સ્પાયસી વઘારેલો રોટલો – હવે વધેલા રોટલામાંથી આ ટેસ્ટી મસાલેદાર રોટલો વધારો અને આનંદ માણો પરિવાર સાથે…

સ્પાયસી વઘારેલો રોટલો :

જુવાર, મકાઇ, ચોખા, ઘઉં, બાજરી, ચણા વગેરે અનાજો માંથી રોટલા-રોટલીઓ બનાવવામાં આવે છે. પોત પોતાના પ્રદેશ અને એ પ્રમાણેના વાતાવરણને અનુકૂળ આ બધા અનાજોનો ઉપયોગ કરીને તે પ્રમાણે ત્યાંના લોકો રોટલા –રોટલી બનવતા હોય છે. આપણે ત્યાં અહીં શિયાળામાં ઠંડી સિઝનમાં બાજરીનો વધારે ઉપયોગ થતો હોય છે. બાજરીનો લોટ બનાવીને તેમાં સાથે અન્ય અનાજના લોટનું કોમ્બિનેશન કરી તેમાંથી મુઠિયા ઢોકળા, ખાખરા, થેપલા, રોટલા વગેરે બનાવવામાં આવે છે. તો લોટ માંથી જરાબ, શિરો જેવી મીઠી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. બાજરીને પલાળીને, બાફીને બાજરીને વઘારીને તેમાંથી સ્પાયસિ ઉપમા બનાવવામાં આવે છે તો બાફેલી બાજરીની સ્વીટ ખીર પણ બનાવવામાં આવે છે.

બાજરીના લોટ માંથી બનાવેલા રોટલામાંથી વધારે પ્રમાણમાં લીલુ કે સૂકું લસણ ઉમેરીને ચોરણ પણ બનાવવામાં આવે છે. જે ખૂબજ પૌષ્ટીક છે. આજે હું અહીં બાજરીના લોટમાંથી બનાવેલા વઘારેલા રોટલાની રેસિપિ આપી રહી છું. જે ખરેખર ખૂબજ સ્પાયસી, ટેસ્ટી અને હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક છે. શિયાળામાં બધાએ આહારમાં ઉમેરવું જોઇએ. મારી આ રેસિપિને ફોલોકરીને જરુર થી આ સ્પાયસી વઘારેલો રોટલો બનાવજો.

સ્પાયસી વઘારેલો રોટલો બનાવવા માટે સામગ્રી:

  • 1 મોટો બાજરીના લોટમાંથી બનાવેલો રોટલો
  • 1 કપ જરાક ખાટી છાશ
  • 2-3 ટબલ સ્પુન બારીક કાપેલું લીલુ લસણ- અધકચરું ખાંડીને પાણીમાં પલાળેલું
  • 1 કપ સૂકી ઓનિયન બારીક કાપેલી
  • 1 ટેબલ સ્પુન લીલા મરચા બારીક કાપેલા
  • 1 ટેબલસ્પુન લીલી ઓનિયનના લીલા પાન
  • 1+1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
  • 1 ટી સ્પુન ફ્રેશ લાલ મરચું બારીક કાપેલું
  • 1 ટી સ્પુન આદુ બારીક ખમણેલું
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • જરુર મુજબ મીઠું
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન આખું જીરું
  • 3-4 બાદિયાનના ટુકડા
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • 1+ ½ ટેબલ સ્પુન લાલ મરચું પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો

સ્પાયસી વઘારેલો રોટલો બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 5-6 કલાક અગાઉ બાજરાનો જાડો –મોટો રોટલો બનાવી લ્યો.

સ્પાયસી વઘારેલો રોટલો બનાવતા પહેલા 10 મિનિટ અગાઉ રોટલાના નાના પીસ કરી લ્યો. તેમાંથી થોડાં પીસને અધકચરા કરી લ્યો.

1 કપ જરા ખટાશ વાળી છાશમાં આ બધા રોટલાના પીસ પલાળી દ્યો. સાથે ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરી મિક્ષ કરો.

ત્યાર બાદ એક નોન સ્ટિક પેન લઇ તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી ગરમ કરો.

હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખું જીરું અને 3-4 બાદિયાન ના પીસ ઉમેરો.

તતડે એટલે તેમાં મીઠો લીમડો અને 1 કપ બારીક સમારેલી ઓનિયન ઉમેરી ટ્રાંસપરંટ થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન લીલા મરચા બારીક કાપેલા, 1 ટેબલસ્પુન લીલી ઓનિયનના લીલા પાન, 1 ટી સ્પુન ફ્રેશ લાલ મરચું બારીક કાપેલું, 1 ટી સ્પુન આદુ બારીક ખમણેલું, 2-3 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલુ લસણ ઉમેરી બધું મિક્સ કરો, 2-3 મિનિટ કૂક થવા દ્યો.

ત્યારબાદ તેમાં1 ટી સ્પુન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર અને 1 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દ્યો. મિક્ષ કરો. ઢાંકીને કૂક કરો.

બધું સરસ કુક થઇ જાય એટલે તેમાં પાણીમાં પલાળેલું લસણ ઉમેરી મિક્ષ કરી 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તમાં 1 કપ જરા ખટાશ વાળી છાશ ઉમેરી મિક્સ કરો.

હવે મિશ્રણ ને ઉકાળો.

ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મિક્ષ કરેલ, છાશમાં પલાળેલ રોટલાના પીસ ઉમેરી દ્યો. મિક્ષ કરો.

2-3 મિનિટ કુક કરો. સ્પાયસી વઘારેલો રોટલો થોડો ઘટ્ટ થઇ ખદખદે અને તેમાંથી તેલ છુંટું પડતું લાગે એટલે તેમાં કોથમરી ઉમેરી હલાવી લ્યો.

તો હવે રેડી છે સ્પાયસી વઘારેલો રોટલો ….બધાને ખૂબજ ભાવશે. યંગ્સ ને પણ આ ટેસ્ટ ખૂબજ પસંદ પડશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *