ટુટીફ્રુટી ટી કેક : ઘરે કંટાળી ગયા છો એકનું એક ખાઈને? બનાવો આ નવીન ટી કેક…

ટુટીફ્રુટી ટી કેક :

ટુટીફ્રુટી ટી કેક મોસ્ટલી ઇવનિંગ ટી પાર્ટીમાં વધારે ખવાતી કેક છે. ઘણી વાર બ્રેક ફાસ્ટમાં પણ લેવાતી હોય છે. તેમાં ટુટીફ્રુટી હોય એટલે બાળકોને અને યંગ્સને વધારે પ્રિય છે. છતા પણ આ કેક બધાની પસંદીદા છે. આ કેકમાં ટુટીફ્રૂટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કોઇપણ સિઝનમાં આ ફ્રુટ કેક બનાવી શકાય છે. કંડેંસ મિલ્કની જગ્યાએ કર્ડનો ઉપયોગ કર્યો છે. જેથી એ પણ ઘરમાં હેંડી છે. આ કેક બનાવવા માટે કોઇ ઇલેટ્રીક મશીનની જરુર પડતી નથી હેંડ વ્હિસ્કર કે સ્પુનથી પણ બીટ કરી શકાય છે. ઓવન ના હોય તો ગેસની ફ્લૈમ પર પણ આ કેક બની શકે છે.

આ કેક જો બાળકો માટે બનાવવામાં આવતી હોય તો તેમાં ઘઊંના લોટનો અને ઓઇલને બદલે બટરનો ઉપયોગ કરવાથી વધારે હેલ્ધી બનશે. ટુટીફ્રુટી અને લોટના કોમ્બિનેશનથી કેકનો થોડો નેચરલ ક્રીમી કલર થશે.

કેકને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં ખજુર, કાજુ, બદામ કે અખરોટ જેવા ડ્રાય ફ્રુટ ઉમેરી શકાય છે.

ટુટી ફ્રુટી કેક 1 વીક સુધી રેફ્રીઝરેટરમાં એર ટાઇટ કંટેઇનરમાં સ્ટોર કરી શકાય છે. એટલે ડ્રાય પણ થઇ જતી નથી.

મે અહીં કેકેમાં વેનીલા એસેંસના બદલે સ્ટ્રોબેરી ટેસ્ટ આપ્યો છે. તમે ગમે તે ટેસ્ટ આપી શકો છો.

તો આજે હું અહીં ટુટી ફ્રુટી ટી કેકની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

મેં આ કેક ઓવનમાં બનાવી છે. આ જ સામગ્રી અને રીત ફોલો કરીને ગેસની ફ્લૈમ પર બનાવી શકાય છે. એ રીત પણ મેં આ રેસિપિ સાથે આપેલી છે.

ટુટીફ્રુટી ટી કેક બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ મેંદો
  • ½ કપ મિલ્ક
  • ¼ કપ કર્ડ
  • ¼ કપ ઓઇલ – સ્મેલ લેશ
  • ½ સુગર પાવડર અથવા સુગર
  • 1 ટી સ્પુન બેકીંગ પાવડર
  • ½ ટી સ્પુન બેકીંગ સોડા
  • ½ કપ ટુટી ફ્રુટી – મે અહીં માત્ર રેડ કલરની વાપરી છે. મલ્ટી કલરની લઈ શકાય
  • ½ ટી સ્પુન મેંદો – ટુટી ફ્રુટીમાં મિક્ષ કરવા માટે
  • ½ ટી સ્પુન વેનીલા એસેંસ અથવા 1 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ

ટુટીફ્રુટી ટી કેક બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ટુટી ફ્રુટીને એક નાના બાઉલમાં લઇને તેના પર મેંદાનું ડસ્ટિંગ કરી મેંદાથી બરાબર કવર કરી લ્યો. જેથી કેક બેક થતી વખતે ટુટીફ્રુટી મોલ્ડમાં બોટમ પર જતી ના રહે. આખી કેકમાં દેખાશે.

હવે કેકના મોલ્ડમાં બટર કે ઓઇલ લગાવી ગ્રીસ કરી લ્યો અને તેના પર મેંદાથી ડસ્ટંગ કરી લ્યો. એક્સ્ટ્રા મેંદો મોલ્ડ ઉંધું કરીને કાઢી લ્યો.

જો તમે સિલિકોન મોલ્ડનો ઉપયોગ કરતા હો તો ડસ્ટીંગ કરવાની જરુર નથી. ગ્રીસ કરીને બટર પેપર પણ લાઇન કરી શકાય છે. ( જરુરી નથી). ઓવન 5 મિનિટ 18૦* પર પ્રીહીટ કરી લ્યો.

જો ઓવનનો ઉપયોગ ના કરતા હો તો મોલ્ડ મૂકી શકાય તેવું કુકર કે લોયુ લઈ ગેસ પર પ્રી હિટ કરી લ્યો.

કુકરમાં કે લોયામાં નીચે સ્ટીલની ઉંચી રીંગ કે રેક મુકી રાખો. કુકરની રીંગકે સીટી કાઢી નાખો. મિડિયમ‌‌ -ફાસ્ટ ફ્લૈમ પર બેક કરો.

હવે એક મિક્ષિંગ બાઉલમાં ¼ કપ કર્ડ, ½ સુગર પાવડર અથવા સુગર અને ½ કપ સ્મેલ લેશ ઓઇલ ઉમેરી મિક્ષ કરો.

હેંડ બિટર કે સ્પુનથી એકદમ કલર ચેંજ થઇ, ફ્લ્ફી થાય ત્યાં સુધી બીટ કરો. ફીણી લ્યો.

આખી સુગર લીધી લોય તો તે બધી સુગર એકદમ પુરેપુરી તેમાં મેલ્ટ થઇ જાય ત્યાં સુધી ફીણો.

હવે બાઉલ પર એક મોટી ગળણી મૂકી તેમાં 1 કપ મેંદો, 1 ટી સ્પુન બેકીંગ પાવડર અને ½ ટી સ્પુન બેકીંગ સોડા ઉમેરી મિક્ષ કરી અને બધું નીચેના કર્ડવાળા મિશ્રણના બાઉલમાં ચાળી લ્યો.

હવે ગળણી એક બાજુ મુકી દ્યો.

હવે ½ કપ મિલ્ક રુમ ટેમ્પરેચર પર હોય તેવું લ્યો.

બાઉલમાં પહેલા ¼ કપ મિલ્ક ઉમેરી કટ – ફોલ્ડ કરી બેટર મિક્ષ કરો. હવે બાકીનું ¼ મિલ્ક ઉમેરી હલ્કા હાથે લેડલ કે સ્પુનથી મિક્ષ કરી લ્યો.

હવે ½ કપ મેંદાથી ડસ્ટિંગ કરેલી ટુટીફ્રુટી માંથી 2 ટી સ્પુન જેટલી કેક પર સ્પ્રિંકલ કરવા માટે અલગ રાખી લ્યો.

ત્યારબાદ બાકીની ડસ્ટિંગ કરેલી ટુટીફ્રુટી, કેકના બનાવેલા બેટરમાં ઉમેરી દ્યો. સાથે ½ ટી સ્પુન વેનીલા એસેંસ અથવા 1 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ ઉમેરો. અને જરા મિક્ષ કરી લ્યો.

( મેં અહીં 1 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી ક્રશ ઉમેર્યો છે. તેની પણ કેકમાં ખૂબજ સરસ ફ્લેવર આવે છે).

હવે રેડી થઇ ગયેલ કેકના બેટરને તમારા મનપસંદ ડસ્ટિંગ કરેલા મોલ્ડમાં પોર કરી દ્યો.

ભરાઇ ગયેલા મોલ્ડ્ને 2-3 વાર ટેપ કરી લ્યો.

ત્યારબાદ અલગ રાખેલી ડસ્ટિંગ કરેલી ટુટીફ્રુટીને મોલ્ડમાં બેટર ઉપર સ્પ્રિંકલ કરી દ્યો.

પ્રી હિટ કરેલા ઓવનમાં કેક 180* પર 40 મિનિટ બેક કરો. અથવા

કુકરમાં મોલ્ડ મુકી લીડ બંધ કરી 40 મિનિટ કૂક કરો. અથવા લોયામાં મોલ્ડ મૂકી લોયા ઉપર મોટું ઢાંકણ મુકી તેને પણ 40 મિનિટ મિડિયમ-ફાસ્ટ ફ્લૈમ પર બેક કરો.

ત્યારબાદ તેમાં ટુથ પિક કે ચપ્પુથી ચેક કરો. કેકમાંથી ક્લીન બહાર આવે તો કેક બરાબર બેક થઇને રેડી છે. બાકી 5 મિનિટ વધારે બેક કરો.

10 મિનિટ મોલ્ડ ઠરવા દ્યો. ત્યારબાદ તેને પ્લેટમાં અનમોલ્ડ કરો.

મેં અહીં કેકને બ્રેડના મોલ્ડમાં બેક કરી છે.

તેની થીક સ્લાઈઝ કરી ટી કપ પર સર્વ કરી છે.

તો રેડી છે ટુટી ફ્રૂટી ટી કેક સર્વ કરવા માટે…. ટી સાથે તેમજ કોફી સાથે બ્રેક્ફાસ્ટ કે ઇવનીંગ ટી પાર્ટી માટે ચોકકસથી બનાવજો. તેમજ બાળકો માટે હેલ્ધી ડ્રાયફ્રુટ ઉમેરી બનાવશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *