હવે સાદા પરાઠા ને છોડો, આજે બનાવો અમેરિકન મકાઈનાં ટેસ્ટી ટેસ્ટી પરાઠા …………..

અમેરિકન મકાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ હેલ્થ માટે ફાયદાકારક છે.વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપુર મકાઈ માંથી પોષણ તો મળે જ છે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ ને દૂર રાખે છે. આંખો અને સ્કિન નું જતન કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને કૅન્સર સામે રક્ષણ આપે છે. બાળકો ના વિકાસ માં મહત્વ નો ભાગ ભજવે છે. આ સિવાય પણ બહુ બધા ફાયદાઓ છે મકાઈ ખાવાના..

બાફી ને કે શેકી ને મકાઈ તો બધા જ ખાતા હોય છે. પરંતુ એમાંથી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવા પરાઠા ની રેસિપી લઈને આવી છું. આ પરાઠામાં ખૂબ જ ઓછા તેલ નો ઉપયોગ કર્યો હોવાથી વધુ હેલ્ધી છે.

સામગ્રી:-

  • 1 કપ અધકચરા બાફેલા અમેરિકન મકાઈ ના દાણા
  • 2-3 લીલા મરચાં
  • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • 2 ચમચી ઝીણો સમારેલો ફુદીનો
  • 2-3 કપ ઘઉં નો લોટ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી કાળા મરીનો ભુકો
  • 2-3 ચમચા બાફેલા મકાઈ ના દાણા
  • દહીં લોટ બાંધવા માટે
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી હિંગ

રીત :-
સૌ પ્રથમ 1 કપ અધકચરા મકાઈ ના દાણા અને લીલાં મરચાં ને મિક્સર બાઉલ માં લઇ ને ક્રશ કરી લો. એક વાસણ માં લોટ, મકાઈ નું ક્રશ કરેલું મિશ્રણ, ડુંગળી, આખા મકાઈ ના દાણા, મીઠું, મરચું, મરી નો ભુકો, હિંગ ,હળદર, કોથમીર અને ફુદીનો ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. અને હવે જરૂર મુજબ દહીં ઉમેરતા જાવ અને મધ્યમ સોફ્ટ કણક બાંધી લો. અને તેલ વાળા હાથ કરી ને બરાબર કુણવી લો.ત્યાર બાદ લુઆ બનાવી ને અટામણ ની મદદ થી ગોળ આકાર વણી લો. હવે નોનસ્ટિક તવા માં બન્ને બાજુ એકદમ ઓછું ઘી કે તેલ લગાવી ને આછા ગુલાબી રંગ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકી લો.

આ પરાઠા ને દહીં, ચટણી, સોસ કે રાયતા જોડે સર્વ કરો.

નોંધ:-

કણક બાંધી ને રાખી ના મુકવી કેમકે એ વધુ સોફ્ટ થઈ જશે. એટલે બાંધી ને તરત જ પરાઠા બનાવી લેવા..

વધુ સોફ્ટ થઇ જાય તો લોટ ઉમેરી ને કણક બરાબર કરી લો.

ડુંગળી અને મકાઈ ના આખા દાણા નો ટેસ્ટ ખૂબ સરસ આવશે.

પરાઠા હળવા હાથે વણવા…

કણક બાંધવામાં દહીં ધ્યાન થી ઉમેરવું…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *