શક્કરિયાની ફિંગર ચિપ્સ – ઉપવાસમાં બટેકા ખાવા પસંદ નથી તો હવે બનાવો આ શક્કરિયાની ચિપ્સ..

મિત્રો, આપણે બટેટાની ફિંગર તો અવારનવાર ખાતા હોઈએ છીએ, એમાંય વળી બાળકોની તો ફેવરિટ છે આ ફિંગર ચિપ્સ જેને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ કહીએ છીએ. પરંતુ શું ક્યારેય તમે શક્કરિયાની ફિંગર ચિપ્સ બનાવી છે ? મિત્રો, શક્કરિયાની ફિંગર ચિપ્સ પણ બટેટાની ફિંગર ચિપ્સની જેમ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

આમ તો શક્કરિયાની વિવિધ વાનગીઓ આપણે શિવરાત્રી પર ફરાળ તરીકે ખાઈએ છીએ તો આ ફિંગર ચિપ્સને એક અલગ વેરાયટી તરીકે બનાવી શકો છો. તો આ શિવરાત્રી પર અચૂક બનાવજો અને સાથે મને કમેન્ટ પણ કરજો કે તમને આ શક્કરિયાની ફિંગર ચિપ્સ કેવી લાગી અને જો બની શકે તો તમારી ચીપ્સનું પિક્ચર પણ ટેગ કરજો. તો ચાલો જોઈ લઈએ શક્કરિયાની ફિંગર ચિપ્સ બનાવવાની રેસિપી.

સામગ્રી :

Ø શક્કરિયા

Ø મસાલા માટે

(મરી પાવડર , સિંધાનમક(સિંધાલુણ), લાલ મરચું પાવડર )

Ø થોડા ફ્રેશ કોથમીર

Ø તળવા માટે તેલ

રીત :

1) સૌપ્રથમ એક નાના બાઉલમાં મરી પાવડર, સિંધાનમક તેમજ લાલા મરચું પાવડર મિક્સ કરી લેવું જેથી ચિપ્સ બનાવ્યા પછી તેના પર મસાલો ઈવનલી સ્પ્રેડ કરી શકાય. જો તમે ફરાળ માટે ન બનાવતા હોવ તો સિંધાનમકની જગ્યાએ મીઠું એડ કરી શકાય.

2) હવે શક્કરિયાની ચાલ ઉતારી ફિંગર ચિપ્સમાં કટ કરી લો, જો ચિપ્સ કતાર યુઝ કરશો તો ચિપ્સ એકધારી બનશે નહિ તો ચપ્પુ વડે એકસરખી કાપવાની ટ્રાય કરવી.

3) ચિપ્સ કટ કરી તેને પાણીમાં રાખવી જેથી ચિપ્સ કાળી ન પડે, બધી જ ચિપ્સ કટ કરી ચાર થી પાંચ સાફ પાણીથી ધોઇ લેવી.

4) સાફ પાણીથી ધોઈ લીધા બાદ તેને કોટનના સાફ કપડામાં સ્પ્રેડ કરી કપડાથી કોરી કરી લેવી.

5) કોરી કરી લીધા બાદ તેલમાં ફ્રાય કરવી, પહેલા થોડી થોડી ચિપ્સ તેલમાં હાફ ફ્રાય કરી લેવાની.

6) બધી જ ચિપ્સ હાફ ફ્રાય કરી લીધા બાદ ફરી ફ્રાય કરવી.

7) ચિપ્સ લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ રાખી ફ્રાય કરી લેવાની, આ રીતે ડબલ ફ્રાય કરવાથી ચિપ્સ એકદમ ક્રન્ચી બને છે.

8) ફ્રાય કરી લીધા બાદ તેના પર મસાલો સ્પ્રિંકલ કરી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરવી.

તો તૈયાર છે બહારથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ એવી શક્કરિયાની ફિંગર ચિપ્સ, તો એકવાર બનાવી જોજો તમને પણ ખુબ પસંદ આવશે. જો તમને મારી રેસિપી ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *