વધેલી રોટલીમાંથી બનાવો ક્રીસ્પી-ટેસ્ટી રોટી સમોસા ! સાંજના ભોજનમાં આજે જ બનાવો !

આપણા ઘરમાં અવારનવાર રોટલી વધતી રહેતી હોય છે જેમાંતી આપણે વિવિધ પ્રકારની વેસ્ટમાંથીબેસ્ટ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તેમાંથી આપણે રોટલીનું શાક બનાવતા હોઈએ છીએ તો સવારના નાશ્તામાં રોટલી વઘારીને પણ ખાઈ લેતા હોઈએ છીએ પણ આજે બનાવો વધેલી રોટલીમાંથી રોટી સમોસા.

વધેલી રોટલીમંથી રોટી સમોસા બનાવવા માટે સામગ્રી

7 નંગ વધરેલી રોટલી

1 મોટી ડુંગળી જીણી સમારેલી

3 બાફેલા બટાટા

2 ટેબલ સ્પૂન તેલ

½ ચમચી લસણની પેસ્ટ, બે ચપટી હીંગ

½ ચમચી લીલા મરચા જીણા મસારેલા

¼ ચમચી પાઉભાજી મસાલો

¼ ચમચી આમચૂર પાઉડર

¼ ચમચી લાલ મરેચુ પાઉડર

½ ચમચી ધાણાજીરુ પાઉડર

સ્વાદ પ્રમાણે મીઠુ

½ કપ વટાણા

તળવા માટે તેલ

વધેલી રોટલીમાંથી રોટી સમોસા બનાવવા માટેની રીત

સૌ પ્રથણ એક પેન ગરમ કરવા મુકી દેવું અને તેમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દેવી. અહીં તમે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે તેમાં બે ચપહટી હીંગ પણ ઉમેરી દેવી. હવે તેને અરધી મીનીટ માટે સાંતળી લેવું.

હવે એક મોટી સાઇઝની ડુંગળી જીણી સમારીને ઉમેરી દેવી. અને તેને એક મીનીટ માટે સાંતળી લેવી.

ત્યાર બાદ તેમાં એક મોટી ચમચી આખા ધાણા, નાની ચમચી વરિયાળી અને નાની ચમચી જીરુ લઈ તેને અધકચરા વાટીને અહીં ઉમેરી દેવા. તેનાથી ટેસ્ટ સરસ આવશે. આ મસાલાને પણ એક મિનિટ માટે સાંતળી લેવા.

હવે તેમાં એક ચમચી લીલા તીખા મરચા ઉમેરવા, ત્યાર બાદ તેમાં અરધો કપ જેટલા ફ્રોઝન વટાણા ઉમેરી દેવા. જો તમે તાજા વટાણા વાપરતા હોવ તો તેને ડુંગળી નાખો તે જ વખતે ઉમેરી દેવા જેથી કરીને તે બરાબર ચડી જાય. હવે તેને બે મીનીટ માટે શેકી લેવું.

ત્યાર બાદ તેમાં મસાલા કરી લેવા. જેમાં અરધી ચમચી ધાણાજીરુ, પા ચમચી લાલ મરચુ, પા ચમચી પાંઉ ભાજી મસાલો ઉમેરવો, ત્યાર બાદ તેમાં ખટાશ માટે આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી દેવું. હવે આ બધા જ મસાલાને 1 મિનિટ માટે મિડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લેવા.

હવે એક મીનીટ બાદ નાની સાઇઝના ચાર બાફેલા બટાટા ઠંડા કરીને હાથેથી મેસ કરી કરીને ઉમેરવા. તેને મેશરથી મેસ ન કરવા પણ હાથે થી અધકચરા મેશ કરવા. હવે તેને સરસ મિક્સ કરી લેવું.

બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને પ્લેટમાં લઈને ઠંડુ થવા દેવું.

હવે પુરણ ઠંડુ થાય છે તે દરમિયાન રોટલીઓના સમોસા બનાવવા માટે તેને ચોંટાડવા માટે ખાવાનો ગુંદર તૈયાર કરી લેવો. જેમાં બે ચમચી કોર્ન સ્ટાર્ચ અને બે ચમચી મેંદાની જરૂર પડશે. આ બન્ને લોટને બરાબર મિક્સ કરી લેવો.

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેમાં લંગ્સ ન રહે તે રીતે મિક્સ કરી લેવું. અને નહીં પાતળુ નહીં જાડુ જેવો ગુંદર બનાવી લેવો.

7 નંગ વધેલી રોટલી લઈ તેને છરીથી અરધી કરી લેવી. એક સમય જુની રોટલીનો ઉપયોગ કરવો. વધારે જૂની રોટલીનો ઉપયોગ ન કરવો. 7 નંગ વધેલી રોટલીમાંથી 14 નંગ સમોસા બનશે.

હવે રોટલીના સમોસા વાળવા માટે અહીં બતાવ્યું છે તે પ્રમાણે એક સાઇડ પર તૈયાર કરેલો ખાવાનો ગુંદર લગાવવો અને રોટલીનું પડ ઉખડી ગયું હોય ત્યાં પણ ગુંદર લગાવી લેવું.

હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે કોન વાળી લેવો. અને તેને પાંચ-સાત સેકન્ડ માટે થોડું દબાવી રાખવું એટલે ગુંદરથી રોટલી એકબીજા સાથે ચોંટી જાય.

હવે આ તૈયાર કરેલા સમોસા કે પછી કોનમાં તૈયાર કરેલું પુરણ ઉમેરી દેવું. પુરણ બહુ ભરીભરીને ન ઉમેરવું પણ થોડું ઓછું ઉમેરવું જેથી કરીને સમોસુ ફાટી ન જાય. રોટલી વાસી હોવાથી ફાટી જવાનો ભય રહે છે માટે પુરણ ઓછું ભરવું. હવે પુરણ ભર્યા બાદ કોનની કીનારીની અંદરની બાજુએ ગુંદર લગાવી લેવો અને કીનારીઓને સીલ કરી દેવી.

સ્લરી લગાવીને તેને સીલ કર્યા બાદ તેને થોડીવાર આંગળીઓ વડે દબાવેલું રાખવું. જેથી કરીને તે સરસ રીતે ચોંટી જાય. તેને તમારે 5-7 સેકન્ડ માટે દબાવી રાખવું. આ સમોસા તમારે જમવું હોય તેના 15-20 મિનિટ પહેલા તૈયાર કરી લેવા.

આવી જ રીતે બધી જ રોટલીમાં સ્લરી લગાવીને તેનો કોન વાળી ને તેમાં પુરણ ઉમેરીને તેની કીનારીઓ સીલ કરીને સમોસા તૈયાર કરી લેવા. જ્યાં જ્યાં તમને એમ લાગે કે પુરણ લીક થઈ શકે તેમ છે ત્યાં ત્યાં તમારે સ્લરી લગાવી લેવી. હવે તેને પંદર મિનિટ માટે પંખાનીચે સુકવી દેવા જેથી કરીને સ્લરી બરાબર સુકાઈ જાય.

હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકી દેવું. અને તેલ મિડિયમ ગરમ થાય એટલે તેમાં સમોસા તળવા માટે ઉમેરી દેવા. ફ્લેમ વધારે સ્લો કે વધારે હાઈ ન રાખવી. મિડિયમ જ રાખવી.

હવે સમોસાની એક બાજુ તળાઈ જાય એટલે તેને ચમચીની મદદથી પલટાવી લેવા. તેની જગ્યાએ તમે ચીપીયાની મદદથી પણ પલટી શકો છો. મોટા જારાથી સમોસા ન ફેરવવા તેમ કરવાથી ફાટી જશે.

હવે સમોસા તળાઈ જાય એટલે તેને જારાની મદદથી કાઢી લેવા અને તેને ટીશ્યુ પેપર પર મુકી દેવા. આવી જ રીતે બીજા સમસો પણ તળી લેવા.

તો તૈયાર છે વધેલી રોટલીમાંથી ઝડપથી બની જતાં ક્રીસ્પી-ટેસ્ટી રોટી સમોસા. આજે જ ટ્રાય કરો અને અમને જણાવો કે આ વાનગી તમને કેવી લાગી.

રસોઈની રાણીઃ સીમાબેન

વધેલી રોટલીમાંથી સમોસા રોટી બનાવવા માટેની વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *