ઉનાળામાં ગરમી દૂર કરવા અને ઠંડક પામવા બનાવો વરિયાળી અને કાળી દ્રાક્ષનું શરબત…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ વરિયાળી અને કાળી દ્રાક્ષ નું શરબત બનાવીશું. ઉનાળા માં લું લાગવાથી શરીર ની ગરમી વધી જતી હોય છે. તો કોઠે ઠંડક કરવા માટે વરિયાળી અને દ્રાક્ષ નું સેવન કરવું ફાયદાકારક રહે છે.તો આજે આપણે બનાવીશું વરિયાળી અને કાળી દ્રાક્ષ નો શરબત. રોજ સવારે નયણા કોઠે પીવું જોઈએ જેથી આપણ ને લું ના લાગે અને શરીર માં ઠંડક થાય.એસિડિટી,અપચો જેને રહેતો હોય તેના માટે આ શરબત ખૂબ જ લાભ દાયક છે.તો ચાલો બનાવવાનું શરૂ કરીએ.

સામગ્રી

  • વરિયાળી
  • કાળી દ્રાક્ષ
  • સાકર

રીત

1- સૌથી પહેલા આપણે ત્રણેય નું માપ જોઈ લઈશું.જો એક વાડકી કાળી દ્રાક્ષ લો. તો એક વાડકી ખડી સાકર અને એક વાડકી વરિયાળી લેવાની. સૌથી પહેલા ત્રણેય ને પાચ કલાક પલાળી લઈશું.

2- આપણે ત્રણેય ને જોડે નથી પલળવાનું.હવે વરિયાળી અને સાકર ને જોડે પલાળી શું.અને કાળી દ્રાક્ષ ને એક અલગ બાઉલ માં પલાળી શું.આને લગભગ પાચ થી છ કલાક પલાળી રાખીશું.હવે આગળ ની પ્રોસેસ જોઈશું.

3- હવે બન્ને ને અલગ અલગ મિક્સર માં ક્રશ કરી લઈશું.પેહલા વરિયાળી ને પાણી સાથે ક્રશ કરી લઈશું.હવે ક્રશ થઈ ગયું છે.તેમાં વચ્ચે વચ્ચે વરિયાળી નું ભુક્કો આવે છે તો તેને ગાળી લઈશું.

4- હવે એ જ મિક્સર જારમાં માં કાળી દ્રાક્ષ ને ક્રશ કરી લઈશું.હવે ક્રશ થઈ ગયું છે તો તેને ગાળવી હોય તો ગાળી શકો છો.બાકી ના ગાળવું હોય તો પણ ચાલે.પણ અહીંયા આપણે ગાળી લઈશું.

5- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.આ ખૂબ જ સરળ રેસિપી છે. આ શરબત રોજ સવારે નયણા કોઠે પીવું જોઈએ.જેથી લું ના લાગે.અને શરીર ને પણ ઠંડક મળી રહે.હવે તેમાં આઈસ ક્યૂબ નાખી દઈશું.

6- હવે ઠંડુ ઠંડુ વરિયાળી નું શરબત રેડી છે.નાના બાળકો જ્યારે સ્કુલે થી આવે ગરમી ઓ માં ત્યારે આ તેમને આ સર્વે કરી શકો છો.તો ચાલો તેને આપણે સર્વે કરીશું. એક ગ્લાસ માં લઇ લઈશું.તો રેડી છે વરિયાળી અને કાળી દ્રાક્ષ નો શરબત.તે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદિક ની દ્રષ્ટિ એ.અને ખૂબ જ ઉત્તમ છે.તો તેને જરૂર થી બનાવજો પીજો અને પીવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *