એકદમ સોફ્ટ કાંદા બટેકા પૌઆ બનાવાની રેસીપી

આજે આપણે એક ખુબ જ કોમન અને લગભગ દરેક ના ઘર માં બનતી આઈટમ એવી કાંદા બટેકા પૌઆ બનાવની રેસીપી જોઇશુ. આ રેસીપી માં તમારે બટેકા પૌઆ એકદમ સોફ્ટ બને તેની ટીપ જોવાની છે તો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી :

  • ૨-૩ ચમચી તેલ
  • ૧ ચમચી રાય
  • અડધી ચમચી જીરું
  • ૭-૮ મીઠા લીમડાના પાન
  • ૨ – જીણા સમારેલા લીલા માર્ચ
  • થોડા શીંગ દાણા પસંદ અનુસાર
  • અડધી ચમચી – હળદર
  • અડધી ચમચી મીઠું
  • ૧ જીણું સમારેલું બટકું
  • ૧ કપ પાણી
  • ૨ ચમચી મીઠું ( ફરી થી )
  • ૨ ચમચી ખાંડ
  • ૧.૫ લીંબુ
  • ૪ કપ – પૌઆ
  • જીણી સમારેલી કોથમીર

સૌ થી પેલા એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં રાય નાખી દો, જીરું નાખી દો ,

બંને વસ્તુ ફૂટે એટલે મીઠા લીમડા ના પાન નાખી દો , ત્યાર બાદ જીણા સમારેલા લીલા મરચા , શીંગ દાણા નાખી દો , મિક્સ કરી લો ,

હળદર નાખી દો , મીઠું નાખી દો , સમારેલું બટકું નાખી દો , બધું બરાબર મિક્સ કરી લો અને ઢાંકી દઈ બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે.

બટેકા બરાબર ચડી જાય એટલે હવે એક કપ પાણી લો , તેમાં મીઠું અને ખાંડ નાખી દો અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી તેમાં દોઢ લીંબુ નો રસ નાખી અને બરાબર મિક્સ કરી લો.

તમને એમ થશે કે લીંબુ મીઠું ખાંડ આ રીતે પાણી માં કેમ ? તો આજ ટીપ છે જે તમારા પૌઆ ને એકદમ સોફ્ટ બનાવશે. આપણે લીંબુ મીઠું અને ખાંડ તેલ માં નઈ નાખીએ પણ આ રીતે પાણી માં ઓગાળી ને નાંખીશુ જેના થી પૌઆ સોફ્ટ બને તમે પણ આ રીતે બનાવી જોજો .

હવે આ પાણી ને બટેકા કાંદા જે કૂક થઇ ગયા છે તેમાં નાખી દેવાનું છે. પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે પૌઆ નાખી દો , ( બટેકા પૌઆ બનાવના પૌઆ ને બનાવાનું ચાલુ કરો તે પેલા ધોઈ અને પાણી નિતારવા ચાયણી માં મૂકી દેવા) બરાબર મિક્સ કરી લો અને સરસ મિક્સ થઇ જાય એટલે જીણી સમારેલી કોથમીર નાખી દો અને મિક્સ કરી લો.

ઉપર ગર્નીશ માં તમારી પસંદ નું ચવાણું , સેવ , મસાલા બુંદી , દાડમ ના દાણા કઈ પણ લઇ શકો.

તો આ જે ટિપ્સ બતાવી તે જરૂર થી એક વાર પૌઆ બનાવો ત્યારે ટ્રાય કરજો. અને તમારો અભિપ્રાય પણ ચોક્કસ થી જણાવો.

વિડિઓ લિંક :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *