તલ ગોળની બરફી – નાના મોટા સૌને ભાવે છે વળી બનાવવી પણ ખુબજ સરળ છે.તો ચાલો બનાવીએ તલ અને ગોળની બરફી…

મિત્રો, શિયાળાની ઋતુમાં ઘણી બધી અવનવી વસ્તુઓ બનાવતા હોઈએ છીએ.મેં પણ તમારી સાથે ઘણી બધી શિયાળામાં બનાવી શકાય તેવી વાનગી શેર કરી છે.આજે હું તલ અને ગોળની બરફી શેર કરવા જઈ રહી છું.જે પૌષ્ટિક અને શક્તિવર્ધક છે.ઠંડી ઋતુમાં તલ અને ગોળનું સેવન ખુબજ લાભદાયક ગણવામાં આવે છે.આ તલ અને ગોળની બરફી ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને નાના મોટા સૌને ભાવે છે વળી બનાવવી પણ ખુબજ સરળ છે.તો ચાલો બનાવીએ તલ અને ગોળની બરફી

સામગ્રી;

  • Ø 150 ગ્રામ સફેદ તલ
  • Ø 1/2 કપ ગોળ
  • Ø 1/2 ટેબલ સ્પૂન ઘી
  • Ø ડ્રાયફ્રુટ

રીત;

1) સૌ પ્રથમ એક પેનમાં તલને ધીમી આંચ પર હળવા એવા શેકાવાના છે. તલને શેકવાથી તલમાં રહેલો ભેજ ઉડી જાય છે અને તલ સરસ ક્રિસ્પી બની જાય છે જેથી બરફીનો ટેસ્ટ પણ સરસ લાગે છે.તલને સતત હલાવતા રહેવાના છે.

2) થોડીક જ મિનીટમાં તલ શેકવા લાગશે એટલે તલ ફૂલવા લાગશે તો સમજી લેવાનું કે તલ શેકાય ગયા છે. સ્ટવની ફ્લેમ ઑફ કરી તલ ને ઠંડા થવા દો.

3) તલ ઠંડા પડતા તેને પીસી લેવાના છે. અહીંયા તલને અધકચરા પીસવાના છે, સ્મૂથ પાઉડર બનાવવાનો નથી.

4) તલ શેકાય ગયા બાદ ગોળની પાઇ તૈયાર કરવાની છે. તે માટે પેનમાં ઘી લઇ સાથે ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.ગોળ અહીંયા તમે કોઈપણ લઇ શકો છો.પરંતુ દેશી ગોળ ટેસ્ટમાં સારો લાગશે.દેશી ગોળ લેવાથી કલર થોડો ડાર્ક આવશે.પણ ટેસ્ટ સરસ આવશે.

5) સતત હલાવતા રહી ઘીમાં તાપે ગોળને મેલ્ટ થવા દેવાનો છે.

6) બે થી ત્રણ મિનીટમાં તો ગોળ મેલ્ટ થઇ ઘી સાથે મિક્સ થઇ જાય છે.અને ગોળમાં બબલ્સ પણ થવા લાગે છે.તો અહીંયા આટલી જ પાઇ લેવાની છે.ગોળની પાઇ વધારે ન આવી જાય તેનું ધ્યાન રાખવું,જો પાઇ વધારે આવી જાય તો બરફી કઠણ થઇ જાય.

7) ગોળની પાઇ લીધા બાદ તેમાં ક્રશ કરેલા તલ ઉમેરીને બરાબર મિક્સ કરો. સ્ટવની ફ્લેમ ઑફ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટ વેરિએશન માટે સાથે જ ચપટી એલચી પાઉડર પણ ઉમેરી શકાય, તેમજ ઘી નું પ્રમાણ પણ વધ -ઘટ કરી શકાય.

8) બરાબર મિક્સ કરી લીધા બાદ આ મિશ્રણને ઘી લગાડેલી થાળી કે મોલ્ડમાં ઢાળી દો. અને બરાબર સેટ કરો.

9) ટેમ્પટિંગ લૂક આપવા ડ્રાયફ્રૂટની સ્લાઇઝથી ગાર્નિશ કરી મનપસંદ શેઇપમાં કટ્ટ કરો.

10) તો તૈયાર છે આ સ્વાદિષ્ટ અને હેલ્ધી તલ ગોળની બરફી. આ બરફીને પંદરેક દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય.તો તમે પણ આ રીતે બનાવજો તલ અને ગોળની બરફી.કારણ કે તલ એ ખુબ જ શક્તિવર્ધક હોય છે.જેથી ટેસ્ટની સાથે ખુબ જ ફાયદાકારક પણ છે. અને હા મિત્રો, બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી ગોળની પાઇ કેટલી લેવી તેનો ખ્યાલ આવે અને તંમારી બરફી પણ મારી બરફી જેવી પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *