વઢવાણી આથેલા મરચા – દરેક પ્રકારના ભોજનનો સ્વાદ ડબલ કરી દેતા આથેલા મરચા બનાવો પરફેક્ટ.

આપણા ગુજરાતમાં આથેલાં મરચાં વિનાની થાળી એક ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહાર થી લઇ ને ખવાતા વઢવાની આથેલા મરચાં ની રેસિપી લઈ ને આજે આવી છું.

આ મરચાં ફ્રીઝ માં 3-4 મહિના જેટલા સરસ રહે છે એટલે એક વાર બનાવી ને ફ્રીઝ માં મૂકી દો.

મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે.

મરચાં માં પણ વિટામીન હોય છે અને તે પાચન માં ખૂબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામીન C પણ હોય છે. સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો.

300 ગ્રામ ધોઈ ને કોરા કરેલા વઢવાની મરચાં

1 ચમચી મીઠું ( આથેલા મરચાં માં થોડું વધુ મીઠું હોય તેથી રૂટિન કરતા થોડું વધુ ઉમેરો.)

1/4 ચમચી હળદર

ચપટી હિંગ

2 ચમચી તેલ

1 ચમચી રાઈ ના કુરિયા

1/4 ચમચી મેથી ના કુરિયા

1 લીંબુ ( તમને ઓછું ખાટું પસંદ હોય તો અડધું જ ઉમેરો)

રીત:-

સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો.


પછી તેમાં ઉભો કાપો મૂકી બધા મરચાં તૈયાર કરો.

હવે બેઉ કુરિયા ને અધકચરા મિક્સર માં ક્રશ કરી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને એ મરચાં માં બરાબર મિક્સ થઈ જાય.


ઉપર થી મીઠું , હિંગ, હળદર, બેઉ અડધા ક્રશ કરેલા કુરિયાં અને તેલ ઉમેરી ને મિક્સ કરો.


આ મરચાં ને 12-15 કલાક બહાર રેહવા દો.( આવું કરવાથી મરચાં સોફ્ટ થશે અને બધા માં મસાલો બરાબર ચડી જશે.)


બસ હવે લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી ને 2-3 કલાક બહાર રાખી. એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ફ્રીઝ માં મૂકી દો.


આ રીત થી મરચાં બનાવાથી એનો કલર અને ટેસ્ટ એવો રહેશે. આ મરચાં ને કોઈ પણ ડીશ જોડે ખાઈ શકો છો.

નોંધ:- મરચાં ની પસંદગી પણ જરૂરી છે જે કુણા હોય એવા મરચાં પસંદ કરવા.

મીઠું અતિશય ના ઉમેરવું. જેથી એનો સ્વાદ જળવાય રહે.

એકલા રાય ના કુરિયા ના ખાતા મેથી ના કુરિયા ઉમેરવા થી તે વધુ ગુણકારી થઇ જાય છે.

તેલ એનો કલર અને crunchiness જાળવી રાખે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *