પ્લમનું શરબત – ખાટું મીઠું આ શરબત ઉનાળામાં આપશે તમને એનર્જી, બનાવતા શીખો વિડીઓ જોઇને…

આજકાલ તમારે કોઈપણ સીઝનનું ફ્રુટ જોઈએ આજે મળી જ રહે છે પછી ભલે તે દાડમ, ખારેક, સફરજન, પ્લમ વગેરે કોઈપણ પણ હોય પણ આ બધા જ ફળોમાં નાનાં લાલ ચટક રંગો ધરાવતા અને સ્વાદમાં ખાટા – મીઠા એવા પ્લમસ જોતા જ મોંમાં પાણી આવી જાય છે. આ પ્લમસ પોષકતત્વોથી ભરપૂર છે. માટે જ આજે હું આ પ્લમનું શરબત બનાવવાની સાવ આસાન રીત બતાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ પ્લમનું ખાટુ -મીઠું શરબત.

સામગ્રીઃ

પ્લમ 250 ગ્રામ

ખાંડ 3 ટે-સ્પૂન (પાવડર )

છાશ મસાલો 1/2 ટે-સ્પૂન (ઓપ્શનલ )

રીત:


1) સૌ પ્રથમ પ્લમ્સને સાફ પાણીથી ધોઈ સાફ કરીને નાના ટુકડાઓ કરી લો.


2) આ પ્લમના ટુકડાઓને મોટા મિક્ચર જારમાં લો. સાથે જ ખાંડ અને છાશ મસાલો અને પાણી નાખી મિક્ચરમાં ક્રશ કરી, સ્મૂથ શરબત બનાવો.


3) ગ્લાસમાં લઈને ઠંડુ – ઠંડુ સર્વ કરો. આપણે છાલ ઉતારી છે માટે આ શરબતને ગાળવાની જરૂર નથી.

મિત્રો વ્રતની સિઝન આવી રહી છે, ઈન્સ્ટન્ટ એનર્જી દાયક શરબત એ ખુબ જ સરસ વિકલ્પ છે. જો મોળા વ્રત માટે બનાવવું હોય તો છાશ મસાલો સ્કિપ કરીને પણ બનાવી શકાય. તેમજ છાશ મસાલાના ઓપ્શનમાં મીઠું અથવા સિંધાલૂણ, સંચળ પાવડર અને મરી પાવડર નાંખી શકાય.


જો બાળકો ફ્રૂટ ખાવાની આનાકાની કરતા હોય તો તેવા બાળકો માટે આ શરબત બેસ્ટ વિકલ્પ છે. તેમજ મેહમાનો ને પણ આવું ખાટું -મીઠું શરબત પીવડાવીને આવકારી શકાય. ફ્રીઝમાં રાખવાથી બે દિવસ સુધી સારુ રહે છે.

પ્લમની સીઝન પુરબહાર છે તો જરૂર ટ્રાય કરો પ્લમનું ખાટું -મીઠું શરબત

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *