સ્ટફ્ડ કેબેજ પરાઠા – નાસ્તા માટે કે ડીનર માટે ફટાફટ બની જતા આ પરાઠા ઘરમાં બધાને પસંદ આવશે…

સ્ટફ્ડ કેબેજ પરાઠા :

રેગ્યુલર નાસ્તામાં કે ભોજનમાં સામાન્ય રીતે આપણે સાદા પરોઠા બનાવતા હોઈએ છીએ. આ ઉપરાંત નાસ્તા માટે કે ડીનર માટે અનેક પ્રકારના સ્ટફ્ડ પરાઠા પણ બનાવવામાં આવતા હોય છે. જેવાકે મૂલી પરાઠા, આલુ પરાઠા, ચીઝ ઓનિયન પરાઠા, પનીર પરાઠા કે વેજીટેબલ પરાઠા, દાલ પરાઠા …. આમ પરાઠાની ખુબજ વેરાયટી છે.

અહીં હું આપસૌ માટે સ્ટફ્ડ પરાઠા બનાવવાની રેસીપી આપી રહી છું. જે ખૂબજ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. ઘણી વખત બાળકો કે અમુક મોટા લોકોને પણ કેબેજ ખાવી પસંદ નથી હોતી. તો તેના માટે આ પરાઠા બનાવી શકાય. ખુબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતા આ કેબેજ પરાઠા તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાજ કેબેજ ખાવાનું પસંદ કરવા લાગશે.

સ્ટફ્ડ કેબેજ પરાઠા બનાવવા માટેની સામગ્રી :

  • ૨ ૧/૨ કપ બારીક ખમણેલી કેબેજ
  • ૫ મીડીયમ સાઇજ્હના બટેટા
  • ૩/૪ કપ બારીક ખમણેલી ઓનિયન
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ૧ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ
  • ૧ ટી સ્પુન મરી પાવડર
  • ૧ ટીસ્પુન આખું જીરું
  • ૧ ટી સ્પુન ચાટ મસાલો
  • ૧ ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર
  • ૩-૪ ટેબલ સ્પુન કોથમરી
  • ઓઈલ પરાઠા શેકવા માટે – જરૂર મુજબ

પરાઠા ના લોટ માટે :

  • ૪ કપ ઘઉંનો લોટ
  • ૩ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ૧ ટીસ્પુન મરી પાવડર
  • કેબેજ ઓનિયનમાંથી નીતારેલું પાણી
  • સાદું પાણી

સ્ટફ્ડ કેબેજ પરાઠા બનાવવાની રીત :

સૌ પ્રથમ કેબેજ અને ઓનિયન બારીક ખમણી લ્યો. ત્યારબાદ તેમાં થોડું સોલ્ટ ઉમેરી, મિક્ષ કરી ૫ મિનીટ રેસ્ટ આપો.

ત્યારબાદ કેબેજ – ઓનિયનનાં આ મિશ્રણ મુઠીમાં દબાવીને તેમાંથી મીઠાનું થયેલ પાણી એક બાઉલમાં કાઢી લ્યો. (આ પાણીથી લોટ બાંધવાથી પરાઠા હેલ્ધિ બનશે અને પરાઠા શેકાશે ત્યારે સરસ અરોમા આવશે).

હવે નિતારેલી કેબેજ – ઓનિયનનાં આ મિશ્રણને એક મિક્ષિન્ગ બાઉલમાં મુકો. તેમાં હવે તેમાં બાફેલા બટેટા ખમણી લ્યો જેથી લમ્સ ના રહે.

ત્યારબાદ આ કેબેજ – ઓનિયનનાં મિશ્રણમાં સોલ્ટ સ્વાદ મુજબ, ૧ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ, ૧ ટી સ્પુન મરી પાવડર, ૧ ટીસ્પુન આખું જીરું, ૧ ટી સ્પુન ચાટ મસાલો, ૧ ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર અને ૩-૪ ટેબલ સ્પુન કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે આ મિક્ષિન્ગ બાઉલને એકબાજુ રાખો.

હવે પરાઠાનો લોટ બાંધવા માટે એક બીજું મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં ૪ કપ ઘઉંનો લોટ ઉમેરી ૩ ટેબલ સ્પુન ઓઈલ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ૧/૨ ટી સ્પુન આખું જીરું, સોલ્ટ સ્વાદ મુજબ, ૧ ટીસ્પુન મરી પાવડર ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ કેબેજ ઓનિયનમાંથી નીતારેલું પાણી લઇ લોટમાં ઉમેરી લોટ બાંધો. બાકીનું સાદું પાણી લઇ થોડો સોફ્ટ –ટાઈટ લોટ બાંધો. સરસથી મસળી સોફટ બનેલા ડો પર ઓઈલ લગાવી ઢાકીને ૧૦ મિનીટ રેસ્ટ આપો.

૧૦ મિનીટ બાદ ફરીથી મસળી લ્યો. જેથી ડો થોડો વધારે સ્મુધ બનશે.

હવે એક મોટું લુવું લઇ લોટનું અટામણ લઇ થોડી જાડી અને મોટી રોટલી વણી લ્યો. હવે તેમાં વચ્ચે ૨-૩ ટેબલ સ્પુન જેટલું સ્ટફીગ મુકો.

ત્રિકોણ પરોઠું બનાવવા માટે ૩ સાઈડથી વણેલી રોટલીની કિનાર વચ્ચે સુધી લાવીને બેન્ડ કરો. બધી કિનાર ઉપરાઉપર આબે એ રીતે જરા પ્રેસ કરી લ્યો. જેથી પરાઠા શેકાતી વખતે ખુલી ના જાય. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ). આ પ્રમાણે બધા પરાઠા સ્ટફ કરી વાણી લેવા.

*તવાને મીડીયમ ફ્લેઈમ પર ગરમ મૂકી, ગરમ થાય એટલે તેમાં પરાઠું મુકો. ઉપરથી તવેથા વડે જરા પ્રેસ કરવાથી નાના બબલ જેવું દેખાશે, એટલે પરાઠું પલટાવી લ્યો. નીચેની સાઈડ પર બ્રાઉન થઇ ગયું છે. તેના પર ઓઈલ લગાવી ફરીથી પલટાવી બાકીની સાઈડ પર પણ ઓઈલ લગાવી શેકી લ્યો. સરસ બદામી સ્ટફડ કેબેજ પરાઠું શેકાઈને સર્વ કરવા માટે રેડી છે. આ પ્રમાણે બાકીના પરાઠા સરસ બદામી શેકી લ્યો.

બધાને ભાવે તેવા ગરમાગરમ, ખુબજ ટેસ્ટી અને હેલ્ધી સ્ટફ્ડ કેબેજ પરાઠા ખાટું અથાણું, ઓનિયન – ટામેટાંનું સલાડ અને મસાલા દહીં સાથે સર્વ કરો. ખૂબજ ટેસ્ટી લાગશે. તમે પણ મારી આ રેસીપી તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *