શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે..
રોજ બપોરે દાળ , ભાત , શાક ,રોટલી ,ખાઈને કંટાળી આવે છે તો હવે બનાવી દો તાવા ચાપડી…. તો ચાલો ઘરના બધાયને આજે આપણે રાજકોટ ની ફેમસ ડીશ તાવો ચાંપડી બનાવી ને બધાયને ખુશ કરી દઈએ…
શિયાળા સ્પેશિયલ “તાવા ચાપડી “
તાવા માટે:
- ૧ બાઉલ લીલા વટાણ
- ૧ બાઉલ લીલા તુવેરના દાણા
- ૧ બાઉલ બટેકા
- ૧ બાઉલ ગાજર
- ૧ બાઉલ રીંગણા
- ૧.૫ બાઉલ કોબી
- ૧ બાઉલ વાલોળ-પાપડી
- ૧/૨ બાઉલ દુધી
- ૧ બાઉલ ફ્લાવર
- ૧ બાઉલ ટમેટા
- ૧ મરચુ
- નાનો ટુકડો આદુ
- ૭-૮ કળી લસણ
- ૧ ચમચી રાઈ
- ૧ ચમચી જીરું
- ચપટી હિંગ
- ૧/૨ નંગ બાદીયા
- ટુકડો તજ
- ૨-૩ લવિંગ
- ૩-૪ મરી
- તમાલપત્ર
- ૧ સુકું લાલ મરચું
- મીઠો લીમડો
- ૧ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી લાલ મરચું
- ૧ ચમચી હળદર
- ૨ ચમચી ધાણાજીરું
- મીઠું
- તેલ
- કોથમીર
ચાપડી માટે:
- ૨૦ ચાપડી
- ૩ મોટા બાઉલ ઘઉંનો જાડો લોટ
- ૧ બાઉલ રવો
- તલ
- જીરું
- તેલ (લાડવામાં મોણ દઈ તેવી રીતે)
- મીઠું
- હુંફાળું પાની
સૌ પ્રથમ આદુ મરચા લસણની પેસ્ટ બનાવી.
૩ચમચી તેલ મૂકી તેમાં ખાલી હળદર નાખી વટાણા,તુવેરના દાણા,બટેકા,ગાજર,વાલોળ પાપડી,દુધી,કોબી,ફ્લાવર,રીંગણા,થોડું પાણી અને મીઠું મિક્ષ કરી ૩ સીટી કરી લેવી.
હવે એક કડાઈમાં ૧ મોટો ચમચો તેલ મૂકી રાઈ , જીરું, બાદીયા, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સુકું લાલ મરચું, લીલો લીમડો, હિંગનો વધાર કરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ સાતળી ટમેટા નાખવા
ટમેટા થોડા ચડે એટલે તેમાં બાફેલ શાક મિક્ષ કરવું.હવે તેમાં ગરમ મસાલો,લાલ મરચું,હળદર,ધાણાજીરું ને ટમેટાના ભાગનું મીઠું નાખવું.
ગરમ પાણી ઉપરથી નાખવું રસા માટે જોઈતા પ્રમાણમાં તો તૈયાર છે તાવો.
ચાપડીની રીત:
એક વાસણમાં ઘઉંનો જાડો લોટ,રવો,જીરુ તલ,તેલનું મોણ દઈ હુફાળા પાણી વડે લાડવાના મુઠીયા બનાવી તેવો તૈયાર કરવો.
હવે તેને હાથ વડે પાટલી પર મસળી ગોળ ગોળ નાની થેપી લેવી. તેલ ગરમ થાય એટલે તળી લેવી. તો તૈયાર છે ચાપડી. તાવો ચાપડી લીલી ડુંગળી,છાસ કે દહીં જોડે સર્વ કરવું.
નોંધ: તાવો ચાપડી ચોળીને મતલબ હથેળી વડે ચાપડીનો ભુક્કો કરી તેમાં તાવો નાખી ખાવાનો હોય…
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.