પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.સરસ ઘટ કન્સીસ્ટન્સી આવે ત્યાં સુધી ઊકાળો.

6) સરસ ઘટ્ટ કન્સીસ્ટન્સી આવે એટલે સ્ટવ બંધ કરી દો.આ બાસુંદી બની ગયા બાદ થોડી ઠંડી થવા દો.

7) ઠંડી પડતા જ હેન્ડબ્લેન્ડરની મદદથી વધુ સ્મૂથ બનાવી શકાય.ઠંડી પડી ગયા બાદ બે થી ત્રણ કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી અને પછી સર્વ કરવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે, અને જેમ-જેમ ઠંડી પડે તેમ એકદમ સરસ ઘટ પણ બંને છે. આ બાસુંદી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. જે તમને અને તમારા પરિવારો ને ખુબ જ પસંદ આવશે.તો અત્યારે સીતાફળની સીઝન છે.તો આ સીઝનમાં જ બનાવજો સીતાફળ બાસુંદી અને એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *