સીઝલર – અવારનવાર લગ્ન પ્રસંગે તો તમે જમતા જ હશો હવે તમે જાતે પણ ઘરે જ બનાવો…

અત્યારે ઇન્ટરનેશનલ ફૂડ નો ટ્રેન્ડ ખૂબ છે તેમાય કિડ્સ અને યંગ જનરેશનનું તો ખૂબજ ફેવરીટ.

આજ હું તમને એવીજ એક ડિશ શીખવાશડવાની છું જે છે એક ઇન્ટરનેશનલ ડિશ પણ અત્યારે ઇન્ડિયન લોકોની મોસ્ટ ફેવરિટ ડિશ બની ગઇ છે. તો ચાલો બનાવીએ,

સીઝલર

મે અહિં ચાર વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૧ પ્લેટ રાંધેલા પાસ્તા

• ૧ પ્લેટ રાંધેલા ભાત

• ૧ પ્લેટ ફ્રાઇ કરેલી ચિપ્સ

• ૧ મોટું કેપ્સીકમ

• ૪ નાના વિદેશી ટમેટાં

• ૧૦૦ ગ્રામ બ્રોકલી

• ૧૦૦ ગ્રામ ફણસી

• ૧ મોટી ડુંગરી ઝીણી સમારેલી

• ૧ મોટું ટમેટુ ઝીણુ સમારેલુ

• મીઠું સ્વાદઅનુસાર

• પીરી પીરી મસાલા ૧ ચમચી અથવા ચિલી ફ્લેક્સ

• ૧ ચમચો ટોમેટો કેચઅપ

• કોબીચના થોડા પત્તા

• તેલ

રીત:

૧ પાસ્તા રેડી કરી લેવા.

૨ રાંઘેલા ભાત રેડી કરી લેવા મે અહિં જીરા રાઇસ લીધા છે તમે સાદા મીઠું નાખેલા ભાત પણ લઇ શકો છો.

૩ બટેટાની ચિપ્સ તળીને મીઠું નાખીને રેડી કરી લેવી.

૪ એક લોયામાં એક ચમચો તેલ ગરમ કરી ઝીણી સમારેલી ડુંગરી એડ કરવી.

૫ ડુંગરી ગુલાબી રંગની થાય એટલે તેમા ઝીણુ સમારેલુ ટમેટુ એડ કરવું.

૬ ટમેટુ ચડે એટલે તેમા મીડીયમ સમારેલા બ્રોકલી અને ફણસી એડ કરવા.

૭ તેમા પીરી પીરી મસાલો,મીઠું અને ટોમેટો કેચઅપ એડ કરીને થોડુંક પાણી ઉમેરીને ઉપર ઢાંકીને ચડવા દેવુ.

૮ ટમેટા અને મરચાને અંદરનો પ્લપ કાઢીને ભાતથી ભરીને વરાળે બાફી લેવા ટમેટાનો પ્લપ બ્રોકલી વાળા મિક્ષરમાં એડ કરી દેવો.

૯ એક હેન્ડલ વાળુ નોનસ્ટિક ગરમ મુકીને એક પ્લેટમાં નીચે કોબીચનાં પત્તા પાથરવા ઉપર રેડી કરેલી બધી સામગ્રી અને તે પ્લેટ નોનસ્ટિક ઉપર મુકીને એકદમ ઠંડુ પાણી અને તેલ એક વાટકીમાં મિક્ષ કરીને નોનસ્ટિકની ફરતુ રેડવુ એટલે એકદમ છણછણસે અને સીઝલરમાં હોટેલ જેવીજ સ્મોકી સ્મેલ આવી જસે.

તો તૈયાર છે હોટ એન્ડ સ્પાઇસી હોટેલ જેવુજ સીઝલર.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *