કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો મૂઝ કેક – કેકની આ નવીન રેસીપી બાળકોને આવશે ખૂબ પસંદ…

હું આજે તમારા સમક્ષ કેરી માથી મેંગો મૂઝ કેક પ્રેઝન્ટ કરું છું .

કેક ના 3 લયેર હું બનાવીશ .(1) એક બિસ્કિટ નો લયેર (2)મેંગો મૂઝ નો લયેર (3) વાઈટ ચોકલેટે નો લયેર

તૈયારી નો સમય : 20-25 મિનિટ

કેક સેટ થવાનો સમય :7-8 કલાક

સામગ્રી :

– 1 પેકેટ બિસ્કિટ નું પેકેટ

– 1 કપ નોન વહીપ્પ ક્રીમ

– 1/2 કપ વાઈટ ચોકલેટે

– 1 બાઉલ મેંગો પ્યૂરી

– વર્મિસિલી સેવ

– 1 ચમચી બટર

રીત :

સ્ટેપ 1:


એક બોવેલ માં ક્રશ બિસ્કિટ લઈ તેમાં પીગળેલું બટર ઉમેરી બરાબર મિક્ષ કરી પહેલું લયેર તૈયાર કરી .કેક ના મોલ્ડ લયેર પાથરી .સેટ કરો .

સ્ટેપ 2:


બીજા એક બોવેલ માં નોન વહીપિંગ ક્રીમ લઇ તેને બીટ કરી .વહીપ્પ ક્રીમ તૈયાર થશે .હવે તેમાં મેંગો પ્યૂરી ઉમેરી મેંગો મુઝ રેડી થાય એટલે બીજું લયેર ઉમેરી ફ્રીઝ કરવું .

સ્ટેપ 3:


એક બોવેલ માં મેલ્ટેડ વાઈટ લઇ તેમાં નોન – વહીપ્પીગ ક્રીમ લઇ ત્યારબાદ તેમાં મેંગો પ્યૂરી ઉમેરી ત્રીજું લયેર રેડી કરી મોઉલ્ડ માં સેટ કરવું .

સ્ટેપ 4:


મોઉલ્ડ માં ત્રણેય લયેર કરી ઉપર થી વેરમીસીલી સેવ થી ગાર્નિશ કરી અને પ્લાસ્ટિક થી કવર કરી ફ્રિઝર માં 7-8 કલાક સેટ કરી .સર્વ કરવું .

નોંધ :

તેમેં જયારે કેક બનાવો છો તો જો માપ થી કરશો તો પેર્ફેક્ટ થશે .અને પ્લાસ્ટિક થી કરવું જરૂરી છે નહીં તો કેક ઉપર પાણી ના બાઝ જામી જશે .

સ્પર્ધક : દિગ્ના રૂપાવેલ (વડોદરા)


તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *