સ્વીટ રેડ ચિલિ સોસ – લાલ મરચાની સીઝન આવી ગઈ છે તો તમે ક્યારે બનાવશો આ સોસ…

શિયાળાની ગુલાબી ઠંડીની સાથે સાથે તીખા લાલ મરચાની પણ સિઝન ખીલે. લાલ મરચા ખાવાના શોખીનો માટે ગૃહિણીઓ લાલ મરચાની અવનવી વાનગીઓ હોંશે હોંશે બનાવવા લાગે. જેવીકે લાલ મરચાના ભજીયા, સામ્ભાર વાળા ભરેલા લાલ મરચા, લાલ મરચાની લીલા લસણવાળી ચટણી, પેપ્રીકા, ખાટા મરચા, લાલા મરચા નો ચણા ના લોટવાળો સમ્ભારો વગેરે…

તો આજે હું મરચાની તીખાશ સાથે મીઠાશ ઉમેરીને ભજીયા, સમોસા, બટેટા વડા, સેંડવીચ, ઢોક્ળા કે પુડલા સાથે ખાઇ શકાય તેવો, લાલ મરચાનો થોડો તીખો થોડો મીઠો એવા ટેસ્ટના સોસની રેસિપી આપી રહી છું. આ સોસ ખૂબજ ઓછી અને રેગ્ય્લર કિચન માંથી મળી જાય તેવી સામગ્રી માંથી જ બની શકે છે. તેમજ સૂર્ય ના તાપ માં આ સોસ બનાવવાથી વધારે ટાઇમ લાગે છે. ફ્લૈમ પર ઝડપ થી બને છે. તો લાલ મરચાની સિઝનનો લાભ લઇ, લાલ ચટાક, ચમક્તો તીખો-મીઠો સ્વીટ રેડ ચિલિ સોસ જરુરથી બનાવજો.

સ્વીટ રેડ ચિલિ સોસ બનાવવા માટેની સામગ્રી :

  • 200 ગ્રામ લાલ મરચા
  • ¾ કપ સુગર
  • 1 ટેબલ સ્પુન સોલ્ટ
  • 1 ટેબલસ્પુન વિનેગર

સ્વીટ રેડ ચિલિ સોસ બનાવવાની રીત :

સૌ પ્રથમ સરસ જાડા ગર વાળા 200 ગ્રામ લાલ મરચા લાવી પાણીથી ધોઇ લ્યો.

લાલા મરચાને કોરા કરીને, તેમાંથી બીયા કાઢી લ્યો.

ત્યારબાદ તેના ઉભા ચાર કટકા કરી લ્યો. તેમાંથી નાના કટકા પણ કરી શકો છો..

હવે ગ્રાઇંડરમાં બધાં મરચાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લ્યો. પેસ્ટ અધકચરી ગ્રાઇંડ થઇ હોય તો જાર માં થોડું પાણી ઉમેરી પેસ્ટમાં સ્પુન ફરતેથી ફેરવી બધી પેસ્ટ ભેગી કરી ફરીથી ગ્રાઇંડ કરી ફાઇન પેસ્ટ બનાવો.

હવે થીક બોટમનું નોન સ્ટીક પેન લ્યો.

ગ્રાઇંડ કરેલી લાલ મરચાની ફાઇન પેસ્ટ પેનમાં કાઢી લ્યો.

હવે ગેસની મિડિયમ ફ્લૈમ રાખી પેસ્ટ કૂક કરો. કૂક થશે એટલે તેમાં બબલ થશે અને પેસ્ટ થોડી થીક થશે.

સ્પેચ્યુલાથી સતત હલાવ્યા કરો, બોટમ પર સ્ટીક ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો.

હવે તેમાં ¾ કપ સુગર અને 1 ટેબલ સ્પુન સોલ્ટ ઉમેરી દ્યો.

બરાબર બધું મિક્સ કરીને સતત હલાવ્યા કરો. જેથી સુગર અને સોલ્ટ પ્રોપર્લી મેલ્ટ થઇ તેનું સિરપ થઇ પેસ્ટ સાથે બરાબર મિક્સ થઇ જાય.

આ મિક્સ્ચર બરાબર ઘટ્ટ થઇ સોસ જેવી કંન્સીસ્ટંસી થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

મિક્સ્ચર સરસ રેડ કલરનું થઇ જાશે. ત્યાર બાદ તેમાં ½ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી જરા (3-4 સેકંડ) કૂક કરી ફ્લેમ પરથી ઉતારી લ્યો.

ટિપ્સ : લેમન જ્યુસ ઉમેરવાથી સોસ લાંબો ટાઇમ સ્ટોર કર્યો હોય તો પણ તેમાં સુગરના ક્રિસ્ટલ થતાં નથી.

હવે સ્વીટ રેડ ચિલિ સોસ રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન વ્હાઇટ વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.

ટિપ્સ : ગરમ સોસ માં ક્યારેય વિનેગર મિક્સ કરવું નહિ. સ્ટોર કરવાથી લાંબા ટાઇમે સોસનો સ્વાદ કડ્છો થઇ શકે છે.

હવે સ્વીટ રેડ ચિલિ સોસને એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરી રેફ્રીઝ્રેટરમાં રાખો.

જરુર મુજબ વાનગીઓ સાથે તીખો- મીઠો ચટપટો સોસ પીરસો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *