વધેલાં ભાત અને સાબુદાણામાંથી બનાવો સ્વાદિષ્ટ ખીર….

ખીર એ પ્રાચીનકાળ થી દક્ષિણ એશિયા માં ખૂબ જ પ્રચલિત સ્વીટ ડીશ છે. મૂળભૂત રીતે ખીર ચોખા અને દૂધ માંથી બનતી હોય છે. જેમાં ડ્રાયફ્રુટ ઉમેરી ને સ્વાદ માં વધારો કરવામાં આવે છે.

ખીર પણ જુદી જુદી રીતે બનાવામાં આવે છે. ખીર- પુરી નું જમણ ખૂબ જાણીતું છે.

ચોખા અને સાબુદાણા ની અલગ અલગ ખીર બધા જ બનાવતા હોય છે. પરંતુ બંને નો સાથે ઉપયોગ કરી ને બહુ ઓછા લોકો બનાવે છે. અને આ રેસિપી માં રાંધેલા ભાત નો ઉપયોગ કર્યો છે એટલે ખીર ખૂબ ઝટપટ બની જાય છે.

તમે રાંધેલો ભાત વધ્યો હોય એનો ઉપયોગ કરી બનાવી શકો છો.

આજે હું ઇન્સ્ટન્ટ ખીર ની રીત લાવી છું જે ખૂબ સ્વાદિષ્ટ અને બનાવમાં સરળ છે.

મેં આ ખીર રાંધેલા ભાત અને સાબુદાણા માંથી બનાવી છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી છે.

ખીર માટે ની સામગ્રી:-

 

  • 1 લીટર દૂધ
  • 1 કપ રાંધેલો ભાત
  • 3 ચમચા સાબુદાણા
  • 2 નંગ ઈલાયચી નો પાવડર
  • 1 કપ ખાંડ અથવા સ્વાદાનુસાર
  • 2 ચપટી કેસર
  • 1 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર
  • પિસ્તા અને બદામ

રીત:-
સૌ પ્રથમ સાબુદાણા ને 2 ચમચા પાણી માં 10 મિનિટ માટે પલાળી દો.એક નાની વાડકી માં કેસર માં થોડું ગરમ દૂધ ઉમેરી ને પલાળી દો.બીજી વાડકી માં ક્સ્ટર્ડ પાવડર માં સાદું દૂધ ઉમેરી ને મિક્સ કરી દો.

હવે બીજી બાજુ જાડી તળીયા વાળી તપેલી માં દૂધ ગરમ કરવા મુકો. દૂધ ઉકળી જાય એટલે તેમાં રાંધેલો ભાત અને પલાળેલા સાબુદાણા પાણી નિતારી ને ઉમેરી દો.હવે 10-15 મિનીટ ધીમી આંચ પર પકાવો. આ ખીર ને વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો. ત્યારબાદ ખાંડ ઉમેરી ને 5 મિનિટ સુધી ઉકળવા દો.જ્યારે ખીર થોડી ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા પારદર્શક દેખાય એટલે કેસર વાળું દૂધ અને કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ જે બનાવેલું તે ઉમેરી ને બરાબર મિક્સ કરો અને 1 -2 મિનિટ ખીર ધીમી આંચ પાર થવા દો. છેલ્લે ઇચાલચી પાવડર ઉમેરી ને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

આ ખીર ને જલ્દી થી ઠંડી કરવા એક મોટા તપેલા માં બરફવાળું પાણી કરી ને ખીર ના વાસણ ને પાણી અંદર ના જાય એવી રીતે મૂકી દો. 10 મિનિટ માં ખીર પીરસવા જેવી ઠંડી થઇ જશે.

તમે ઇચ્છો તો ડ્રાયફ્રુટ પણ ખીર માં ઉમેરી શકો છો. મેં માત્ર ગાર્નિશ કરવામાં ઉપયોગ કર્યો છે કેમકે મને આ ખીર નો સ્વાદ આમ જ વધુ ટેસ્ટી લાગે છે.ભાત અને સાબુદાણા ની ઇન્સ્ટન્ટ ખીર તૈયાર છે. તમે આ ખીર તીખી પુરી, થેપલા કે રોટલી એની જોડે બટેટા ના સૂકા શાક સાથે સર્વે કરો.
એક વાર ચોક્કસ થી ટ્રાય કરશો.

નોંધ:-

રાંધેલો ભાત વધ્યો હોય તો બાળકો માટે સાંજે ચોક્કસ થી થેપલા સાથે બનાવી આપો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

ભાત અને સાબુદાણા નું પ્રમાણ તમારી ઈચ્છા મુજબ વધુ કે ઓછું કરી શકો.

મનગમતા ડ્રાયફ્રુટ ખાંડ જોડે જ ઉમેરી દો.

કાજુ ,કિશમિશ , બદામ અને પિસ્તા સારા લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *