સોફ્ટ અને ટેસ્ટી દુધીના કોફતા – આવીરીતે બનાવશો તો ઘરમાં બધાને હોટલથી પણ વધુ ટેસ્ટી લાગશે…

આજે આપણે જોઈશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી દુધી ના કોફતા આ રીત થી ચોક્ક્સ થી બનાવજો.તમે પણ આ રીતે બનાવશો તો ટેસ્ટી બનશે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • બેસન
  • લાલ મરચું
  • લસણ
  • ડુંગળી
  • ટામેટા
  • આદુ
  • લીલા મરચાં
  • ધાણાજીરું
  • મીઠું
  • દુધી
  • તેલ
  • જીરું
  • હળદર
  • ઘી
  • તમાલપત્ર
  • કાશ્મીરી લાલ મરચું
  • આખા મરી
  • તજ
  • ગરમ મસાલો

રીત

1- સૌથી પહેલા આપણે એક કડાઈ માં ત્રણ ચમચી તેલ લઈશું,તેમાં બે થી ત્રણ લીલા મરચા અને એક આદુ ટુકડો એડ કરીશું, છ થી સાત ડુંગળી સ્લાઈસ કરેલી અને સાત થી આઠ ટામેટા ના ટુકડા કરેલા અને થોડું લસણ પણ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું.

2- હવે તેમાં એક નાની ચમચી હળદર એડ કરીશું,અને તેમાં થોડુ મીઠુ નાખી મિક્સ કરી લઈશું,હવે તેને ધીમા ગેસ પર ઢાંકી ને સાત થી આઠ મિનિટ માટે રહેવા દઈશું,કુક કરેલા ડુંગળી ટામેટા ઠંડા થાય ત્યાં સુધી દુધી ને છીણી લઈશું અને તેમાં મીઠું નાખીશું હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું, જેથી દુધી નું પાણી છૂટી જાય.

3- હવે એક કડાઈમાં બે ચમચી તેલ અને બે ચમચી ઘી લઈશું,હવે તેમાં અડધી ચમચી જીરૂ નાખીશું ત્યારબાદ બે તમાલપત્ર અને આખા મરી,બે થી ત્રણ તજ ના ટુકડા નાખી સાંતળી લઈશું,હવે જે ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરીશું.

4- હવે દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું,હવે તેને મિક્સ કરી લઈશું હવે ઢાંકી ને સાત થી આઠ મિનિટ રહેવા દઈશું,હવે દુધી નું જે છીણ રાખ્યુ છે તે નીતારતા જઈશું,હવે આ પાણી ને સાઈડ પર રાખી દો ગ્રેવી માં યુઝ કરીશું,હવે દુધી માં છીણ માં આદુ છીણેલું અને એક લીલું મરચું સમારેલું એડ કરીશું.

5- હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું ત્યારબાદ એક ચમચી ધાણજીરૂ ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો નાખીશું,ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ નાખીશું,હવે ચાર ચમચી બેસન નાખીશું.હવે બધી વસ્તુ ને હળવા હાથે મિક્સ કરી લઈશું.

6- હવે ફરી થી બે ચમચી બેસન એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે મીડીયમ સાઈઝ ના ગોળ વારી લઈશું. હવે તેલ ગરમ કરવા મુક્યુ હતું તે તેલ થઈ ગયું છે તો ગેસ ને ધીમો રાખી તેને ફ્રાય કરી લઈશું તમારી કડાઈ માં જેટલા કોફતા આવે એટલા એડ કરવાના અને ચમચી થી તેની સાઈડ બદલતા રહેવાનું અને વચ્ચે વચ્ચે ગ્રેવી ને પણ હલાવતા રહેવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તેને ફ્રાય કરી લઈશું.

7- હવે બાકી ના કોફતા આ રીતે ફ્રાય કરી લઈશું હવે જે ગ્રેવી ઉકળવા મૂકી હતી તેમાં બે ચમચી બેસન એડ કરીશું, ત્યારબાદ દોઢ ચમચી ગરમ મસાલો એડ કરીશું અને દોઢ ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે.

8- હવે ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે દુધી નું પાણી જે નીકળ્યુ હતું તે એડ કરીશું આપણે દોઢ ગ્લાસ પાણી એડ કરીશું ચણા નો લોટ છે અને ફોકતા આ બન્ને પાણી પીસે.હવે બે ચમચી ઘર ની ફ્રેશ ક્રીમ એડ કરીશું,હવે અડધી ચમચી કસ્તુરી મેથી નાખીશું,હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં કોફતા એડ કરીશું.

9- હવે ઢાંકણ ઢાંકી કુક કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે તેને સર્વે કરી લઈશું આ દુધી ના કોફતા તમે રાઈસ, પરોઠા, રોટલી સાથે ખાઈ શકો છો.

10- તમે આ રીત પ્રમાણે દુધી ના કોફતા ચોક્કસથી બનાવજો અને કોથમીર થી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે દુધી ના કોફતા ટેસ્ટી અને સ્વાદિષ્ટ.અને એકદમ સોફ્ટ બન્યા છે, તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *