સ્પ્રાઉટ ફ્રેન્કી – બાળકોને નુડલ્સ ફ્રેન્કી નહિ પણ ફણગાવેલ કઠોળમાંથી બનાવી આપો આ ફ્રેન્કી…

“સ્પ્રાઉટ ફ્રેન્કી”

કેમ છો દોસ્તો ફણગાવેલા મગ તો સૌ કોઈ ખાતા જ હશે. સૌના ઘરે ફણગાવેલા મગ અને મઠ બનતા જ હશે. ફણગાવેલા મગમાં વિટામિન ઈ બી અને સી હોય છે..

ફણગાવેલા મગમાં મેગ્નેશિયમ,પોટેશિયમ, અને આયર્ન, હોય છે ફણગાવેલા મગમાં પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે ફણગાવેલા મગ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફણગાવેલા મગ ખાવાથી આપણી પાચનક્રિયા પણ સારી રહે છે .તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે…. તો ચાલો આજે આપણે જોઈએ ફણગાવેલા “મગ ની ફ્રેન્કી” બનાવીએ જે નાના-મોટા સૌને ભાવે…….

સામગ્રી

  • એક બાઉલ – ફણગાવેલા મગ અને મઠ
  • એક નાની – ઝીણી સમારેલી ડુંગળી
  • નાનુ ઝીણું સમારેલુ – ટામેટું
  • એક ચમચી – ચીલી ફ્લેક્સ
  • એક ચમચી – ઓરેગાનો
  • એક ચમચી – મરચું પાવડર
  • અડધી ચમચી – હળદર
  • ચાર ચમચી – તેલ
  • એક ચમચી – રાઈ
  • એક ચમચી – જીરું
  • એક બાઉલ – ઘઉંનો લોટ
  • અડધો બાઉલ – માયોનિઝ
  • ત્રણથી ચાર ચમચી – વેજ તંદુરી માયોનીઝ
  • મીઠું – સ્વાદ પ્રમાણે

રીત :-

સૌ પ્રથમ આપણે એક કડાઈ લઈશું એ કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. પછી તેમાં બે ચમચી તેલ નાખી શું હવે તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડી રાઈ નાખીશું

હવે રાઈ ફૂટી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખીશું.. ત્યારબાદ તેમાં હળદર, મરચું પાવડર , એડ કરીશું હવે તેમાં મગ અને મઠ એડ કરીશું…

ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ,એડ કરી શું મરચું પાવડર ,એક ચમચી અડધી ચમચી હળદર, પાઉડર નાખી શુંઅને અડધો ગ્લાસ પાણી રેડી દઈશું ..ત્યારબાદ પાંચથી સાત મિનિટ ચડવા દેવું….

હવે આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈશું એ ઘઉંના લોટમાં બે ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું ત્યારબાદ એ લોટને આપણે રોટલીના લોટ જેવો બાંધી લઈશું અને એને પાંચેક મિનિટ રેસ્ટ આપીશું.

ત્યારબાદ આપણે રોટલીના લોટ ની કાચી-પાકી રોટલી કરી લઈશું

હવે આપણે થઈ ગયેલા ફણગાવેલા મગ અને મઠ ને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં અડધો બાઉલમાં માંયોનિઝ અને વેજ તંદુરી મેયોનીઝ એડ કરીશું એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ ,અડધી ચમચી ચાટ મસાલો ,અને ૧ ચમચી ઓરેગાનો ,એડ કરી તેમાં ૧ ઝીણું સમારેલું ટામેટું , એક ઝીણી સમારેલી ડુંગળી ,બધું મિક્સ કરી લઈશું અને હલાવી દઈશું….

હવે આપણે કાચી-પાકી થયેલી રોટલીને ઉપર ટામેટો સોસ લગાવી દઈશું. ત્યાર પછી તેની ઉપર આપણે તૈયાર કરેલું મગ અને સ્ટફિંગ એડ કરી દઈશું અને રોલ વાડી લઈશું

હવે તૈયાર થયેલી ફ્રેન્કી બટરમાં શેકી લઈશું

તો તૈયાર છે એકદમ “હેલ્થી ફ્રેન્કી”

રસોઈ ની રાણી :- રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *