સ્ટફડ પાલક પરોઠા – આલુ પરાઠા ખાવા માટેની ફરમાઈશ આવે ત્યારે બાળકોને બનાવી આપો આ હેલ્થી પરાઠા…

સ્ટફડ પાલક પરોઠા :

પરોઠા તો બધાજ ઘરોમાં આવારનવાર બનતા હોય છે. અહીં હું ન્યુટ્રીશ્યશ, યમ્મી સ્ટ્ફડ પાલક પરોઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરોઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરોઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરોઠા ઓઇલમાં રોસ્ટ કરીને પાલક પરોઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબજ ટેસ્ટી બને છે, બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરોઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરોઠા ચોક્કસથી બનાવજો.

પાલક પરોઠા બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ ઘઊંનો લોટ ( રોટલી માટેનો )
  • ½ ટી સ્પુન સોલ્ટ
  • ½ ટી સ્પુન અજમા
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 ટેબલ સ્પુન ઓઇલ –મોણ માટે
  • 100 ગ્રામ પાલક – બારીક કાપેલી
  • 2 બાફેલા બટેટા
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • ½ ટી સ્પુન ધાણાજીરુ પાવડર
  • 2 લીલા મરચા બારીક કાપેલા
  • 3-4 મોટી લસણની કળી + 1 ઇંચ આદુનો ટુકડો ની પેસ્ટ
  • 1 ટી સ્પુન આમચુર પાવડર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ઓઇલ પરોઠા રોસ્ટ કરવા માટે

પાલક પરોઠા બનાવવાની રીત :

સૌ પ્રથમ બટેટા બાફી તેની છાલ ઉતારી મેશ કરી લ્યો.

પાલકની ભાજી પાણીથી ધોઈને પાણી નિતારી કપડાથી બરાબર કોરી કરી લ્યો. ત્યારબાદ એકદમ બારીક કાપી લ્યો.

ત્યારબાદ એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 1 ½ કપ ઘઉંનો લોટ લઈ તેમાં ½ ટી સ્પુન અજમા, 1 ટી સ્પુન આખુ જીરું અને 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લ્યો. લોટ સોફ્ટ બાંધવાથી વણતી વખતે પરોઠામાંથી સ્ટ્ફીંગ બહાર નહી આવે. સરસ પરોઠા વણાશે.

લોટ બંધાઇ ગયા પછી તેના પર ઓઇલ લગાવી, તેને ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપો.

સ્ટ્ફીંગ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં બારીક સમારેલી પાલક ઉમેરો.

તેમાં બારીક સમારેલા 2 લીલા મરચા અને લસણ – મરચાની પેસ્ટ ઉમેરો.

હવે તેમાં બાફેલા બટેટા મેશ કરી લ્યો. તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, ½ ટી સ્પુન ધાણાજીરુ પાવડર, 1 ટી સ્પુન આમચુર પાવડર અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી મિક્ષ કરી લ્યો. તેનાં એકસરખા 8 ભાગ કરી લ્યો.

ત્યારબાદ રેસ્ટ આપેલા લોટને ફરીથી મસળીને સોફ્ટ બનાવી લ્યો. તેમાંથી 8 એકસરખા લુવા બનાવો.

હવે તેમાંથી એક લુવો લઈ અટામણ લઈ મિડિયમ સાઈઝની રોટલી વણી લ્યો. તેમાં વચ્ચે એક ભાગનું સ્ટફીંગ મુકો. ફરતેથી રોટલીની કિનાર ભેગી કરીને વચ્ચે લાવી સીલ કરી લ્યો. ( પિક્ચરમાં બનાવ્યા પ્રમાણે ).

ત્યારબાદ લુવાની બન્ને બાજુ લોટ્નું અટામણ લઈ, હલકા હાથે પરોઠું વણી લ્યો. હવે તેને એક પ્લેટમાં મૂકી તેના પર પણ થોડો લોટ સ્પ્રીંકલ કરી લ્યો.

જેથી તેના પર બીજું પરોઠું મૂકવાથી સ્ટીક ના થઈ જાય. આ રીતે બાકીના લુવામાંથી પરોઠા વણીને એક પ્લેટમાં મૂકો. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ).
હવે સાદા તવામાં કે નોન સ્ટીક તવાને મિડિયમ ફ્લૈમ પર ગરમ કરીને તેમાં એક પરોઠું મૂકો.

બન્ને બાજુ એકવાર ઓઇલ મૂક્યા વગરજ થોડું લાઇટ પિંક રોસ્ટ કરી લ્યો. ત્યારબાદ બન્ને બાજુ ઓઇલ મૂકી થોડું પ્રેસ કરતા જઈ, વારા ફરતી ગોલ્ડન બ્રાઉન રોસ્ટ કરી લ્યો. પ્રેસ કરવાથી પરોઠા ફુલશે અને સોફ્ટ બનશે. તેમજ અંદરની ભાજી તેની વરાળથી સરસ બફાઇ જશે. જરુર પડે તો પરોઠાને એકાદવાર વધારે ફ્લીપ કરીને બરાબર કૂક થાય એ રીતે રોસ્ટ કરી લ્યો.

( મિડિયમ ફ્લૈમ પર જ પરોઠા રોસ્ટ કરવા ). આ રીતે બધા જ પરોઠા ઓઇલમાં રોસ્ટ કરી લેવા. તો હવે સર્વ કરવા માટે ગરમાગરમ હેલ્ધી અને એનર્જીયુક્ત સ્ટ્ફ્ડ પાલક પરોઠા રેડી છે. ગમે ત્યારે ખાઈ શકાય તેવા આયર્નથી ભરપૂર આ હેલ્ધી ટેસ્ટી પરોઠા તેમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવજો. ત્મારા મિત્રોને આ સ્ટફ્ડ પાલક પરોઠાની રેસિપિ શેર કરજો. જેથી તેઓ પણ હેલ્ધી પરાઠાનો ટેસ્ટ માણી શકે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *