તુવેર દાળની ઢોકળી તો તમે બનાવતા જ હશો. હવે બનાવો ઢોકળીની આ નવીન વેરાયટી..

મગ દાળ ની દાળઢોકળી

દરેક ગુજરાતી ના ઘર માં તુવેરદાલ ની દાળઢોકળી ખૂબ જ પ્રચલિત હોય છે. દાળઢોકળી ઘર માં નાના મોટા બધા ને જ પસંદ પડે એવી ડીશ છે. આજે આપણે બનાવીએ મગ દાળ ની દાળઢોકળી… આ દાળઢોકલી ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે …. કંઈક નવીન સ્વાદ , કંઈક નવીન દેખાવ ..

સામગ્રી :

1 વાડકો મગ ની ફોતરવાળી દાળ,

1 મુઠીભર ચોળા,

3 વાડકા ઘઉં ની ઢોકળી,

સ્વાદ અનુસાર આમલી નું પાણી / લીંબુ રસ ,

મીઠું ,

2 ચમચી લાલ મરચું ,

1 ચમચી હળદર ,

2 ચમચી ઘી,

2 ચમચી તેલ ,

1 ચમચી જીરું,

1 2 લાલ સૂકા મરચા ,

1/2 ચમચી હિંગ ,

1/2 ચમચી ધાણાજીરું ,

1/4 વાડકો બારીક સમારેલી કોથમીર ,

રીત :

મગ દાળ અને ચોળા ને ધોઈ અલગ અલગ પાણી માં 30 થી 40 min માટે પલાળી લો.

ઘઉં ની ઢોકળી બનાવા માટે 2 વાડકા ઘઉં નો લોટ લો. એમા મીઠું , લાલ મરચું, હળદર , અને 1 ચમચી તેલ ઉમેરી સહેજ કઠણ લોટ બાંધો … હાથ માં સહેજ તેલ લઇ આ લોટ ને બરાબર કુનવો.. લોટ માંથી થોડી મોટી અને બહુ જાડી ના હોય એવી ઢોકળી બનાવો . આપ ચાહો તો સાદી દળઢોકલી ની જેમ વણી ને કાપી શકો પણ આ દાળઢોકળી માં વાળેલી ઢોકળી જ સરસ લાગશે..

મોટા કુકર માં ચોળા અને વાળેલી ઢોકળી પાણી માં બાફી લો. બાફવા માં મીઠું ને થોડી હળદર નાખવી… ધીમી આંચ પર 2 સીટી વગાડો. ત્યારબાદ કુકર ખોલી એમા પલાળેલી દાળ ઉમેરો અને ઉકાળવા દો. દાળ ચાહો તો કુકર માં પણ બાફી શકાય પણ ઉકાળેલી દાળ નો સ્વાદ વધારે સરસ હોય છે . દાળ પલાળેલી છે એટલે ચડતા વાર નહીં લાગે. મીઠું જરૂર પ્રમાણે ઉમેરો..

નાની કડાય માં ઘી તેલ ગરમ કરો. એમા જીરું, લાલ મરચાં, લીમડો, હિંગ લાલ મરચું ઉમેરી આ વઘાર દાળઢોકલી માં રેડો. મિક્સ કરો. સ્વાદ અનુસાર લાલ મરચુ ઉમેરી શકાય. ધાણાજીરું ઉમેંરી આમલી પાણી / લીંબુ નો રસ ઉમેરો… કોથમીર ઉમેરો. સરસ મિક્સ કરી સિજવા દો.

વધુ કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો.

રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *