ટીંડોરા ની નવી તીખી તમતતમતી સ્વાદિષ્ટ ડીશ – મહારાષ્ટ્ર મા લગ્નપ્રસંગ મા બનતા મસાલે ભાત

આજે આપણે ટીંડોળા ની નવી તીખી તમતમતી સ્વાદિષ્ટ ડિશ મહારાષ્ટ્ર માં લગ્ન પ્રસંગ માં બનતા મસાલે ભાત બનાવીશું.આ તમે એકવાર જરૂર થી બનાવી ને જોજો.આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • હીંગ
  • બાસમતી ચોખા
  • તેલ
  • રાઈ
  • જીરું
  • લીંબુ
  • તજ
  • તમાલપત્ર
  • ટીંડોળા
  • સૂકા લાલ મરચા
  • વટાણા
  • ગોળા મસાલો
  • ધાણાજીરું પાવડર
  • મીઠું
  • ખાંડ
  • લીલા નારીયેલ નું છીણ
  • ઘી
  • કોથમીર
  • મીઠી લીમડી

રીત

1- પહેલા ચોખા ને ધોઈ ને અડધો કલાક માટે પલાળી લઈશું.આપણે અહીંયા બાસમતી ચોખા લઈશું,હવે આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું,હવે તેમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું.

2- હવે તેમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું,હવે તેમાં તજ એડ કરીશું હવે તેમાં બે થી ત્રણ તમાલપત્ર એડ કરીશું. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખીશું,હવે આ મસાલા ને ધીમા તાપે તતડવા દઈશું.

3- હવે આમાં ચપટી હીંગ એડ કરીશું. હવે તેમાં આપણે સવા સો ગ્રામ સમારેલા ટીંડોળા એડ કરીશું.હવે આ ટીંડોળા ને સરસ ફ્રાય કરી લેવાના છે.હવે તેમાં સૂકા લાલ મરચા નાખીશું.આ ખૂબ જ સરળ રેસિપી છે તમારે જ્યારે બનાવવું હોય ત્યારે બની જાય છે.

4- હવે તેમાં પા કપ વટાણા એડ કરીશું. આમાં ઘણા લોકો શાકભાજી નો ઉપયોગ કરે છે.હવે આમાં એક ટી સ્પૂન મહારાષ્ટ્રીયન ગોળા મસાલા નો ઉપયોગ થાય છે તે એડ કરીશું.હવે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ બે ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું.

5- આ બધા મસાલા એડ કરીએ ત્યારે ગેસ ને એકદમ ધીમો કરી લેવો.હવે આપણે જે ચોખા પલાળી ને રાખ્યા હતા તે એડ કરીશું.આમાં થી આપણે પાણી કાઢી નાખ્યું છે આ ભાત એકદમ છૂટો છૂટો થશે.હવે આને ધીમા ગેસ પર સાંતળી લઈશું.હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું.

6- ગેસ આપણે ધીમો જ રાખીશું જેથી નીચે ચોંટી ના જાય.હવે આમાં એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.હવે આમાં બે કપ પાણી એડ કરીશું.હવે તેને હલાવી લઈશું,હવે તેની સુગંધ અને કલર બધું સરસ આવે છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સાત મિનિટ પછી પાણી બધું બળી ગયું છે, હવે આ ભાત ને ચાર થી પાંચ મિનિટ પકવવાની જરૂર લાગી રહી છે.

7- પણ આ વખતે લીલા નારિયેલ નું છીણ ઉપર નાખી દઈશું.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું,હવે આને ચાર થી પાંચ મિનિટ રહેવા દઈશું જે આપણો ચોખા નો દાણો છે તે પૂરી રીતે ચડી જાય,હવે એક ચમચી લીંબુ નો રસ એડ કરીશું.

8- હવે ઉપર થી એક ટી સ્પૂન ઘી એડ કરીશું.હવે આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે ટીંડોળા ભાત તૈયાર થઈ ગયો છે. હવે ઉપર થી કોથમીર થી અને લીલા નારિયેલ ના છીણ થી ગાર્નિશ કરી લઈશું.આ ખૂબ જ ટેસ્ટી લાગે છે.જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આ ટીંડોળનો ભાત બન્યો છે.તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *