સરપ્રાઈઝ કોન – વધેલી રોટલીમાંથી બનાવો આ ટેસ્ટી મસાલેદાર સરપ્રાઈઝ કોન…

કેમ છો મિત્રો..અત્યારે વેકેશન ટાઈમ ચાલી રહ્યો છે છતાય છોકરાઓને ઘરમાં ને ઘરમાં રાખવું પડે છે…તો બચ્ચા પાર્ટી તો બઉ જ કંટાળી જય છે..તો ખાસ એ લોકો ને હેલ્પ કરવાની મજા આવશે એઉ કયિક બનાવી એ તો એલોકો નો પણ ટાયીમપાસ થઈ શકે…સાચું કહું ને આજ ની રેસીપી માં જે કોન બનાવ્યા છેને એ મારા દીકરા એ જ બનાવ્યા છે.છોકરાંઓ ને રોજ નવી વેરાયટી જોઈતી હોય છે તો બધાયની મમ્મી નવું નવું બનાવાનું try કરતી જ હોય છે…તો ચાલો આજે આપણે બચ્ચાં ઓ માટે સરપ્રાઈઝ કોન બનાવી દઈએ…વેજીટેબલ તો ઘરમાં હોય જ…સાથે રોટલી પણ વપરાશ થઈ જશે….

” સરપ્રાઈઝ કોન ”

સામગ્રી :-

  • ૨ નંગ – ગાજર
  • ૧ નંગ – કેપસીકમ
  • ૧ નાનો બાઉલ – કોબીજ
  • ૩ બટાકા – બાફેલા
  • ૧ ડુંગળી – ઝીણી ચોપ કરેલી
  • ૧ ટમેટો – સમારેલો
  • ૧૦૦ ગ્રામ – પનીર
  • ૧ ચમચી – મરી પાવડર
  • ૧ ચમચી – ઓરેગાનો
  • અર્ધી ચમચી – લાલ મરચું
  • ૧ ચમચી – આદુ લસણની પેસ્ટ
  • ઝીણી શેવ – જરૂર મુજબ
  • મીઠું – સ્વાદપ્રમાને
  • ટોમેટો કેચપ
  • મેદાની સ્લરી
  • તળવા માટે તેલ
  • ૫- ૬ વધેલી રોટલી

રીત :-

સૌથી પહેલા બધા શાકભાજી ધોઈ કોરિકરી ઝીણી સમારી લો.

કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી , મરચું , મીઠું નાખી થોડું શેકી લેવું. હવે આદુ મરચા લસણ ની પેસ્ટ , મરી પાવડર, ઓરેગાનો, નાખી બધી શાકભાજી નાખવી…બટાકાને સ્મેશ કરી સરીરીતે એમાં મિક્સ કરી દેવું.

સ્ટફિંગ ઠંડુ પડે પછી ચીજ અને પનીર છીણીને નાખવું.

રોટલીના ચાર ભાગ કરી લેવા.

રોટલીને કોન નો શેપ આપી મૈદા ના સ્લરી થી ચોંટાડવું.

રોટલીના બધા કોન તૈયાર કરી લેવા.

હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.

ચમચી થી કોન માં સ્ટફિંગ દબાઈને ભરી દેવું.

કોન માંથી સ્ટફિંગ બાહર ના આવે તે માટે ઉપર થોડી સ્લરી લગાડવી.

ધીમે થી તેલ માં મૂકી સોનેરી થાય ત્યાંસુધી તળી લેવા.

હવે ટોમેટો કેચપ અને શેવ લેવી

કોન ઉપર ટોમેટો કેચપ લગાવી શેવ માં ડીપ કરવું.

બચ્ચાંપાર્ટી ને મજા પડી જય એવા ગરમાંગરમ સરપ્રાઈઝ કોન તૈયાર……..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *