બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેક – ઓવન વગર જાતે જ બનાવો…

બાળકોને ભાવતી ટુટી ફ્રૂટી કેઇક – ઓવન વગર જાતે જ બનાવો

બાળકોને બિસ્કિટની જેમ જ કેક પણ ખુબ જ પ્રિય હોય છે, તેઓ ક્યારેય કેકને ના કહી જ ન શકે. અને ટૂટી ફ્રૂટી કેક તો બાળકોને ખુબ જ પ્રિય હોય છે. જો તમને એમ લાગતુ હોય કે તમે ઘરે કેક નથી બનાવી શકતા અથવા ઓવન વગર કેક ક્યાં બનાવવી તો એ ભ્રમમાંતી બહાર નીકળી જાઓ. કારણ કે આજની આ પોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છીએ ઓવન વગર ગેસ પર બનતી ટૂટી ફ્રૂટી કેક બનાવવાની અત્યંત સરળ રીત.

તો ચાલો બનાવીએ બાળકોની પ્રીય ટૂટી ફ્રૂટી કેક

ટુટી ફ્રૂટી કેઇક બનાવવાની સામગ્રી

1 કપ નોર્મલ ખાટું દહીં

1/5 કપ દળેલી ખાંડ

1 ટી સ્પૂન બેકીંગ સોડા

½ ટી સ્પૂન બેકીંગ પાઉડર

½ કપ ટુટી ફ્રૂટી

2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા

1 ચમચી કીશમીશના ટુકડા

½ કપ ઓઈલ/બટર

ચપટી મીઠું

1 ટી સ્પૂન વેનિલા એસેસન્સ

1 ½ કપ મેદો

ટુટી ફ્રૂટી કેક બનાવવાની રીત


સૌ પ્રથમ એક મોટી કડાઈ લેવી. તેના તળીયે રેતી પાથરી દેવી. અને તેના પર કાંઠો મુકી તેને ઢાંકીને મધ્યમથી ધીમી ફ્લેમ પર કડાઈને દસ મીનીટ માટે ગરમ થવા દેવી.

આમ કરવાથી કડાઈ અંદરનું તાપમાન ઉંચુ આવશે જે કેક બેક કરવામાં મદદ કરશે. અને આમ આપણે ઓવન વગર જ ઓવન જેવી જ કેઇક બનાવી શકીશું.


તે દરમિયાન કેઇકનું બેટર બનાવી લેવું જેના માટે. એક મોટા બોલમાં એક કપ નોર્મલ ખાટું દહીં લેવું.


હવે તેમાં સવા કપ દળેલી ખાંડ ઉમેરવી.


ત્યાર બાદ તેમાં એક ટી સ્પૂન બેકીંગ પાઉડર, હાફ સ્પૂન બેકીંગ સોડા એડ કરી તેને હળવા હાથે મીક્ષ કરી લેવું. હવે તેને દસ મીનીટ માટે બાજુ પર મુકી દેવું.


હવે બીજું એક બોલ લેવું. તેમાં અરધો કપ ટુટી ફ્રૂટી એડ કરવી.


હવે તેમાં 2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા એડ કરવા.


ત્યાર બાદ તેમાં 1 ટેબલ સ્પૂન કીશમીશના ટુકડા ઉમેરવા.


1 ટેબલ સ્પૂન મેંદો નાખી તેને વ્યવસ્થીત રીતે મીક્ષ કરી લેવું.


હવે એક કેઇક ટીન લેવું. માર્કેટમાં વિવિધ સેઇપના એલ્યુમિનિયમ કેઇક ટીન ઉપલબ્ધ છે. અહીં આપણે ટુટી-ફ્રૂટી કેકની બ્રેડ જેવી સ્લાઇસ કરવાના છીએ માટે બ્રેડની જેમ લંબ ચોરસ ટીન લેવામાં આવ્યું. છે પણ તમે કોઈ પણ શેઇપનું ટીન યુઝ કરી શકો છો.


આ ટીનને બટરથી વ્યવસ્થિત ગ્રીસ કરી લેવું. અને તેના પર બટર પેપર લગાવી લેવું. જેથી કરીને કેઇક ચોંટે નહીં.


હવે દહીં ખાંડનું જે બેટર તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં. અરધો કપ તેલ, ચપટી મીઠું ઉમેરવું.


ત્યાર બાદ તેમાં એક ટી સ્પૂન વેનિલા એસેસન્સ નાખીને વ્યવસ્થિત મીક્ષ કરી લેવું.


હવે તેમાં ડોઢ કપ મેંદો નાખવો. મેંદાને બેટરમાં ધીમે ધીમે એડ કરવો અને મીક્ષ કરવો. જેથી કરીને તમાં મેંદાના લોટના લંગ્સ ના રહી જાય


હવે આ તૈયાર થયેલા બેટરમાં ટુટી-ફ્રૂટી વાળુ મીક્સ્ચર એડ કરવું.


અહીં તમારે ખુબ જ હળવા હાથે મીક્સ કરવું, હલાવવું નહીં પણ ફોલ્ડ કરવું. વધારે પડતું મીક્ષ કરવાની જરૂર નથી.


બેટર તૈયાર છે. હવે બટર ચોપડેલા તેમજ બટર પેપર પાથરેલા ટીનમાં ખીરુ રેડી દેવું.


હવે તેના પર મેંદાથી કોટ કરેલા ડ્રાઈ ફ્રૂટ્સ તેમડ ટુટીફ્રૂટી ભભરાવી દેવા.


હવે ટીનને પ્રી હીટ થયેલી કડાઈમાં મુકી દેવું. કડાઈ ઢાંકી દેવી. હવે તેને 20 મીનીટ માટે બેક થવા દેવું.


20 મીનીટ બાદ કેકમાં ટૂથપીક કે પછી છરી નાખીને તે બરાબર બેક થઈ છે કે નહીં તે ચેક કરી લેવું.


જો કેક હજુ બેક ના થઈ હોય તો તેને ફરી 10 મીનીટ માટે બેક થવા દેવી.


કેક બેક થઈ ગયા બાદ તેને 20-25 મીનીટ માટે ઠંડી પડવા દો.

ઠંડી થયા બાદ ટીનને એક ડીશ પર ઉંધુ કરી તેમાંથી કેક છુટ્ટી પાડી દેવી.


હવે તેને સ્લાઇસમાં કટ કરી લેવી.

આ કેક બાળકોને ખુબ જ ભાવશે, તેમને તમે લંચબોક્ષમાં પણ આપી શકશો. અને મોટાઓને પણ આ કેક ચા તેમજ કોફી સાથે કુબ જ ભાવશે.

ટીપ્સ

– કેક ટીનમાં જો તમે બટર પેપર પાથરવા ન માગતા હો, તો તેની જગ્યાએ તમે ચોપડેલા બટર પર મેંદો ભભરાવીને ટીનની સર્ફેસને કવર કરી શકો છો અને વધારો મેંદો ટીન ઠપકારીને બહાર કાઢી શકો છો. તેમ કરવાથી પણ કેક ચોંટશે નહીં.

– મેંદા સાથે ડ્રાઇફ્રુટ કોટ કરવાથી કેકના બેટરમાં ડ્રાઈફ્રુટ તળીયે બેસી નથી જતાં. માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે.

– મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘઉંના લોટની કેક બનાવવાથી તે થોડી ક્રમ્બલી એટલે કે ભૂરભૂરી બને છે અને થોડી હેવી પણ બને છે. જ્યારે મેંદાની કેક સોફ્ટ અને સ્પોન્જી બને છે.

ટુટીફ્રુટી કેકની સ્ટેપ વાઇઝ રેસીપી જોવા માટે નીચેના વીડિયો પર ક્લીક કરો.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

સ્ટેપ બાઈ સ્ટેબ રેસીપી જોવા નીચે આપેલી વિડિયો પર ક્લીક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *