ઉપમા – હવે જયારે પણ ઉપમા બનાવો તો આ રીતે બનાવજો અને આવી રીતે સજાવટ પણ કરજો…

ઉપમા

અમુક વાનગી ખાવા માટે સમય નથી નડતો જેમકે ઉપમા ગમે તે સમયે ખાઈ શકાય છે. સવારે બપોરે કે સાંજે.

રવો શરીર માટે પણ ખૂબ સારો છે. ચોમાસામાં સામાન્ય રીતે પાચનશકિત મંદ હોય ત્યારે આ રવો પચવામાં સરળ હોય છે. રવાના ફાયદા અને ઉપયોગો ખૂબ છે પણ હવે આપણે એની વાતો ઓછી ને ખાઈએ વધુ એવું કંઈક કરવાનું છે.


ઘણી વાનગી હોય ભલે સાવ સાદી અથવા દરરોજ ખવાતી હોય પણ છતાંય જો એમાં વિવિધ રીતે પીરસવામાં આવે તો એ એક નવું રૂપ આકાર લેતી હોય છે આજે હું આપ સૌ ને માટે ઉપમા લઈ ને આવી છું.💕

શોભના શાહ આજે ઉપમા લઈને આવ્યા છે એમની અનોખી પીરસવાની રીત સાથે…..

સામગ્રી.

શેકેલો રવો

1 ચમચી ઘી

1 ચમચી તેલ

1 ચમચી અડદની દાળ

1 નંગ સમારેલું કેપ્સીકમ

અડધી ચમચી ખાંડ

સ્વાદ મુજબ મીઠુ

1 ચમચી દહીં

રઈ.

લીમડો

રીત.

સૌ પ્રથમ એક કડાઈ મા રવો શેકી લો. શેકેલો રવો સાઈડમાં મૂકો.

હવે ફરીથી કડાઈમાં ઘી, તેલ ગરમ કરો.

એમાં રાઈ નાંખો તતડે એટલે અડદની દાળ, હીંગ, લીમડો, કેપ્સીકમ નાંખી હલાવો. ત્યારબાદ એમા રવો નાંખો. સ્વાદ મુજબ મીઠુ ઉમેરો.

હવે દહીં નાખીને હલાવો અને સાથે ધીરે ધીરે પાણી નાખતાં નાખતાં હલાવતા રહો.

5 મિનિટ સુધી હલાવો બધું બરાબર મિક્સ કરો. ખાંડ નાખો. હવે 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો. બસ તૈયાર છે ઉપમા. મન ગમતી રીતે પીરસો…… ગમે તો જરૂર જણાવશો. 🌸


રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *