સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ – સવારના નાસ્તામાં કે રાત્રે જમવામાં પણ બનાવી શકાય એવી વાનગી…

આ ઠંડીની સિઝનમાં ગ્રીન ફ્રેશ મટર સરળતાથી માર્કેટમાં મળતા હોય છે. હેલ્થ માટે સારા એવા ગ્રીન ફ્રેશ મટર નાના મોટા બધાને ખૂબજ ભાવતા હોય છે. સવારના નાસ્તામાં કે ડીનરમાં ખાઇ શકાય છે. બાળકોને નાસ્તા બોક્સમાં પણ આપી શકાય છે. સ્વાદમાં ખૂબજ ટેસ્ટી અને હેલ્થ માટે ગુણકારક એવા સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ આજે જ તમારા મેનુ લિસ્ટમાં નોટ કરી લેજો.

સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ બનાવવા માટે ની સામગ્રી :

  • 1 ½ કપ સોજી
  • 1 ½ કપ ફ્રેશ ગ્રીન મટર
  • 1 કપ દહીં
  • ½ ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ
  • 2 લીલા મરચા – અધકચરા વાટેલા
  • 1 ડુંગળી બારીક કાપેલી
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • ¼ લાલ મરચુ પાવડર
  • ¼ ગરમ મસાલો
  • ½ ટી સ્પુન આમચૂર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • કુકિંગ ઓઇલ
  • કોથમરી ગાર્નિશિંગ માટે

સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ બનાવવા માટે ની રીત :

એક મોટા બાઉલમાં 1 ½ સોજી લ્યો. તેમાં 1 કપ દહીં ઉમેરી મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં ¾ કપ પાણી ઉમેરીને મિક્સ કરો.

20 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.

હવે એક પેન લઇ તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ લ્યો.

તેમાં 1 ટી સ્પુન આખું જીરું ઉમેરી તતડે એટેલે તેમાં બારીક સમારેલી ઓનિઓન ઉમેરી દ્યો.

અધકચરી કૂક થાય એટલે તેમાં ફ્રેશ ગ્રીન મટર, ¼ ટી સ્પુન હળદર અને 2 અધકચરા ખંડેલા મરચા ઉમેરી મિક્સ કરી દ્યો.

ત્યારબાદ મીઠું ઉમેરી ફરી મિક્સ કરી, થોડું કૂક થાય એટલે તેમાં ¼ ટી સ્પુન લાલ મરચું અને ¼ ટી સ્પુન ગરમ મસાલો અને ¼ ટી સ્પુન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરો અને પાણી ઉમેર્યા વગર જ ¾ કૂક કરો.

*મટર નું મિશ્રણ પુરેપુરું કૂક કરવાનું નથી.

મિશ્રણ ઠંડું પડે એટલે તેને અધકચરું ગ્રાઇંડ કરો.

ગ્રાઇંડ કરેલા મિશ્રણને પ્લેટમાં ટ્રાંસફર કરી તેનાં 4 એકસરખા બોલ્સ બનાવો. એક બાજુરાખી દ્યો.

*હવે સોજી અને દહીંના મિશ્રણવાળું બાઉલ લ્યો.

તેમાં ½ કપ અથવા જરુર મુજબ પાણી ઉમેરો. ઉત્પમ ના બેટર જેવી કંન્સિસટંસી રાખવાની છે.

હવે તેમાં જરુર મુજબ મીઠું અને ½ ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન ઇનો ફ્રૂટ સોલ્ટ અને તેના ઊપર 1 ટેબલ સ્પુન જેટલું પાણી ઉમેરી તેમાં બબલ્સ થાય એટલે ચમચાથી એકદમ ફીણી લ્યો. સરસ ફ્લફી બેટર થએ જશે.

*હવે નોન સ્ટીક પેન લઇ તેમાં 1 ટી સ્પુન જેટલું ઓઇલ મૂકી, તેમાં 2 ચમચા જેટલું સોજી ના મિશ્રણનું 5 ઇંચ જેટલું સર્કલ માં સ્પ્રેડ કરો. તેના પર મટરના વાળેલા બોલની પાતળી થેપલી બનાવી વચ્ચે ના ભાગ માં મુકો.

ત્યારબાદ તે મટરની થેપલી ઢંકાય જાય તે રીતે તેના પર 1 ચમચો સોજીનું મિશ્રણ સ્પ્રેડ કરો.

થોડું ફરતે ઓઇલ મુકી ગોલ્ડન બ્રાઉન થાય અથવા તો સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ બરાબર કૂક થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

નીચેની સાઇડ ગોલડન બ્રાઉન થઇ જાય એટલે તેને પલટાવી બાકીની સાઇડને કૂક કરો.

આમ પોકેટ્સ બન્ને બાજુએથી કૂક થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં મૂકી, તેને વચ્ચે થી કટ કરીને, 2 ભાગ કરીને મૂકો. જેથી સ્ટફીંગ વચ્ચેથી દેખાય શકે.

સ્ટફ્ડ મટર સોજી પોકેટ્સ કોથમરી થી ગાર્નિશ કરીને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *