રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો મસાલા ઈડલી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો મસાલા ઈડલી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ જોઈશું.

1- જ્યારે ટોમેટો ઈડલી ઘરે બનાવી હોય તો કેવી રીતે બનાવી એ. સૌથી પહેલા મીની ઈડલી બનાવી લેવાની છે. લગભગ તમે વીસ થી પચ્ચીસ નંગ ઈડલી બનાવો તો જ્યારે મસાલા ઈડલી બનાવીએ ત્યારે આપણે શું કરતા હોય કે તેલ મૂકીએ અને રાય મૂકીએ સાથે અડદની દાળ મીઠો લીમડો અને તેની સાથે ઈડલી ઉમેરી દઈને અને મસાલા કરી દઈએ.તમે પણ ઘરે આ રીતે જ મસાલા ઈડલી તૈયાર કરો છો ને?


2- રેસ્ટોરન્ટમાં ઈડલી પર ગ્રેવી કોટ થયેલી હોય છે. તો આ ગ્રેવી શેની છે.હવે તેની સિક્રેટ ટિપ્સ એ છે કે તેમાં ટામેટા એડ કરેલા હતા.તેમાં ટામેટા કેવી રીતે એડ કરેલા હતા કે તમને ખબર પણ ના પડે.કે તેમાં ટામેટા ની ગ્રેવી એડ કરેલી છે.તો હવે એ ગ્રેવી કેવી રીતે તૈયાર કરવી તે જોઈશું. સૌથી પહેલા ઈડલી તૈયાર કરીને રાખી દેવાની છે.જ્યારે તમારે ઈડલી વઘારવી હોય ત્યારે તેમાંથી એક સ્ટાર્ટર તૈયાર કરવું હોય ત્યારે હમેશાં ઈડલી વેલી તૈયાર કરીને રાખવાની. જેથી ઈડલી એકદમ સરસ ઠંડી થઈ જશે.અને તેનો સેપ છે તે પ્રોપર રહેશે.

3- હવે તેલ મૂકીશું.લગભગ બે ચમચી. ઈડલી માં તેલ વધારે જોઈતું હોય છે.અને એક ચમચી રાય એડ કરીશું. ત્યાર બાદ એક ચમચી અડદ ની દાળ ઉમેરી શું.અને તેની જોડે કાજુ પણ લઈશું.અને અડધી ચમચી હળદર અને પા ચમચી હિંગ નાખીશું.હવે ટામેટા નો વારો.જ્યારે તમે ટામેટા લો ત્યારે તેને છીણી લેવાના છે.ટામેટા આપણે 250 ગ્રામ લઈશું.તેમાં ટામેટા છીણેલા ઉમેરી શું અને ટામેટા સરસ સાંતળી જાય ત્યાં સુધી તેને કુક કરી લેવાના છે.તેલ છૂટું પડે એટલે તેમાં મસાલા કરીશું.


4- હવે તેમાં બે ચમચી સંભાર મસાલો નાખીશું.અને એક ચમચી મર્ગાપુરી પાવડર એડ કરીશું.હવે તેને સરસ ટામેટા ની સાથે શેકી લેવાનો છે.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.અને બે ચમચી ધાણાજીરૂ પાવડર ત્યારબાદ બે ચમચી મીઠું ઉમેરી શું.હવે બધું મિક્સ કરી લઈશું.જ્યારે આપણે સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્યારે એની અંદર થોડા ચડિયાતા મસાલા કરીએ તો તેનો સ્વાદ બહુ સરસ આવે છે.

5- હવે તમે જોશો તો મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું હસે.તો તમને એમ થશે કે એની અંદર ઈડલી ઉમેરી શું તો ઈડલી ડ્રાય જ લાગશે.ગ્રેવી વારી ઈડલી નહીં થાય.તો હવે તેની અંદર પા કપ પાણી ઉમેરી શું.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે તમે જોશો તો આ ગ્રેવી એકદમ સરસ તૈયાર થશે.આ ગ્રેવી ને લગભગ ૨ થી ૩ મિનિટ માટે કુક થવા દેવાની છે.તેમાં પાણી નો ભાગ હસે તે જતો રહેશે.અને એકદમ લાલ ગ્રેવી તૈયાર થશે.

6- હવે તેની અંદર ઈડલી ઉમેરી ટોસ કરી લેવાની છે. એટલે કે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની. જ્યારે ઈડલી મિક્સ કરતા હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તે તૂટી ના જાય તે રીતે મિક્સ કરી ત્યારબાદ ઉપર થી કોથમીર ભભરાવી દો.આ ઈડલી રેસ્ટોરન્ટમાં ખાય ને આવ્યા હતા તેવો ને તેવો જ ટેસ્ટ છે કે નહીં.બનાવી ને ટ્રાય કરજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *