આલ્મડ-બનાના સ્મુધી – ઘરે બેઠા હેલ્થનું રાખો ધ્યાન બનાવો આ સ્મુધી અને ઘરે બેઠા આનંદ માણો..

આલ્મંડ બનાના સ્મુધી એક સરળ, પૌષ્ટિક અને જલ્દી બની જતું ઇંડિયન બ્રેક્ફાસ્ટ છે. તેમાં સુગરના બદલે ખજુર ઉમેરીને વધારે હેલ્ધી બનાવ્યુ છે. બદામ પણ મગજ શક્તિ માટે ખૂબજ લાભદાયક છે. સ્મુધીમાં આલ્મંડ-બદામ ઉમેરવાથી તેની પૌષ્ટિક્તામાં ઓર વધારો થાય છે. આલ્મંડ આપણા કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેંસ કરે છે, ડાયબેટિક માટે આલ્મંડ ખૂબજ ફાયદાકરક છે. તો આ સ્મુધીમાં ઉમેરેલા બનાના પોટેશિયમથી ભરપૂર છે. પોટેશિયમ હાર્ટબીટ અને શરીરમાં રહેલું પાણીનું લેવલ નોર્મલ રાખે છે. વધ ઘટ થવા દેતું નથી.

બનાનામાં સોડિયમ બીલકુલ ઓછા પ્રમાણમાં રહેલું છે. જેથી હાર્ટ માટે સારુ છે. બનાના આંતરડાની પ્રક્રીયા સરળ બનાવે છે.

સ્મુધીમાં રહેલા મિલ્કમાં ખૂબજ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. જે હાડકા અને શરીરની અનેક ક્રીયા-પ્રક્રીયા માટે ઉપયોગી છે.

આલ્મંડ-બનાના સ્મુધીમાં સુગર એવોઇડ કરવામાં આવી છે. એ પણ હેલ્થ માટે સારું પાસુ કહી શકાય. હેલ્ધી બાળકો, લોકો તો આ સ્મુધી પી શકે છે, પણ બિમાર લોકો પણ આ સ્મુધી લે તો તેની હેલ્થ રીકવર થાય છે.

આ ઉપરાંત આ સ્મુધીમાં વપરાયેલા બનાના, આલ્મંડ, ખજુર અને મિલ્ક માર્કેટમાં ખુબજ સરળતાથી મળી રહે છે. તેમજ આ બધું ઘરના બધાના રસોડામાં સામાન્ય રીતે હોય જ છે. તેથી આલ્મંડ બનાના સ્મુધી એક રીતે હેંડી કહી શકાય. તેમાં ઉમેરવામાં આવેલ ખજુર પર્ફેક્ટ હેલ્ધી નેચરલ સ્વીટનર છે. જે સ્મુધીને પર્ફેક્ટ્લી સ્વીટ બનાવવાની સાથે સાથે શરીરને એનર્જી પણ આપે છે. બનાવવા માટે ખૂબજ ઓછા ઇંગ્રેડિયંટ્સની જરુર પડે છે.

આમ આ અને આવા અનેક ફાયદાઓ ધરાવતું આલ્મંડ બનાના સ્મુધીની રેસિપિ હું અહીં આપી રહી છું જે બધાને ખુબજ ભાવશે અને ફાવશે.

આલ્મડ-બનાના સ્મુધી બનાવવા માટેની સામગ્રી :

  • 1 થી 1 ½ કપ ચિલ્ડ બનાનાના પીસ
  • 10-12 આલ્મંડ
  • 1 ½ કપ ગાયનું ચિલ્ડ દુધ
  • ½ ટી સ્પુન વેનીલા એસેંસ અથવા
  • ½ ટી સ્પુન એલચી
  • 2-3 ખજૂર ઠળિયા કાઢેલા
  • 1 ટી સ્પુન અધકચરા કરેલા પિસ્તા

આલ્મડ-બનાના સ્મુધી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 10-12 આલ્મંડ પાણીથી ધોઇને ગરમ પાણીમાં ½ કલાક પલાળી રાખો. જેથી આલ્મંડના ફોતરા સરળતાથી કાઢી શકાય અને ગ્રાઇન્ડ કરવાથી સરસ સ્મુધ પેસ્ટ થઇ શકે. કણી જેવું ના રહે. સરખા રિઝલ્ટ માટે 1-2 કલાક સાદા પાણીમાં પલાળી રાખી શકાય.

ખજુરને પણ જરા ધોઇને પાણીમાં 5-10 મિનિટ પલાળી રાખવો. જેથી સરસ સ્મુધ પેસ્ટ બને.

પાકા બનાનાની છાલ ઉતારી તેના નાના પીસ કરી એક બાઉલમાં ભરીને 10 -15 મિનિટ ફ્રીઝરમાં મૂકી ચિલ્ડ કરી લ્યો.

હવે ગ્રાઇંડરનું ચટણી માટેનું નાનું જાર લઇ તેમાં ખજુર અને ફોતરા કાઢેલી આલ્મંડ ઉમેરી સ્મુધ, ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો. હવે સાઇડ પર રાખો.

હવે મોટો જાર લઇ 1 ½ કપ ગાયનું ચિલ્ડ દુધ જારમાં પોર કરો.

તેમાં ફ્રીઝરમાં રાખેલા બનાના ના 1 ½ કપ ચિલ્ડ પીસ ઉમેરો.

ત્યારબાદ તેમાં ખજુર આલ્મંડની બનાવેલી પેસ્ટ ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન વેનીલા એસેંસ અથવા ½ ટી સ્પુન એલચી ઉમેરો.

બધું એક સાથે ગ્રાઇંડરમાં એકરસ અને ફ્રોધી થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી લ્યો.

તો હવે રેડી છે ખૂબજ પૌષ્ટિક, ક્વીક અને ઇઝી આલ્મંડ-બનાના સ્મુધી.

હવે સર્વિંગ ગ્લાસમાં આલ્મંડ-બનાના સ્મુધી પોર કરો ( 4 ગ્લાસ સ્મુધી બનશે).

બધા સર્વિંગ ગ્લાસમાં ઉપરથી અધકચરા કરેલા પિસ્તાથી ગાર્નિશ કરો.

નાની નાની અમ્બરેલા અને સ્ટ્રો પાઇપ સર્વિંગ ગ્લાસમાં મૂકો. ત્યારબાદ ડેકોરેટ કરેલા સર્વિંગ ગ્લાસને સર્વિંગ ટ્રેમાં મૂકીને ઘરે આવેલા ગેસ્ટને આ આલ્મંડ-બનાના સ્મુધી સર્વ કરો.

બાળકોથી માંડીને મોટા વડીલો સુધીના બધી એઇજવાળા વ્યક્તિઓ માટે આલ્મંડ-બનાના સ્મુધી હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. તો જરુરથી આ હેલ્ધી સ્મુધી મારી આ રેસિપિને ફોલો કરીને બનાવો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *