સહુના ફેવરીટ સ્પાઈસી પનીર પકોડા, આ વિકેન્ડ પર જરૂર ટ્રાય કરજો…

સહુના ફેવરીટ સ્પાઈસી પનીર પકોડા

ભજીયા આપણા ગુજરાતીઓના ફેવરીટ છે અને સમગ્ર ભારતમાં ભજીયાને વિવિધ નામો આપીને ખવાય છે. જેમ કે ઉત્તર ભારતમાં તેને પકોડા કહેવામાં આવે છે. સામાન્ય રીતે પનીર એ ગુજરાતી આઇટમ નથી પણ ઉત્તર ભારતની આઈટમ છે અને પનીર પકોડા એ નોર્થ ઇન્ડિયામાં ખુબ જ માનીતા પકોડા છે.

અને નાના-મોટા બધા તેને રસપૂર્વક ખાતા હોય છે. લગ્નોમાં પણ સ્ટાર્ટર તરીકે ઘણી જગ્યાએ પનીર પકોડા પીરસવામાં આવે છે. તો આજે ક્રીતીકા બેન તમારી માટે લાવ્યા છે પનીર પકોડા બનાવવાની ઇઝી રેસીપી.

પનીર પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી

200 ગ્રામ પનીર

½ કપ ચણાનો લોટ

4 ચમચી દહીં

2 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ

1 નાની ચમચી ચાટ મસાલો

1 નાની ચમચી ધાણા જીરુ પાવડર

મીઠુ સ્વાદ પ્રમાણે

અરધી નાની ચમચી ઓરેન્જ કલર

લીલી ચટની બનાવવા માટેની સામગ્રી

50 ગ્રામ કોથમીર

1 મીડીયમ ટામેટુ

અરધો ઇંચ આદુનો ટુકડો

4-5 લીલા મરચા તીખાશ પ્રમાણે

અડધી ચમચી લીંબુનો રસ

પનીરના પકોડા બનાવવાની રીત

સૌ પ્રથણ ચટની માટેની સામગ્રી એક મીક્સરમાં લઈ ચટની બનાવી લેવી. તેને બાજુ પર મુકી દેવી.

એક બોલ લેવો તેમાં અડધો કપ ચણાનો લોટ એડ કરવો.

હવે તેમાં ચાર ચમચી દહીં એડ કરવું. અને બન્ને સામગ્રીને વ્યવસ્થીત રીતે મીક્સ કરી લેવી.

હવે તેમાં થોડું પાણી એડ કરીને તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. જરા પણ લંગ્સ ન રહેવા જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે તેમાં ધાણાજીરુ પાવડર, લાલ મરચુ પાઉડર, ચાટ મસાલા પાઉડર, આદુ લસણ અને મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠુ એડ કરી લેવા

હવે આ બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરી લેવી.

200 ગ્રામ પનીર લઈ તેના તમને ગમતી સાઇઝમાં ચોરસ ટુકડા કરી લેવા.

હવે પનીરને એક એક કરી એડ કરવું. અને તેને હળવા હાથે બરાબર મીક્સ કરી લેવું. એટલે કે પનીર બરાબર ખીરામાં મેરીનેટ કરવું.

પનીર સોફ્ટ હોવાથી હળવા હાથે જ મીક્સ કરવું. નહીંતર પનીર ટુટી જશે. અને પકોડા બરાબર નહીં પડે.

હવે તેને 10-15 મીનીટ માટે મેરીનેટ કરવા મુકી દેવું.

હવે પનીરના પકોડા તૈયાર કરવા માટે તેલ ગરમ કરવા મુકી દેવું.

તેલ ગરમ થાય એટલે તેમાં એક એક પનીરના પીસ બરાબર ખીરાથી કોટ કરીને તેને તેલમાં તળી લેવા.

એકવારમાં ત્રણથી ચાર પીસ પનીર જ તળાવા માટે મુકવા. પકોડાને હાઈ ફ્લેમ પર તળવાના છે.

પનીર પકોડા બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવા.

તો તૈયાર છે પનીર પકોડા. તેને લીલી ચટની તેમજ ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે. પનીર પકોડાને તમે મેઈન કોર્સમાં સાઈડ ડીશ તરીકે પણ બનાવી શકો છે.

ટીપ – ખીરાને વધારે પ્રવાહી ન કરી દેવું. તેને થોડું જાડું રાખવું.

સર્વીંગ ટીપ – તમે પનીર પકોડાને ટુથ પીકમાં ભરાવીને પણ એઝ અ સ્ટાર્ટર સર્વ કરી શકો છો. ઘરમાં નાની પાર્ટી રાખી હોય ત્યારે આ રીતે સર્વ કરવું ઇઝી રહે છે.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

પનીર પકોડાની વિગતવાર રેસીપી નીચે આપેલી વિડિયોમાં જુઓ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *