વાલોળ અને મુઠીયાનું શાક – આ ટેસ્ટી શાક તમે બાજરી ના રોટલાં ,રોટલી અને પરાઠા સાથે સરસ લાગે છે…

તમે સૌએ જીવનમાં ઘણાબધા શાકભાજી ખાધા હશે પરંતુ આજે અમે એવા શાકભાજી વિશે જણાવાના છીએ કે જે દેખાવમાં મામુલી શાકભાજી લાગે છે પરંતુ તેના ઘણાબધા ફાયદાઓ છે .એ છે વાલોળ …..???

હમણાં આજકાલ શાક માર્કેટ માં વાલોળ બહુ જોવા મળે છે .પણ એકલી વાલોળ સાથે મુઠીયા ઉમેરી દઈએ તો આ પ્રોબ્લેમ નો આસાન જવાબ છે .આ મુઠીયા વાળું મિક્સ શાક .મેં આ રેસિપિમાં ઘરમાં જે શાક હતા તે વાપર્યા છે .આપ આપના સ્વાદ અને અનુકુળતા મુજબ ફેરફાર કરી શકો છો …

આ ટેસ્ટી શાક તમે બાજરી ના રોટલાં ,રોટલી અને પરાઠા સાથે સરસ લાગે છે

સામગ્રી :

– વાલોળ = ૧/૨ કિ.ગ્રા.

– રીગણા = ૧/૪ કિ. ગ્રા

– બટાકા = ૧/૨ કિ.ગ્રામ

– અને અન્ય લીલાં શાક જે હોય તે.

– લસણ = 1 ચમચી (લસણ ની પેસ્ટ )

– 1/2 ચમચી હળદર

– 1 ચમચી ધાણાજીરું

– સ્વાદ મુજબ મીઠું

– ચપટી હિંગ

– સ્વાદ મુજબ ખાંડ

– 1 ચમચી મરચું પાવડર

– 1 ચમચી લીંબુ નો રસ

મૂઠિયા માટે:

– ચણા નો લોટ – 100 ગ્રામ

– ઘઉં નો કકરો લોટ – 100 ગ્રામ

– ચણાનો લોટ – ૧૫૦ ગ્રામ

– પાલક ની ભાજી – ૧૦૦ ગ્રામ

– હળદર, મીઠું, હિંગ, વગેરે સ્વાદ પ્રમાણે.

મુઠિયા ની રીત :

ચણાના લોટ અને ઘઉં ના લોટ માં મોણ નાખી, ઝીણી સમારેલી પાલક , સ્વાદ અનુસાર હળદર, મીઠું નાંખીને ભેળવી લો. પાણી વડે કણક બાંધી, ગોળ કે લાંબગોળ મૂઠિયાં વાળી લો.

– બટાકા અને રવૈયા અને વાલોળ ના એક-એક વેઢા જેટલા ચોરસ ટૂકડા કરી લેવાં .

રીત :

સ્ટેપ :1


એક કુકર માં અડધો વાડકો તેલ મૂકવું તેમાં રાઈ-હિંગનો વઘાર કરવો.

સ્ટેપ :2

સૌપ્રથમ પાપડી ઉમેરી દેવી .પાપડી સાંતળીને તેમાં રીગણા અને બટેકા તેમાં ઉમેરો .હલાવો અને બધાં મસાલો( મીઠું ,મરચું ,હળદર ,લસણ ની પેસ્ટ અને ધાણાજીરું )ઉમેરીને ચડવા દો.શાકને ઉછાળા મારીને હલવો .

સ્ટેપ :3

બધાજ શાક સંપૂર્ણ પણે ન ડૂબે તેવું પાણી રસા માટે ઉમેરો.ચડવા દો. ત્યારબાદ તેમાં મુઢીયા ઉમેરી.કુકર માં 3-4 સીટી વગાડી . રંધાઈ જાય પછી ઉપર થી ખાંડ અને લીંબુ નો રસ પછી પીરસો.

નોંધ :

તમે મુઠીયા ને તળી ને પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *